નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચોમાસામાં વાળ વધારે ખરતાં હોય ત્યારે...

 
 
ચોમાસામાં મોટા ભાગની મહિલાઓને રોજેરોજ પોતાના ખરતા વાળની ચિંતા હેરાન કરે છે. ત્યારે જો થોડી સંભાળ રાખવામાં આવે તો વાળના કથળતા સ્વાસ્થ્યને સુધારી શકાય.

શુષ્ક હોવાથી વાળ ખરે એ તો જાણે સામાન્ય બાબત છે. ચોમાસામાં વાતાવરણમાં ભેજના લીધે મૂળ નબળા થઇ જવાથી વાળ ખરવા લાગે છે. સમસ્યા ત્યારે ઉત્પન્ન થાય છે, જ્યારે ખરતા વાળના પ્રમાણમાં નવા વાળ ઓછા આવે છે. જો તમને પણ ખરતા વાળની સમસ્યા સતાવતી હોય તો અહીં જણાવેલી બાબતો ધ્યાનમાં રાખો.

જો એક દિવસમાં તમારા ૫૦થી ૧૦૦ વાળ ખરતાં હોય, તો ગભરાવા કે ચિંતા કરવાના બદલે એ ધ્યાન આપો કે તમારા વાળ કેટલી ઝડપથી વધે છે. જો તમારા વાળ એક મહિનામાં દોઢ ઇંચ જેટલા વધતા હોય તો સમજી લો કે બધું બરાબર છે. ચિંતા કરવાની જરૂર નથી. જો આમ ન હોય તો તમારા વાળને યોગ્ય માવજતની જરૂર છે. વાળના છેડા ફાટી ન જાય તેનું ધ્યાન રાખો કેમ કે તેના લીધે વાળ સારી રીતે વધતાં નથી.

વાળ ધોવા માટે વધારે પડતા ગરમ પાણીનો ઉપયોગ ન કરો. ચોમાસામાં ભેજને લીધે વાળ કોરા થવામાં વધારે સમય લાગે છે તેથી બહાર જવાના થોડા સમય પહેલાં જ વાળ ધોઇ લો. બ્લો ડ્રાયરનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરો. નિયમિત બ્લો ડ્રાયરના ઉપયોગથી વાળ વધારે શુષ્ક અને નિસ્તેજ બની જાય છે. કાયમ તમારા જ કાંસકા, હેરબ્રશ, ટુવાલ અને હેલમેટનો ઉપયોગ કરો.

હેલમેટનો ઉપયોગ

જી હા, હેલમેટનો ખોટી રીતે ઉપયોગ પણ તમારા વાળ ખરવા માટે કારણભૂત બની શકે છે. બીજા વ્યક્તિની હેલમેટ પહેરવાથી એના માથાનો ચેપ તમારા માથામાં પણ લાગી શકે છે આથી આમ ન કરવું વધુ હિતાવહ છે. ઘણી વાર મહિલાઓ બહાર જવાની ઉતાવળને લીધે ભીના વાળ પર જ હેલમેટ પહેરી લે છે, જેની વાળ પર વપિરીત અસર થાય છે. જ્યારે હેલમેટ પહેરવાની ન હોય ત્યારે તેને લટકાવીને ન રાખો. આના લીધે તેમાં ધૂળ ભરાઇ જાય છે અને આવી હેલમેટથી વાળ ખરાબ થઇ શકે છે. હેલમેટને વારંવાર ધોઇ શકાતી ન હોવાથી તે પહેરતાં પહેલાં માથા પર દુપટ્ટો કે પાતળું કપડું બાંધો. આમ કરવાથી તેમાં રહેલો મેલ કે ધૂળ તમારા વાળને અસર નહીં કરે.

વાળનો દુશ્મન ખોડો

આજકાલ મોટા ભાગની મહિલાઓ ડેન્ડ્રફ એટલે કે ખોડાની સમસ્યાથી પરેશાન હોય છે. જો શરૂઆતમાં જ તેના પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં ન આવે, તો જોતજોતામાં આ સમસ્યા ફંગલ ઇન્ફેકશનનું રૂપ ધારણ કરી લે છે. તેના લીધે વાળ મૂળમાંથી ખરવા લાગે છે. જો તમારા વાળમાં ખોડો થયો હોય તો બીજાનું જોઇને કે તેમની સલાહ પ્રમાણે વાળમાં કંઇ લગાવવાને બદલે નિષ્ણાતની સલાહ લો. ખોડો થવા માટે પણ અનેક કારણ જવાબદાર હોય છે અને તે દૂર કરવા માટે માત્ર નિષ્ણાત જ યોગ્ય નિદાન કરી શકે છે. તકલીફને સમજયાવિચાર્યા વગર અપનાવેલા ઉપાયથી ક્યારેક મુશ્કેલી વધી જાય છે.

આજકાલ બ્યૂટિ પાર્લરમાં પણ ખોડો દૂર કરવા માટે ખાસ સ્પા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તમે તેનો પણ લાભ લઇ શકો છો. વાળને સ્ટીમ આપવાથી પણ સારું રહેશે. ખોડાથી છુટકારો મેળવવા માટે સતત એન્ટિ ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ પણ ન કરો કેમ કે તેનાથી વાળના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ શકે છે.

શેમ્પૂ અને કન્ડિશનર

વાળ સ્વસ્થ અને સારા રાખવામાં શેમ્પૂ અને કન્ડિશનર પણ મહત્વના છે. બજારમાં મળતા અનેક શેમ્પૂ અને કન્ડિશનરમાંથી તમારા વાળના પ્રકારને અનુરૂપ શેમ્પૂ અને કન્ડિશનર પસંદ કરો. યોગ્ય પસંદગી કરવા માટે તમે નિષ્ણાતની મદદ લઇ શકો છો. શેમ્પૂથી વાળ ધોતી વખતે વાળને સારી રીતે ભીના કરો. તાળવા (ક્રાઉન એરિયા)ના ભાગમાં વધારે શેમ્પૂ ન લગાવવું. કન્ડિશનિંગ કરતી વખતે પણ કન્ડિશનર માથાની ત્વચા પર ન લગાવવું. શેમ્પૂ અને કન્ડિશનર ધોતી વખતે વાળને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોવા જરૂરી છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી