નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બસ,આ એક વાત તમારા જીવનને હર્યુભર્યુ રાખશે

જિંદગીમાં સુખ અને દુખ તો આવ્યાં જ કરે છે.જો આપણને સતત દુખનાં રોદણાં રોઇએ તો ઇશ્વરની અમુલ્ય ભેંટને માણી શકીએ નહિ. આથી જ તો કહે છે ને કે દુખમા ડરશો નહિ,અને સુખમાં છકશો નહિ. તે જ રીતે દુખ દેનારી અને પીડા આપનારી સ્મૃતિઓને ભૂલી જવી તેમાં જ શાણપણ છે અને સારી વાતોને યાદ રાખવી તેમાં જ સમજદારી રહેલી છે. પરંતુ સારી બાબતોને જો યોગ્ય સમયે આચરણમાં ઉતારવામાં ન આવે તો તે બોજ બની જાય છે.

કેટલીક ઘટનાઓ જીવનમાં એવી ઘટે છે કે જો તેને ભૂલવામાં ન આવે તો તે આપણને માનસિક રીતે વિખેરી નાખે છે, પાડે છે અને એક ઘટના બીજી ઘણી વિપરીત ઘટનાઓને જન્મ આપે છે. આથી જ અપ્રિય પ્રસંગોને તરત ભૂલી જાવ. તેને સતત યાદ રાખનારો કે ચિંતા કરનારો શોકમાં જ ડૂબે છે. પ્રિય અને સુખદ સ્થિતિઓ સદુપયોગને માટે હોય છે.

આપણા શુભ કર્મોને સ્મૃતિમાં એક જગ્યાએ સ્ટોકની માફક રાખવા જોઇએ અને તેનો ઉપયોગ ભવિષ્યને માટે કરવો જોઇએ. ચાર રીતે પોતાના શુભ કર્મોનો બીજાને માટે ઉપયોગ કરી શકાય. પોતાનાથી નાની ઉંમરના લોકો સાથે શુભ કર્મોને જોડો જેથી પ્રેમ વધશે, બીજું પોતાના મિત્ર, પતિ-પત્ની સાથે શુભ કર્મ જોડાય ત્યારે પણ પ્રેમનું રૂપ ધારણ કરે છે.

ત્રીજું પોતાનાથી મોટા એટલે કે માતા-પિતા, ગુરુ તથા વૃદ્ધો પ્રત્યે જોડાયેલાં શુભ કર્મો શ્રદ્ધાનું સ્વરૂપ લે છે અને જેવા આપણાં શુભ કર્મો ચોથા ચરણમાં પરમાત્મા સાથે જોડાય છે ત્યારે તેને ભક્તિ કહે છે. આથી જ અશુભ, અપ્રિય અને અયોગ્ય ઘટનાઓને ભૂલી જઇને શુભ પ્રસંગોને યાદ રાખો તેમજ તેનો આ ચાર ચરણોમાં સદુપયોગ કરો. જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર થાય છે

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી