મધ્યપ્રદેશના બહુચર્ચીત શેહલા મસૂદ હત્યાકાંડમાં એક મહિલા આર્કિટેક્ટ સહિત ત્રણ શખ્સોની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાથે જ તેના પતિ સહિત ત્રણની પૂછપરછ કરવા માટે અટકાયત કરવામાં આવી છે. આ તમામને બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
-પ્રોપર્ટી, પૈસા અને સેક્સના કોકટેલે લીધો શેહલાનો જીવ -શેહલા-પતિના આડા સંબંધોના પગલે ઝાહિદાએ બહેનપણીની કરાવી હત્યાસીબીઆઈના દાવા પ્રમાણે આ કેસનું કોકડું ઉકેલાઈ ગયું છે. પ્રવક્તા ધારિણી મિશ્રાના કહેવા પ્રમાણે, જાહિદાએ શેહલાની હત્યા માટે ઉત્તર પ્રદેશથી શૂટર્સ મંગાવ્યા હતા. શેહલા અને પતિ વચ્ચેના કથિત આડા સંબંધોના પગલે ઝાહિદાએ તેણીની હત્યા કરાવી હતી
સીબીઆઈએ ભોપાલ સ્થિત ઝાહિદાના એમપી નગર સ્થિત નિવાસસ્થાનને સીબીઆઈ દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. જેમાંથી કેટલાક અગત્યના દસ્તાવેજ પણ સીબીઆઈને મળ્યા હતા. કાનપુરના એસપી ક્રાઈમ અશફાક અહમદના કહેવા પ્રમાણે, જાહિદાના પતિ અસદ સહિત બે અન્યની અટકાયત પણ કરવામાં આવી છે અસદ બે પેટ્રોલ પમ્પનો માલિક પણ છે. પોલીસ દ્વારા કાનપુરના શૂટર્સ અને ઝાહિદાની વચ્ચે કડી બનનારા લોકોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
રૂ. ત્રણ લાખની સોપારી આપી
ઈરફાન અલી હિટમેન ત્રણ લાખ રૂપિયા કાનપુર
કાનપુરમાંથી ઈરફાન અલી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેણે મસૂદની કથિત રીતે હત્યા કરી હતી. ઈરફાનના કહેવા પ્રમાણે બધો પ્લાન નક્કી હતો. તેઓ માત્ર કઠપૂતળી હતા. આ હત્યા કરવા માટે તેને રૂપિયા ત્રણ લાખની ચૂકવણી કરવામાં આવી હતી.
પરીવારજનોને સીબીઆઈએ રાખ્યા અંધારામાં
શેહલા મસૂદના પિતા સુલતાન મસુદના કહેવા પ્રમાણે તેઓ ઝાહિદા પરવેઝ નામની કોઈ યુવતિને ઓળખતા નથી આમ છતાં તેમણે ઉપરવાળાનો આભાર માન્યો હતો કે, તેમની દિકરીના હત્યારાઓ ઝડપાઈ ગયા હતા. જો કે, સુલાતના મસુદના કહેવા પ્રમાણે, સીબીઆઈએ તપાસની કોઈ માહિતી તેમને આપી ન હતી. માત્ર અખબારો અને ટેલિવિઝનના માધ્યમથી જ તેમને માહિતી મળી હતી કે, શેહલાના હત્યારા ઝડપાઈ ગયા હતા.

(ઝાહિદાના ફેસબુક એકાઉન્ટ પરથી લેવામાં આવેલી તસવીર).
Comments
Post a Comment