નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ખભાના દુખાવામાં રાહત આપતી અસરકારક ટિપ્સ

 
કામના લાંબા કલાકો અને ભાગદોડ ભર્યા જીવનને કારણે શરીરના અમુક ભાગોમાં દુખાવો સામાન્ય બની ગયો છે. તેમા ખાસ કરીને ખભાનો દુખાવો. કામના દબાણ અને વધતી જવાબદારીઓને કારણે તણાવ અને દુખાવામાં પરિણમે છે. ખભાના સાંધાના દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો વધતો જાય ત્યારે નીચે આપેલી અમુક ટિપ્સને અનુસરવી.

- સૂવાનો પોશ્ચર: જ્યારે તમે બાજુ પર એટલે કે પડઘુ ફેરવીને સૂઓ ત્યારે જ તકિયો રાખો. તમારુ માથું અને શરીર એક જ સ્તર પર હોવા જોઈએ ખાસ કરીને સૂતી વખતે. પીઠ પર સૂતી વખતે તકિયો રાખીને સૂવાથી ઘણા લોકોને ગરદન અને પીઠનો દુખાવો થઈ જાય છે.

- બેસવાનો પોશ્ચર: જ્યારે ખુરશીમાં બેસો ત્યારે તમારા ઉપરના શરીરને યોગ્ય રીતે રાખીને બેસવાની ટેવ પાડો. પીઠ ટટ્ટાર પણ હળવી રાખીને બેસો જેથી કમ્પ્યૂટરમાં જોવા માટે તમારે માથું આગળ ન લાવવું પડે. તમે ઈચ્છો તો ખોળામાં એક તકિયો કે ગાદી રાખી શકો છો.

- મસાજ: ખભાનો જે ભાગ દુખતો હોય તેના પર મસાજ કરો. મસાજ કરવાથી શરીરના તે ચોક્કસ ભાગમાં ગરમી થાય છે અને રક્ત પરિભ્રમણ વધે છે અને દુખાવો ઓછો થાય છે.

- કસરત: શરીરના સ્નાયુઓ ખેંચવાની કસરત પીઠ અને ખભાના દુખાવામાં રાહત આપે છે. આ કસરતને ધીરે ધીરે અને અસરકારક રીતે કરવાની હોય છે જેથી દુખાવો ઘટવાને બદલે વધી ન જાય.

- તબીબી સારવાર: આ ઉપર જણાવેલો કોઈ ઉપાય અસર ન કરે તો વધારે સમય ન બગાડતા તમારે તમારા ડોક્ટરની સલાહ અને સારવાર લેવી જોઈએ. મોડું કરવાથી દુખાવો તો વધશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી