પાકુડ. એક બાજુ સરકાર જ્યાં લુપ્ત થઈ રહેલી આદિવાસી જનજાતિને મુખ્ય ધારા સાથે જોડવા પ્રતિવર્ષ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહીં છે, ત્યાંજ કઇંક એવી સામાજીક માન્યતાઓ આ જ રસ્તે આજે પણ અવરોધ બનીને ઊભી છે. દુરદુરના પહાડોમાં રહેનારા આ લોકોમાં વિવાહ અને ભોજન માટે અનોખી પરંપરા છે, જે તેઓને સામાજીક માન્યતા પ્રદાન કરે છે.
- પુરૂષ તેમજ મહિલા લગ્ન કર્યા વીના જ વર્ષો સુધી એક બીજાની સાથે રહે છે
- રીતિ-રિવાજો પ્રમાણે ભોજનમાં ઓછામાં ઓછું ભાત અને હડિયા દારૂ જરૂરી છે
- તેમની વચ્ચે તાલમેલ નથી બેસતો તો આ લોકો એક બીજાથી અલગ પણ થઈ જાય છે
- આ મહિલાઓને અન્ય મહિલાઓની જેમ જ સિંદૂર નહીં લગાવી શકવાનું દુઃખ તો છે જ
શુ છે માન્યતા? અહીંના સમાજમાં પુરૂષ તેમજ મહિલા લગ્ન કર્યા વીના જ વર્ષો સુધી એક બીજાની સાથે રહે છે, આ દરમિયાન તેમના બાળકો પણ થાય છે. સામાજીક ભોજન વીના મહિલાઓ ના તો સિંદૂર લગાવે છે, કે ના તો તેઓને વૈવાહિક માન્યતા મળે છે.
હાંશિયામાં મુકાઈ ગયેલા અને ગરીબીનો ડંખ સહન કરી રહેલા આ પરિવારો દ્વારા ભોજન નહીં આપી શકવાની સ્થિતિમાં જીવનના અંતિમ સમયમાં ભોજન આપવાના કારણે વૈવાહિક માન્યતા મળી શકે છે.
રીતિ-રિવાજો પ્રમાણે ભોજનમાં ઓછામાં ઓછું ભાત અને હડિયા દારૂ જરૂરી છે. પરંપરા પ્રમાણે વિવાહ અગાઉ આ લોકો પરસ્પરનો તાલમેલ બેલાડવા એક બીજાની સાથે જ રહે છે. જો કોઈ કારણે તેમની વચ્ચે તાલમેલ નથી બેસતો તો આ લોકો એક બીજાથી અલગ પણ થઈ જાય છે અને ફરીથી તે જ વીધિ પ્રમાણે નવા પાત્રને પસંદ કરે છે.
ભોજન પછી મહિલાઓ લગાવે છે સિંદૂર: પાકુડથી લઈ અમડાપાડાના પહાડી બહુલ સિંગારસી ગામની સુરજી પહાડિયન, કમલી પહાડિયન સહિત જાણે કેટલીય મહિલાઓ છે જે કેટલાય વર્ષોથી પોતાના પતિ સાથે રહે છે, પરતુ ભોજન નહીં કરાવી શકવાથી સમાજે તેમને વૈવાહિક દરજ્જો નથી આપ્યો.
આ મહિલાઓને અન્ય મહિલાઓની જેમ જ સિંદૂર નહીં લગાવી શકવાનું દુઃખ તો છે જ, સાથે પુરૂષોને પણ એવો ડર રહ્યાં કરે છે કે ક્યાંક વૈવાહિક માન્યતા ન હોવાથી કોઈ તેમની જીવન સંગિનિના માથે અન્ય પુરૂષનો થપ્પો ન લગાવી દે.
સેવાનિવૃત સૈનિકે બીડુ ઝડપ્યું: સદિયોથી ચાલી આવતી આ પહાડી મહિલાઓની પરંપરાને સામાજિક માન્યતા અપાવાનું બીડુ એક પૂર્વ સૈનિકે ઝડપ્યું છે. પાકુડના પુર્વ સૈનિક વિશ્વનાથ ભગત પોતે સેવી સંસ્થા સેવા ભારતીના સૌજન્યથી પાછલા બે વર્ષમાં લગભગ ચાર જોડાઓના સામૂહિક વિવાહ તેમજ ભોજન કરાવી ચુક્યા છે. આ વિવાહમાં ડઝનબંધ એવા જોડા એવા મળી રહે છે જેઓ બાળકોના માતા-પિતા હોય છે.
ખુલ્લો છે સરકારી ખજાનોઃ જિલ્લાના કુલ દસ હજારથી વધારે પહાડીઓ માટે સરકાર તરફથી કેટલીય કલ્યાણકારી યોજનાઓ ચલાવાઈ રહીં છે. સરકાર દ્વારા તેમના માટે પ્રત્યેક મહિને મફત 35 કિલો અનાજ આપવામાં આવે છે, જ્યારે તેમના બાળકોને નિઃશુલ્ક શિક્ષા સાથે છાત્રાલયો પણ ખોલવામાં આવ્યાં છે. દસમું પાસ પહાડી યુવકોને ડાયરેક્ટ પ્લેસમેન્ટ, મફત સ્વાસ્થ સુવિધાઓ આપવા માટે કેટલીય યોજનાઓ પણ ચાલી રહીં છે.
Comments
Post a Comment