નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સારા ઓનલાઈન હેકર્સ છો? તો આપ માટે રોજગારીની બમણી તક

 
 
-77,000થી વધુ ઓનલાઈન હેકર્સની જરૂરિયાત ઊભી થઇ છે

જો તમે કમ્પ્યુટરના જાણકાર છો અને કોઇ પણ પ્રોગ્રામિંગને સહેલાઇથી ડિકોડ કરવામાં માસ્ટરી છે, તો તમે સરકારી સંસ્થાઓ અને કોર્પોરેટર કમ્પનીઓમાં નૈતિક હેકર તરીકે રોજગારી મેળવી શકો છો.
વિવિધ કમ્પનીઓ અને સરકારી વેબસાઇટો પર થઇ રહેલા સાઇબર હુમલાઓને જોતા સરકાર અને બહુરાષ્ટ્રીય કમ્પનીઓ હવે નૈતિક હેકરોને શોધી રહી છે, જે એમની વેબસાઇટ અને મહત્વપૂર્ણ ડિજિટલ આંકડોને આ સાઇબર હુમલાઓથી બચાવી શકે.

સાઇબર મીડિયા રિસર્ચના લીડ એનાલિસ્ટ(સોફ્ટવેર અને સૂચના પ્રૌદ્યોગિક સેવાઓ અને પ્રોદ્યોગિક સલાહ સેવા) કમલ વોરાએ જણાવ્યું હતું કે, ''સરકારી અને પ્રાઇવેટ ક્ષેત્રે કમ્પનીઓ એમની વેબસાઇટો પરનાસંવેદનશીલ આંકડાઓની સુરક્ષા પર ધ્યાન દેવા માંડી છે અને સાઇબર હુમલાઓથી બચવા માટે સૂચના સુરક્ષાના માસ્ટરોની નિયુક્તિઓ કરવા માંડી છે."

સાઇબર સુરક્ષા વિશેષજ્ઞ અંકિત ફાડિયાએ જણાવ્યું હતું કે, "આજે દરેક કમ્પનીઓ પાસે સમર્પિત હેકિંગ નિષ્ણાંતોની એક ટીમ હોય છે. જેનાથી યુવાનો માટે આ એક રોજગારીનો મોટો અવસર ઊભો થયો છે."

ફાડિયાએ કહ્યું હતું કે, નાસકોમના મુજબ દેશમાં દર વર્ષે લગભગ 77,000 નૈતિક હેકર્સની જરૂરિયાત ઊભી થઇ છે, જ્યારે ફકત 20,000 થી 25,000 નૈતિક હેકરો મળી રહે છે.

દેશમાં વિવિધ સંસ્થાઓ હેકિંગ સંબંધિત અભ્યાસક્રમો ચલાવી રહી છે. અહીંથી અભ્યાસ શરૂ કરીને આ ક્ષેત્રમાં દાખલ થઇ શકાય છે, અને શરૂઆતથી જ મહિને 25, 000 થી લઇને 40,000 રૂપિયાની આવક મેળવી શકો છો.

પોલીસ અને આઈટી નિષ્ણાતોની હાજરીની વચ્ચે 25 વર્ષના એથિકલ હેકર અંકિત ફાડિયાએ બીએસએનએલની વેબસાઈટને હેક કરી હતી. ઉપરાંત અંકિતે વેબસાઈટ પર મુકવામાં આવેલી બીલ સંબંધી ગુપ્ત જાણકારી પણ મેળવી લીધી હતી. ત્યારબાદ અંકિતે કોટા પોલીસના કર્મચારીને બોલાવીને તેમની સામે જ તેમનું આઈડી ખોલી નાખ્યું હતું. સતત એક પછી એક ડેમો દ્વારા અંકિતે જણાવ્યું હતું કે, સાઈબર ક્રાઈમની આજની દુનિયામાં કશું સલામત નથી. આથી, આપણે સતર્ક રહેવાની જરૂર છે અને સાઈબર દુનિયાના તાજેતરના પ્રવાહોથી વાકેફ રહેવું પડશે.

તાજેતરમાં સાઈબર અપરાધને લગતા અનેક પ્રકારના કિસ્સા બહાર આવી ર હ્યાં છે ત્યારે દેશના સાઈબર નિષ્ણાતોનું માનવું છે કે, તાજેતરમાં લોન્ચ થયેલી થર્ડ જનરેશન ટેક્નોલોજી સલામત નથી. તેમના કહેવા પ્રમાણે. કેટલાક પ્રકારના ગેરકાયદેસર કામોને આ ટેક્નોલોજીના કારણે પ્રોત્સાહન માનશે.

ગુજરાતના સાઈબર નિષ્ણાત અંકિત ફાડિયાએ આ અંગે કહ્યું હતું કે, થ્રીજી ટેક્નોલોજીના કારણે ટીવી સુદ્ધા પણ ઈન્ટરનેટ પર જોઈ શકાશે. વીડીયો કોલ કરી શકશે. પરંતુ. હેકર્સ તમારી વીડિયો ફાઈલ અને વાતચીત પણ રેકોર્ડ કરી શકે છે. આથી ઉપભોક્તાઓએ એન્ટી-વાયરસ અને ફાયરબોલ્સનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.

એથિકલ હેકર અંકિત ફાડિયા એ એવો મત વ્યક્ત કર્યો હતોકે, આ ટેક્નલોજીના કારણે, પાઈરેસીને પણ પ્રોત્સાહન મળશે.સાઈબર કાયદાઓના નિષ્ણાત પવન દુગ્ગલે પણ આ વાત સાથે સહમતિ દર્શાવી હતી. ખૂબ જ સહેલાઈથી ડાઉનલોડ શક્ય હોવાથી ફિલ્મોની પાઈરસી વધશે.

નાસાના સેટેલાઈટની દિશા બદલી નાખી:- ફાડિયાએ જણાવ્યું હતું કે, કેટલાંક વર્ષો પહેલાં નાસાએ એક સેટેલાઈટ લોન્ચ કર્યું હતું. તેની ગણતરીની મિનિટમાં જ રશિયાના એક હેકરે બેડરૂમમાં બેઠાં-બેઠાં નાસાના નેટવર્કને હેક કરી લીધું હતું અને અવકાશમાં જ સેટેલાઈટની દિશા બદલી નાખી હતી. હેકરે સેટેલાઈટનો કંટ્રોલ સંપૂર્ણપણે પોતાની પાસે લઈ લીધો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, આ હેકરની ઉંમર માત્ર અગ્યાર વર્ષ હતી.

સાઈબર ક્રાઈમ અટકાવવા માટે ટિપ્સ આપી:- સેમિનારમાં એથિકલ હેકર અંકિત ફાડિયાએ કોટાના લોકોને સાઈબર ક્રાઈમ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. અંકિત ફાડિયાના કહેવા પ્રમાણે, અપરાધી ટ્રોજન (રિમોર્ટ એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ)ની મદદથી સંવેદનશીલ માહિતીની ઉઠાંતરી કરી શકે છે. win backdoor સૌથી આધુનિક ટ્રોજન ટૂલ છે. જેને એન્ટીવાઈરસ પણ ટ્રેસ નથી કરી શકતાં. આ સેમિનારમાં અંકિત ફાડિયાએ કોટાના એક પોલીસ કર્મચારીનું ઇમેલ આઈડી પણ હેક કરી દેખાડ્યું હતું.

90 ટકા લોકો હેકિંગ અંગે જાણતાં નથી:- 9 જાન્યુઆરીના હેકર્સએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું ટ્વિટર આઈડી હેક કરીને તેમના ગુનાહિત ઈરાદાઓનું એલાન કરી દીધું હતું. આમ છતાં, આજે નેંવું ટકા ઈન્ટરનેટ વપરાશકર્તાઓ એ વાતથી વાકેફ નથી કે કોમ્પ્યુટરના આઈપી એડ્રેસ અને પાસવર્ડ હેક કરી શકાય છે.

આઈપી એડ્રેસ પણ ગુપ્ત નથી:- જ્યારે તમારું કોમ્પ્યુટર ઈન્ટરનેટ સાથે જોડાઈ ત્યારે યુઝરનું ગુપ્ત આઈપી એડ્રેસ આપવામાં આવે છે. પરંતુ, કોઈપણ કોમ્પ્યુટર પર સોફ્ટવેરની મદદથી સહેલાઈથી હેકિંગ કરી શકાય છે. કેટલીક વેબસાઈટો ઈમેલ મોકલનારની ટ્રેકિંગ ઈમેજ કોપી કરી આપે છે તો કેટલાંક સોફ્ટવેર મેલ કરનારાંનું લોકેશન, આઈપીએડ્રેસ અને ફોન નંબર જણાવી આપે છે. અંકિતના કહેવા પ્રમાણે, કોઈપણ વેબસાઈટને વિઝિટ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.

હેકિંગથી કેવી રીતે બચવું:-
1. ફાયર વોલ સોફ્ટવેરનો ઉપયોગ કરવો
2. એન્ટી-વાયરસને નિયમિત રીતે અપડેટ કરતાં રહેવું
3. એન્ટી સ્પાઈવેર સોફ્ટવેરનો ઉપયોગ કરવો
4. દર પંદર દિવસે ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવી તથા તેનો પાસવર્ડ બદલવો
5. પાસવર્ડ મજબુત રહે તે માટે તેમાં કરેક્ટર સિમ્બોલ અને ન્યૂમેરિકનો પણ ઉપયોગ કરવો
6. વાયરલેસ નેટવર્કમાં ડબલ્યુપીએ સિક્યોરિટી-2નો ઉપયોગ કરવો

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!