નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ છે સફળતા, યાદશક્તિ મજબૂત કરવાની ચાવી

 
સફળતા હાંસલ કરવી તે દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે.પરંતુ માત્ર સ્વપ્ન જોવાથી કોઇ પણ ઇચ્છા પૂરી થતી નથી.સખત મહેનત,નસીબ,અંગત વ્યક્તિઓનો સાથ,સારૂં વાતાવરણ... જેવી અન્ય અનેક બાબત છે જેનો તમારી સફળતા-નિષ્ફળતા ઉપર મદાર હોય છે.એક બાબત અંગે કોઇને પણ આશંકા નહીં હોય કે જીવનમાં મોટી સફળતા માટે શરીરને સ્થાને દિમાગની મહત્વની ભૂમિકા હોય છે.

દરેક સફળતા પાછળ ખૂબ જ સારી યાદશક્તિ નિર્ણાયક ભૂમિકા અદા કરે છે.જે વ્યક્તિની યાદશક્તિ વધુ શક્તિશાળી હોય છે સફળતા તેના કાયમ કદમ ચૂમતી જોવા મળે છે.યાદશક્તિ મજબૂત કરી સફળતાને મૂઠ્ઠીમાં બંધ કરવા માંગતા હોવ તો તેના કેટલાક યૌગિક આસન અહીં રજૂ કરવામાં આવ્યા છે,જેના યાદશક્તિ મજબૂત કરવામાં ખૂબ જ મદદ થશે.આ રહ્યા તે આસન....

-પદ્માસન

-ધ્યાન મુદ્રાસન

-પાદ્પશ્ચિમોત્તાસન

-શિર્ષાસન

-સર્વાંગાસન

આ તમામ આસનના અભ્યાસ કોઇ જાણકાર અને અનુભવી માર્ગદર્શકના સાનિધ્યમાં જ કરવા જરૂરી છે

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી