નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કેવું છે આજનું કાશી-બનારસ-વારાણસી?

 
 
છેલ્લા ત્રણ-ચાર દાયકામાં શહેરની આખી ભૂગોળ જ બદલાઈ ગઈ છે. ભૂગોળ જ કેમ, રહેણીકરણી, વિચારસરણી, બનારસવાસીઓનાં મૂલ્યો, ઈમારતોનું સ્થાપત્ય... આ બધું જ ધીરેધીરે બદલાતું ગયું અને પ્રાચીન શહેરની અંદર-બહાર એક નવું શહેર ઊગી નીકળ્યું છે.

કાશીની એક મુખ્ય ઓળખ એની સંસ્કૃતિ તથા સાંસ્કૃતિક પરંપરા થકી પણ છે. આ શહેર સદીઓથી પરંપરાગત પ્રકારની જીવનશૈલી અને ઉત્સવની સંસ્કૃતિ જીવતું આવ્યું છે.

શહેરની અંદર-બહાર ધીરે ધીરે ઊગતા કોઈ નવા શહેરને ઓળખવું સહેલું નથી હોતું અને જો એ શહેરનું નામ કાશી-બનારસ-વારાણસી હોય તો તો આ કામ ઘણું વધુ મુશ્કેલ બની જાય છે. કોઈ પણ પ્રાચીન નગરની અંદર કેટલાંય નગર વસતાં હોય છે. બનારસ જેટલું પ્રાચીન છે એટલું જ, કે કદાચ થોડું વધું, નવીન છે. એક ગ્લોબલ ટુરિસ્ટ સ્પોટ હોવાના કારણે સદીઓથી એ દુનિયાની નજરમાં રહ્યું છે, તો દુનિયા પણ બનારસની નજરમાં રહી છે.

ઉત્તરવાહિની ગંગાના કિનારે વસેલા આ અર્ધચંદ્રાકાર શહેરની અગણિત તસવીરો દેશ-વિદેશના લેખકો, ચિત્રકારો, ફિલ્મકારો, પ્રવાસીઓની નજરમાં, આલબમો અને સર્જનોમાં અનેકાનેકરૂપે સચવાયેલી છે. બનારસ આવતા લાખો પયટર્કોમાંના કેટલાયની આ બીજી, ત્રીજી કે કોણ જાણે કેટલામી મુલાકાત હોય છે. બનારસનો જાદુ એમને વારંવાર અહીં ખેંચી લાવે છે. કાશીના ઘાટ પર તમને એવા અનેક લોકો મળી આવશે, જેમને અહીંની મસ્ત જીવનશૈલી અને એની સંતોષભરી શાંતિ સતત આકર્ષતી રહે છે. અહીંની બેફિકર પણ સજીવ જિંદગીના ધબકારા એમના હૃદયના લય સાથે તાલ મેળવી ચૂક્યા હોય છે.

બનારસ એટલું પ્રાચીન છે કે ઈતિહાસનીય પેલે પાર છેક પુરાણોમાં એના છેડા મળે છે. કહેવાય છે કે સૃષ્ટિનો પ્રારંભ જ અહીંથી થયેલો. કથા એવી છે કે ભગવાન શિવ, દેવી પાર્વતી સાથે આકાશ માર્ગે વિચરણ કરતા હતા ત્યારે ગંગાના કિનારે ફેલાયેલાં વન અને સરોવરો જોઈને પાર્વતીએ અહીં જ વિશ્રામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અહીંના નાથ સ્વયં વિશ્વનાથ છે અને પ્રજાનું પાલન મા અન્નપૂર્ણા કરે છે, એ કેવળ આકસ્મિક નથી. કદાચ, એટલે જ એને શિવની નગરી પણ કહેવાઈ છે.

પુરાણો એમ પણ કહે છે કે કોઈક સમયે મહાભારત કાળના પ્રતાપી રાજા દિવોદાસની આ નગરી હતી. એનો પ્રતાપ કંઈક એવો હતો કે એણે નગરમાં બિરાજમાન શિવ સહિત તમામ દેવી-દેવતાઓને નગરની બહાર કરી દીધાં હતાં! હવે આ વાત માન્યામાં ન આવે, તો પણ આ પ્રાચીન કાશીના અવશેષ દર્શાવે છે કે ક્યારેક આ નગર અહીંથી ૨૦ કિલોમીટર દૂર ગોમતી અને ગંગાના સંગમ સ્થળ સુધી વિસ્તરેલું હતું. વિશેષજ્ઞોએ એનું પુરાતત્વીય ખોદકામ કરાવવાની રજૂઆત પણ કરેલી, પરંતુ સરકારી ઉપેક્ષાના કારણે આ કામ આગળ ન વધી શક્યું.

પુરાણોથી ઈતિહાસ તરફ આવીએ તો મોગલ અને અંગ્રેજ પહેલા અહીં ગહરવાર, કલચુરીવંશ તથા ગુપ્તોનું શાસન હતું. અહીં સારનાથમાં જ બુદ્ધે અહિંસા અને મઘ્યમ માર્ગનો સૌથી પહેલી વાર ઉપદેશ આપેલો. આદિ શંકરાચાર્ય અહીં જ અદ્વૈતનો ખરો મર્મ પામ્યા. અહીંથી જ કબીરે ધર્મ અને પાખંડને પડકારેલાં. કિનારામ, રામાનંદ, રવિદાસ, તુલસીદાસ... આ બધાની સાધનાનું અને કર્મનું સ્થળ કાશી જ હતું.

મનમોહન માલવિયાએ કાશી હિન્દુ વિશ્વવિધાલયની સ્થાપના કરીને વેદકાળથી ચાલી આવતી અભ્યાસ-સ્વાઘ્યાય-પાંડિત્ય-શિક્ષણની પરંપરાને વિસ્તારી. સંસ્કૃત ભાષા, વ્યાકરણ, વેદ કે પુરાણના કોઈ પણ વિદ્યાર્થી યા તો પંડિત પાસે કાશીમાં અભ્યાસનું પ્રમાણપત્ર ન હોય ત્યાં સુધી એમની યોગ્યતા અધૂરી ગણાતી. કાશી સેંકડો વર્ષોસુધી દેશઆખાને અનેક સમર્થ ગુરુઓ અને મેધાવી પંડિતો આપતું રહેલું.

હિન્દી ભાષાના મહાન સર્જકો ભારતેન્દુ, પ્રસાસ અને પ્રેમચંદની કર્મભૂમિ આ શહેર જ રહ્યું હતું. જગન્નાથ રત્નાકર, સ્વામી વિશુદ્ધાનંદ, મહાશય લાહિણી જેવા મહાનુભાવોની ગૂઢ સાધનાનું સાક્ષી પણ આ શહેર રહ્યું છે. મહર્ષિ સુશ્રુતે સદીઓ પૂર્વે વાંસની અણિદાર સળીઓથી સર્જરીના પ્રયોગ અહીં જ કરેલા. આધુનિક ભારતીય શાસ્ત્રીય સંગીતમાં જેમનું સૂર્યસમું સ્થાન છે એ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંએ અહીં જ શહેનાઈના સૂરો છેડી દુનિયાને ડોલાવેલી.

સ્વાતંત્ર્યસંગ્રામમાં સતત સક્રિય રહેલા આ શહેરે જ અંગ્રેજોને સૌથી પહેલો પડકાર ફેંકેલો. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામથી ૭૫ વર્ષ પહેલાં જ કાશીના નાગરિકોએ અંગ્રેજ સૈનિકોનો મુકાબલો કરેલો. વોરન હેસ્ટિંગ્સના આદેશથી સૈનિક અધિકારીઓ રાજા ચેતસિંહને ગિરફ્તાર કરવા શિવાલ સ્થિત કિલ્લામાં ગયા ત્યારે આ ઘટના બનેલી. આ અથડામણમાં ૨૦૦ સૈનિકોનાં મોત થયેલાં. ૧૭૮૧ની ૧૬ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન બનેલા આ ઘટનાક્રમમાં માર્યા ગયેલા અધિકારીઓની સ્મૃતિમાં અંગ્રેજ શાસને અહીં ઊભું કરેલું સ્મારક આજે પણ એની સાક્ષી પૂરે છે.

છેલ્લા ત્રણ-ચાર દાયકામાં શહેરની આખી ભૂગોળ જ બદલાઈ ગઈ છે. ભૂગોળ જ કેમ, રહેણીકરણી, વિચારસરણી, બનારસવાસીઓનાં મૂલ્યો, ઈમારતોનું સ્થાપત્ય... આ બધું જ ધીરેધીરે બદલતું ગયું અને પ્રાચીન શહેરની અંદર-બહાર ઊગતું ગયું એક નવું શહેર. આજે આ શહેરમાં એવી બહુ ઓછી ચીજો બચી છે, જે આત્મીયતા-નિકટતાનો ભાવ જગાડે. સતત ઊભા થતાં મોટાં મોટાં બિઝનેસ અને રેસિડેન્શિયલ કોમ્પ્લેકસીસ, એપાર્ટમેન્ટ્સ, થ્રી સ્ટાર-ફોર સ્ટાર- ફાઈવ સ્ટાર હોટલો, ફ્લાયઓવર, મોલ, મલ્ટિપ્લેકસ, મલ્ટિનેશનલ કંપનીઓનાં મોટાં મોટાં શો રૂમ, મેકડોનાલ્ડ્સ અને પિત્ઝા હટ... આ બધાંમાં એવું કંઈ જ નથી, જે જોઈને કોઈ સ્મૃતિ સળવળી ઊઠે કે કોઈ અનુબંધ અનુભવાય. ક્યારેક તીર્થ, શિક્ષણ-સંસ્કૃતિનું કેન્દ્ર તથા મોક્ષધામની ઓળખ બનીને જીવતી નગરી આજે અર્થધામ તરીકે ઓળખ મેળવી રહી છે.

દેશની આઝાદી સુધી પાકા મહેલો અને એમની બહાર વસેલા થોડા મહોલ્લાઓમાં સમાઈ જતું આ ગલીઓનું નગર પોતાનાં ત્રણે પ્રચલિત નામો - કાશી, બનારસ, વારાણસી - સાથે આજે એક મિનિ મેટ્રો બની ચૂક્યું છે. ચારે દિશામાં થયેલો આ વિસ્તાર સ્વાભાવિકપણે જ આસપાસનાં સેંકડો ગામ-વસ્તીઓને ગળી ગયો છે... તથા ગળી ગયો છે ત્યાંના પારંપરિક કૌશલ્ય અને હુન્નર. આમ તો બનારસ પહેલેથી જ પોતાનામાં એક લઘુ ભારત સમેટીને બેઠું છે. સદીઓથી અહીં દેશના લગભગ બધા પ્રાંતના લોકો વસે છે.

રામઘાટથી માંડીને હનુમાનઘાટ સુધી મરાઠીઓ અને દક્ષિણ ભારતીયો, કેદારઘાટથી અવધગર્બી સુધી મારવાડીઓ, ચૌખમ્બા, નંદન સાહૂ લેન, ગ્વાલદાસ લેન, ઠઠેરી બજારમાં ગુજરાતીઓ તથા ખાલિસપુરાથી માંડીને પાંડે હવેલી, સોનારપુરા સુધી બંગાળીઓ વસ્યા છે. પોતાની ધીમી ગતિ, અલમસ્ત જીવનશૈલી અને આખાબોલાપણાં માટે બદનામ શહેર હવે મેટ્રોપોલિટન સિટી બનવાના માર્ગે ઘણું આગળ વધી ચૂક્યું છે, દેશ અને દુનિયા સાથે કદમ મિલાવવા દોડી રહ્યું છે.

મેટ્રો શહેર અને વિકસિત નગરની મૂળભૂત સુવિધાઓ અને માળખું એની પાસે નથી એ વાત જુદી છે, પરંતુ એની પાસે સપનાં છે, પ્રબળ ઈચ્છા છે અને વહેલા-મોડા વિકાસ થશે એવો વિશ્વાસ પણ છે. અત્યારે તો શહેર વિકાસ અને માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત કરવાના નામ પર સતત ખોદાતી સડકો, અતિક્રમણ અને નવાં બાંધકામને લીધે સતત ટ્રાફિકજામ - માણસજામથી બેહાલ બની તરફડી રહ્યું છે. ગેરકાયદે બાંધકામમાં કોણ જાણે કેટલાં તળાવ-સરોવર ડૂબી ગયાં છે.

આ તળાવ-કુંડ એક સમયે બનારસની સમૃદ્ધ જળ-નિયોજન વ્યવસ્થાનો હિસ્સો હતાં. એનાથી આખું વર્ષ નહાવા-ધોવાનાં પાણીનો સંગ્રહ થઈ જતો. શહેરના સાંસ્કૃતિક જીવનમાં પણ એમની એક મુખ્ય ભૂમિકા હતી, જ્યાં અનેક તહેવારો પર મેળા ભરાતા, લગ્ન તથા જન્મ-મરણનાં અને સંસ્કારના પ્રસંગ પણ ત્યાં જ થતા. આજે થોડોક વરસાદ થતાં જ આખું શહેર જળબંબાકાર થઈ જાય છે. એક સમયે આ સરોવર-કુંડ ચોમાસામાં શહેરના જળ નિકાલ માટે સેફ્ટી વાલ્વનું કામ કરતાં હતાં. ૧૯મી સદીના આરંભમાં જેમ્સ પ્રિસેંપે તૈયાર કરેલી ગટર વ્યવસ્થા પણ શાસનની ઉપેક્ષા અને બેદરકારીને કારણે આજે બિનકાર્યક્ષમ જણાય છે.

કાશીની એક મુખ્ય ઓળખ એની સંસ્કૃતિ તથા સાંસ્કૃતિક પરંપરા થકી પણ છે. આ શહેર સદીઓથી પરંપરાગત પ્રકારની જીવનશૈલી અને ઉત્સવની સંસ્કૃતિ જીવતું આવ્યું છે. આ બધું હવે ધીરેધીરે ઓસરી રહ્યું છે. એની પાછળ સ્પષ્ટપણે બદલાતા સમયનો જ હાથ છે. સ્થિતિ હવે એવી છે કે કુસ્તી, નૌકાસ્પર્ધા વગેરે લુપ્ત થઈ રહ્યાં છે. અલબત્ત, એ આજે પણ વર્ષમાં એકવાર સરકાર આયોજિત ગંગા મહોત્સવમાં નૌકાસ્પર્ધા યોજાય જરૂર છે, પરંતુ એ વત્તે-ઓછે અંશે પ્રતીકાત્મક હોય છે.

ભગવાનનો પાડ કે ભરતમિલાપ, નાગનથૈયા, નૃસિંહલીલા અને રથયાત્રાના વિશાળ મેળા આજે પણ ભરાય છે. એમાં ય આમજનતાની હિસ્સેદારી ઘટી જ છે. રામલીલા પણ થાય છે, પરંતુ છેલ્લા બે દાયકામાં જે ભવ્યતા અને ગ્લેમર દુર્ગાપૂજા મંડપને મળ્યાં છે એ નવાઈ પમાડે છે. બંગાળની બહાર એકબીજાની સ્પર્ધા કરતા ભવ્ય પૂજામંડપ કદાચ અહીં જ જોવા મળે છે.

પારંપરિક તહેવારો એક તરફ પોતાનું આકર્ષણ ખોઈ રહ્યા છે, તો બીજી તરફ કડવા ચોથ અને ડાલા છઠ જેવાં પર્વ પોતાનાં મૂળિયાં જમાવી રહ્યાં છે. કેટલાક જૂના મેળાઓનો પ્રભાવ ભલેને ફીકો પડી રહ્યો હોય પણ કાર્તિક પૂર્ણિમા પર યોજાતી દેવદિવાળી તો નવો વૈભવ મેળવી રહી છે. પંચગંગા ઘાટથી માંડીને ૮૦ સુધીના ઘાટો પર સવા લાખ દીવા પ્રગટાવીને શિયાળાના સ્વાગતનું આ પર્વ આજે બનારસનું એક ગ્લોબલ બ્રાન્ડ બની ચૂકયું છે. એને માટે હોટલ-લોજ-ધર્મશાળાનું બુકગિં છ મહિના પહેલાંથી જ શરૂ થઈ જાય છે.

આ અલૌકિક દ્રશ્યનો આનંદ માણવા સહેલાણીઓ દુનિયાભરમાંથી ઊતરી આવે છે. આ એક દિવસના ઉત્સવનો વેપાર અંદાજે ૫૦ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. એ જ રીતે રોજ સાંજે થતી ગંગાઆરતીની આઘ્યાત્મિક આભા અને એનું બજાર કૂદકે ને ભૂસકે વધતું જાય છે. બદલતા સમયના પ્રવાહમાં એવું ઘણું છે, જે આજે બરયું નથી. રાજકીય-સાંસ્કૃતિક કાર્યકરો જ્યાં બેસીને દેશ-દુનિયાની ચર્ચા કરતા એ ટી રેસ્ટરાંની જગાએ આજે કોઈ ઝવેરાતની દુકાન ઝગમગતી રહી છે.

બે દાયકા પહેલા દેશના કોઈપણ ખૂણામાંથી વારાણસીની મુલાકાતે આવનાર લેખક, કળાકાર, પત્રકાર પહેલાં અહીં આવતા. સવારથી સાંજ સુધી અહીં ચર્ચાઓ-દલીલો થયા કરતી. આ સમૃદ્ધિ આજે આ શહેરના બૌદ્ધિકો પુષ્કળ મિસ કરે છે. કોમ્પ્લેકસ કલ્ચરનો સૌથી પહેલો શિકાર બન્યાં ઐતિહાસિક સિનેમાઘરો, કેમકે એ બધાં એકદમ મોકાની જગ્યાઓ પર હતાં અને વીડિયો પાઈરસીને કારણે માલિકોને ખોટનું બહાનું પણ મળી ગયું હતું. એ પછી વારો આવ્યો જૂની ઈમારતો અને બાગ-બગીચાનો. એમને પણ નવી સંસ્કૃતિ ગળી ગઈ.

એમનાં સ્થાને આજે વિશાળ એપાર્ટમેન્ટ અને વ્યાપારી સંકુલો ઊગી નીકળ્યાં છે. ત્યાં ડિઝાઈનર જવેલરી, બ્રાન્ડેડ કપડાં અને અત્યાધુનિક કારનાં આલિશાન શો રૂમ આવી ગયાં છે, તમામ પ્રકારના વોકેશનલ કોર્સ અને કોચિંગની મોટી મોટી દુકાનો પણ છે. આજે એવું લાગે છે કે આખું શહેર જ એક મોટા બજારમાં ફેરવાઈ ગયું છે. શું કોઈ વિશ્વાસ કરશે કે છેલ્લી ધનતેરસે આ બજારે ત્રણ અબજ રૂપિયાનો વેપાર કરેલો? એક સ્થાનિક દૈનિકના જણાવ્યા પ્રમાણે શહેરમાં ૫૦ કરોડ રૂપિયાનાં સોનાનાં આભૂષણ અને ૨૦ કરોડ રૂપિયાની ડાયમન્ડ જવેલરી ખરીદાઈ હતી.

વળી આ બધું ત્યારે થયું જ્યારે ગયે વર્ષે ગ્લોબલ મંદીના પ્રભાવમાં શહેરનાં કોર્પોરેટ ગૃહો અને બીજા વેપારઉધોગમાંથી કારીગરો-કર્મચારીઓની છટણી થયેલી. બનારસની કરોડરજજુ મનાતા સાડી અને વસ્ત્રઉધોગમાં મંદીના કારણે સતત ગુંજતું શ્રમ-સંગીત બેસૂરું બન્યું છે. હજારો વણકરો-કારીગરો સુરત, અમદાવાદ અને ચેન્નઈ શિફટ થઈ રહ્યા છે.

‘ચના ચબૈના ગંગ જલ જો પુરવે કરતાર, કાશી કબહૂં ન છાડિયે વિશ્વનાથ દરબાર’નો મિજાજ હવે ઢીલો પડી ગયો છે. તેથી જ શહેરના હજારો યુવાનો દેશ-દુનિયાનાં આઈટી હબ બનેલાં મહાનગરો તરફ દોડાદોડી કરતા રહે છે. ગઈ સદીની ઓળખ બનારસ ખોઈ ચૂક્યું છે. ૨૧મી સદીના બનારસે નવી ઓળખ મેળવી લીધી છે અને એ ઓળખ છે ગ્લોબલ ઉપભોકતા સંસ્કૃતિ અને ઝડપથી ફેલાતા એક વિશાળ બજારની.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી