નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મોત નહીં જિંદગી પણ ખેંચી લાવે છે અહીંયા

આમ તો અહીંયા જવા અંગે જીવતે જીવ તો કોઇ વિચારતું જ નહીં હોય કારણ કે, એ એક એવું સ્થળ છે કે જ્યાં વ્યક્તિ માત્ર મરણ પામ્યાં પછી જ જાય છે. હા, તમે બરાબર જ વિચારી રહ્યાં છો અમે અંતિમધામની વાત કરી રહ્યાં છીએ. આત્માએ શરીરનો ત્યાગ કર્યા પછી નાશંવત બની ગયેલા શરીરના અંતિમસંસ્કાર કરવા માટે મૃત્યુ પામનાર વ્યક્તિના સગા વ્હાલાઓ તેની અંતિમ યાત્રામાં જોડાય છે અને મુક્તિધામ, સ્મશાન તરીકે જાણીતા અંતિમધામમાં તે વ્યક્તિના નાશવંત દેહને અંતિમ સંસ્કાર કરવા માટે લાવવામાં આવે છે.

જ્યાં ગમગીની, શાંત વાતાવરણ, કરુણ દ્રશ્યો, રુદન સિવાય કોઇ જ વસ્તુ જોવા મળતી નથી. ત્યાં માત્ર તાંત્રિક વિધિ કરનારાઓ, અઘોરીઓ અમાસના દિવસે વિધિ કરતા જોવા મળતાં હોય છે. લોકવાયકા પ્રમાણે ત્યાં રાત્રીનાં કે સંઘ્યા સમયે લોકો જોવા મળતાં નથી પરંતુ જે રીતે ગુજરાતમાં અંતિમધામ બનાવવામાં આવી રહ્યાં છે તેને જોતા તે હવે એક પર્યટન સ્થળ પણ બની રહ્યાં છે. મોટા ભાગે આ ધામ ગામ, શહેરની બહાર જ હોય છે. પરંતુ કેટલાક શહેરોના વધી રહેલા વ્યાપના કારણે આ ધામ શહેરની વચ્ચે આવી ગયા છે. જેમ કે, અમદાવાદ...

ભારતમાં એવા ઘણા અતિમધામો હશે જેમાં અનેક પૌરાણિક માહિતીઓ જણાવવામાં આવે છે પરંતુ આખા ભારતની વાત નહીં કરતા માત્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આવેલા આ અંતિમધામોની બનાવટ અને તેમાં જે રસસભર માહિતી આપવામાં આવી રહી છે, તેના કારણે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી લોકો જ્યારે પણ ગુજરાતની પ્રકૃતિ અને સૌદર્યના દર્શન કરવામાં આવે છે ત્યારે અચૂકપણે મુલાકાત લે છે.

રાજકોટ સહિતના કેટલાક સ્થળોમાં તો સ્થાનિક લોકો સ્મશાન ગૃહમાં બનાવવામાં આવેલા બાગ-બગીચામાં સંધ્યા સમયે હરવા-ફરવા અને નાસ્તો કરવા માટે આવે છે. આવા જ કેટલાક જાણીતા અતિમધામો અંગે અહીંયા માહિતી આપવામાં આવી છે. રાજકોટ, જામનગર, સિદ્ધપુર, સુરતનું અશ્વિનીકુમાર અને જૂનાગઢ વગેરે શહેરોના અંતિમધામ એક યાત્રાધામ તરીકે પ્રસ્થાપિત થઇ ચુક્યા છે. તેમજ ગાંધીનગર અને વઢવાણમાં પણ નિહાળવાલાયક સ્મશાનગૃહ બનાવવામાં આવી રહ્યાં છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !