નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નરેન્દ્ર મોદીની સાથે પાક. પણ કરે છે આ ગુજરાતીનું સન્માન!

 
 
વાત એક એવા ગુજરાતીની છે જેમની જન્મ શતાબ્દિની ઉજવણીમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા એટલું જ નહીં પાકિસ્તાન સરકારે પણ તેમના માનમાં ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી હતી. આ ગુજરાતી છે વહોરા સમુદાયના ધાર્મિક નેતા સૈયદના સાહેબ. સુરતમાં જન્મેલા અને મુંબઈમાં સ્થાયી થયેલા સૈયદના સાહેબને તેમના 100મા જન્મ દિવસની ઉજવણી ગુજરાતમાં કરવા નરેન્દ્ર મોદીએ આમંત્રણ પાઠવ્યું હતું, જ્યારે પડોશી દેશ પાકિસ્તાનની સરકારે તેમની જન્મ શતાબ્દિ નિમિત્તે ખાસ સ્ટેમ્પ બહાર પાડ્યો હતો.

સૈયદના સાહેબની જન્મ શતાબ્દિ નિમિત્તે પાકિસ્તાને પાંચ લાખ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યા હતા. આ સ્ટેમ્પ પર ઉત્તર નઝીમબાદ સ્થિત બાબ-એ-હાતિમિની તસવીર છાપવામાં આવી છે. મુંબઈ સ્થિત મ્યુઝિયમમાં આ સ્ટેમ્પ મકવામાં આવશે. વહોરા સમુદાયના લોકો કોઈપણ કિંમત ચૂકવીને આ ટિકિટ ખરીદવા માટે ઉત્સુક છે.

સૈયદના સાહેબનો જન્મ જ્યાં થયો હતો એ સુરતમાં પણ વહોરા સમુદાયે સૈયદના સાહેબના માનમાં ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવા ભારત સરકારને અપીલ કરવાનો નિર્ણય કર્યો છે. સૈયદના સાહેબનો જન્મ સુરતમાં થયો હોવાથી તથા તેઓ ભારતીય નાગરિક હોવાથી સરકારે પણ પાકિસ્તાનની જેમ તેમના માનમાં ટિકિટ બહાર પાડવી જોઈએ. વહોરા સમાજ ટૂંક સમયમાં આ અંગે ભારત સરકારને અપીલ કરશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી