નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ખરેખર વાવની રાણી છે 'રાણીની વાવ'

ઢળતી સાંજના ઊતરતા તડકાનો પશ્વિમી ઉજાસ અને સવારના ઊગતા તાપના પૂર્વીય અજવાસ એમ બંને સમયે ‘રાણીની વાવ’ની આભા જરા જુદી જ લાગતી હતી. ૨૩’ -૫૧’ અક્ષાંસ ઉત્તરે અને ૭૨’-૧૧’ રેખાંશ પૂર્વે સ્થાપિત આ વાવ પાટણની પશ્વિમે-ઉત્તરે લગભગ ૨ કિ.મી.ના અંતરે છે.

પાટણ એટલે કે પ્રાચીન અણહીલવાડ અણહીલપુરના નામે પણ જાણીતું છે. સરસ્વતી નદીના તટે આવેલું અને ગુજરાતના મહેસાણાથી લગભગ ૫૭ કિ.મી. આવેલું આ ઐતિહાસિક શહેર ૬૦૦ વર્ષ પૂર્વે ગુજરાતનું પાટનગર કહેવાતું. લગભગ ૮મી સદીથી ૧૪મી સદી દરમિયાન રાણા ભીમદેવ તેમના પુત્ર કરણદેવ અને પૌત્ર સિદ્ધરાજ જયસિંહના આધિપત્ય સમયે અહીં મંદિર, મસ્જિદ, વાવ, તળાવ અને બીજી કેટલીક સમાધિ જેવા સ્થાપત્યની રચના થઇ, પરંતુ આ બધામાં ‘રાણીની વાવ’ એ સૌથી ભવ્ય અને અદ્ભુત રચના છે.

આ પગથિયાંવાળી વાવનું આખુંય સ્થાપત્ય હિંદુ ધર્મના મંદિરના સ્મારક સમું અનેક દેવ-દેવીઓની મૂર્તિઓથી સમૃદ્ધ છે. પગથિયાં ઊતરતા સામેની પશ્વિમ દિશાની દીવાલ પર સહસ્ત્રફણા નાગની શૈયા પર સૂતેલા વિષ્ણુની કોતરણીવાળો ગોખ આજે પણ એટલો જ જીવંત લાગે છે.

કલા-કારીગરીના ઉત્કૃષ્ટ નમૂના જેવી વાત ત્યારબાદ કેટલાય સમય સુધી જમીનની અંદર જ જાણે કે દટાઇ ગઇ. સમયના થપેડા સાથે સરસ્વતી નદીમાં આવતા પૂર અને સરકારની ઉપેક્ષાના લીધે આ વાવની કૃતિઓને નુકસાન પણ ઘણું પહોંચ્યું.

થોડી જાણકારી- રાણા ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ ૧૧મી સદી દરમિયાન આ વાવની રચના કરાવી.
- આ વાવના સાત માળની રચના અનેક આકર્ષક કોતરણીવાળા સ્તંભના ટેકાથી કરવામાં આવી છે.
- પૂર્વ-પશ્વિમ દિશાસ્થિત આ વાવના પશ્વિમ દિશા તરફ તેનો મુખ્ય ભાગ એટલે કે કૂવો છે તે ૬૪ મીટર લાંબો, ૨૦ મીટર પહોળો અને ૨૭ મીટર ઊંડો છે.
- વાવની દીવાલો પર મહિષાસુરમર્દિની, પાર્વતી અને અલગ અલગ શૈવ પ્રતિમા ઉપરાંત ભિન્ન - ભિન્ન મુદ્રામાં વિષ્ણુની પ્રતિમા, ભૈરવ, ગણેશ, સૂર્ય, કુબેર, લક્ષ્મીનારાયણ, અષ્ટદિકપાલ જેવી નારી પ્રતિમાઓનાં પણ અનેક મુદ્રામાં આલેખન છે.
- વાવના તમામ સ્તંભ તેની કુંભીથી થાંભલાના મુખ્ય ભાગે પણ જટિલ કહેવાય તેથી કોતરણીથી સુશોભિત છે.
 
 
 
 
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !