નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આખી દુનિયા આ માણસને ‘જીવતા કંકાલ’ના નામે ઓળખે છે!

 
બાળપણમાં તે એકદમ સામાન્ય બાળક જેવો જ હતો

ઈસાકનું વજન અચાનક જ દિવસો દિવસ ઘટવા લાગ્યું હતું

તે જોવામાં એકદમ કંકાલ જેવો જ હતો. પોતાના સમયમાં તે ખાસ્સો જાણીતો હતો. લોકો તેને શોમાં જોવા માટે આવતા હતા. તેનું નામ હતું ઈસાક ડબલ્યુ સ્પ્રેગ. ઈસાકનો જન્મ 21 મે, 1841ના રોજ અમેરિકાના મેસાચ્યુએટ્સમાં થયો હતો. બાળપણમાં તે એકદમ સામાન્ય બાળક જેવો જ હતો, પરંતુ અચાનક તે પોતાનું વજન ગુમાવવા લાગ્યો. તેના માતા પિતાને ચિંતા થઈ. તેમણે ઈસાકને ભારે કામ કરવાની ના પાડી દીધી, પરંતુ તેનું વજન સતત ઘટતું જ રહ્યું હતું. તેને સારામાં સારા ડોક્ટરો પાસે બતાવડાવ્યું, પણ કોઈ લાભ મળ્યો નહીં.

પિતાએ તેને પોતાની સાથે કામ પર રાખી લીધો. આ રીતે ઈસાક કોઇને કોઈ કામ કરતો રહ્યો. 1865માં એક શો પ્રોમોટરની નજર તેના પર પડી. તેણે ઈશાકને શો કરવાની ઓફર આપી. ઈસાકે અનુભવ્યું કે તેના શરીરનું આ રૂપ તેને પૈસા અપાવી શકે તેમ હતું. તેણે એક શો ગ્રુપ જોઈન કરી લીધું. શોમાં તેનું નામ હતું, ‘જીવતો કંકાલ’. ખૂબ ઝડપથી તે જાણીતો બની ગયો. તેના પછી તેને બારનમ મ્યુઝિયમમાં કામ કરવાની ઓફર મળી. ત્યાં તેનું વેતન પણ સારુ હતું. મ્યુઝિયમમાં આગ લાગવાના કારણે તે મરતા મરતા બચી ગયો. 1868માં તેણે નોકરી છોડી દીધી.

આ પછી મિસ તામૂર મૂર સાથે તેણે લગ્ન કરી લીઝા અને 3 બાળકોનો બાપ બન્યો. પૈસાની તંગીના કારણે તેણે ફરીથી બારનમ મ્યુઝિયમ જોઇન કર્યું. તેને જુગારની લત લાગી ગઈ હતી. 3 જાન્યુઆરી, 1887ના રોજ અત્યંત ગરીબી અને ભૂખમરાના કારણે તેનું મોત નીપજ્યું.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !