નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મુઝાવો છો, યોવનની તે સમસ્યા કોને કહું? પુછો અહીં

પ્રશ્ન : મારી ગભૉવસ્થાનો ચોથો મહિનો છે. હજી પેટમાં ગર્ભનું હલનચલન થતું લાગતું નથી. મને કોઇ તકલીફ તો નહીં હોય?
ઉત્તર : ગર્ભનું હલનચલન સામાન્યત: પાંચમા મહિનાથી થતું હોય છે. છતાં તમે મન શાંત કરી અડધો કલાક આંખો બંધ કરી ગર્ભ પર હાથ મૂકી ધ્યાન કેન્દ્રિત કરો. આનાથી તમને ગર્ભના હલનચલનનો અનુભવ થશે.

પ્રશ્ન : મને ઘણા વખતથી એક યુવાન ગમે છે, પણ હું એને કહી શકતી નથી. મારા ઘરમાં લગ્ન વિશે વાતચીત ચાલે છે. મારે કેવી રીતે એ યુવાન વિશે ઘરમાં કહેવું?
ઉત્તર : તમે પહેલાં એ જાણી લો કે એ યુવાનને તમારા માટે લાગણી છે કે નહીં. જો એને પણ તમારા પ્રત્યે પ્રેમ હોય તો ઘરમાં માતા કે મોટીબહેન અથવા ભાભીને વાત કરો. તેઓ એ યુવાનના પરિવારજનો સાથે વાત કરીને તમારા લગ્ન એની સાથે કરાવી આપશે.

પ્રશ્ન : મારી સગાઇ થઇ ગઇ છે. અમે ઘણી વાર સાથે ફરવા જઇએ છીએ. મેં એક-બે વાર મારી ફિઆન્સીને નજીક લાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ મારાથી દૂર રહે છે. મારે એને નજીક લાવવા શું કરવું?
ઉત્તર : તમારી ફિઆન્સી તમારાથી દૂર રહેતી હોય તો એક કારણ આપણા સંસ્કાર હોઇ શકે. આપણે ત્યાં હજી પણ લગ્ન પહેલાં યુવક-યુવતી વધારે પડતા નજીક નથી આવતા. એને બિનજરૂરી નજીક લાવવાનો પ્રયત્ન ન કરો અને તમારા લગ્ન થાય ત્યાં સુધી ધીરજ રાખો.

પ્રશ્ન : મારી ઉંમર પચીસ વર્ષ અને મારા પતિ ત્રીસ વર્ષના છે. હું દરેક રીતે એમની ઇચ્છા પૂરી કરતી હોવા છતાં એમણે પરસ્ત્રી સાથે સંબંધ રાખ્યો છે. મારે શું કરવું? એમને કેવી રીતે મારી તરફ આકર્ષવા?ઉત્તર : તમારી મનોદશા સમજી શકાય એવી છે, પણ તમે માત્ર સંબંધ બાંધવામાં જ પતિની દરેક ઇચ્છા પૂરી કરતાં હોવાનું જણાવ્યું છે. પુરુષને માત્ર શારીરિક નહીં, દરેક રીતે સ્ત્રી પાસેથી સંતોષ જોઇતો હોય છે. કદાચ તમે તમારા પતિને શારીરિક સંતોષ આપીને માની લીધું કે તમારી ફરજ પૂરી થઇ ગઇ. એવું નથી હોતું તમારા વર્તનમાં થોડું પરિવર્તન લાવો અને પતિ સાથે આ બાબતે ચર્ચા કરો. એ ચોક્કસ સમજશે અને તમારી પાસે પાછા ફરશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી