નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બાળકોના મિત્રો પણ છે મહત્વનાં

 
બાળકો જેમ જેમ મોટા થતાં જાય, તેમ તેમ મિત્રો સાથે સમય પસાર કરવાનું વધારે પસંદ કરે છે. એક અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે કે બે વર્ષના બાળકો પોતાના મિત્રો સાથે આખા દિવસનો દસ ટકા સમય વીતાવે છે, ચાર વર્ષના બાળકો વીસ ટકા અને સાતથી અગિયાર વર્ષના બાળકો ૪૦ ટકા સમય મિત્રો સાથે વીતાવવાનું પસંદ કરે છે.

જે બાળકો મિત્રો સાથે હળીમળીને રહેતાં હોય તેમનું વર્તન હકારાત્મક હોય છે. તેમનામાં નકારાત્મક ભાવ ઓછો જોવા મળે છે. બાળકોના મિત્રો તેમના માટે સારું અને સહજ વાતાવરણ ઊભું કરે છે, જ્યાં સંતાન સહજતા અનુભવે છે અને સહયોગ તથા નેતૃત્વના ગુણો શીખે છે. જે બાળકો મિત્રવર્તુળમાં પસંદ કરવામાં આવે છે, તેઓ સામાજિક અને નૈતિક સમજદારી ધરાવતાં હોય છે. તેઓ સમાજમાં સારી રીતે રહી શકે છે.

બાળકો માટે મિત્રો કેમ મહત્વપૂર્ણ છે?
નિષ્ણાતોના મતાનુસાર, બાળકોના સવાઁગી વિકાસમાં બાળકોના મિત્રો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે બાળકોના મિત્રો સારા હોય એ ખૂબ જરૂરી છે કેમ કે મિત્રો જેવા હશે એવું બાળક બનશે. નાના બાળકો પોતાના મિત્રોને પોતાના જેવા બનાવવા ઇચ્છે છે અને તેના લીધે કેટલીક વાર તમારું ભલુંભોળું બાળક જાણ્યે-અજાણ્યે મિત્રો જેવું બનતું જાય છે.

એ વાત તો સર્વવિદિત છે કે મોટા માણસોનો પ્રભાવ વધારે પડતો હોય છે. આથી જો તમે તમારા બાળકને સારું, સંસ્કારી અને સમજદાર બનાવવા ઇચ્છતાં હો, તો બાળકને એ સમજાવો કે તેમના મિત્રો કેવા હોવા જોઇએ? એવા બાળકોથી તમારા સંતાનને દૂર રાખો જેમની બાળક પર ખરાબ અસર થઇ શકે એમ હોય.

આમ કરીને તમે તમારા બાળકને કુસંગતમાં આગળ વધતાં અટકાવી શકો છો, તેમને સારા-ખોટાની સમજણ આપી શકો છો. બાળકને ‘એ જેવું છે, સારું છે’ એમ કહીને એના આત્મવિશ્વાસમાં વધારો કરી શકો છો. બાળક સાથે તમારા સંબંધ પણ મિત્ર જેવા રાખો જેથી એ પોતાની કોઇ પણ વાત તમને વિનાસંકોચે જણાવી શકે. તેમને શિસ્તમાં રહેતાં અને વડીલો તથા શિક્ષકોને માન આપતાં શીખવો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી