નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ મોબાઇલ કંપનીએ ભારતમાં બંધ કરી પોતાની સર્વિસ!

- 2જી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ એતિસલાતે ભારતમાંથી પોતાનો વેપાર સમેટી લીધો
- કંપનીના ભારતમાં 17 લાખ ગ્રાહકો
- દેશમાં 15 સર્કલોમાં પોતાની સર્વિસ, તેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, પંજાબ, કર્ણાટક, કેરલ અને મહારાષ્ટ્ર સામેલદેશમાં આ કંપનીના 17 લાખ ગ્રાહકોને જબરજસ્ત ઝાટકો લાગ્યો છે. કારણ કે આ વિદેશી કંપનીએ ભારતમાંથી પોતાના બિલ્ત્રા પોટલા સમેટી લીધા છે. અમે વાત કરી રહ્યા છીએ અરબ અમીરાતની એતિસલાત કંપનીની. 2જી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ એતિસલાતે ભારતમાંથી પોતાનો વેપાર બંધ કરવાની જાહેરાત કરી દીધી છે.

કંપનીના ભારતમાં 17 લાખ ગ્રાહકો છે. 2જી સ્પેક્ટ્રમ મામલામાં સુપ્રીમ કોર્ટે 122 લાઇસન્સ રદ કર્યા હતા. એતિસલાતનો એતિસલાત ડીબીમાં 45 ટકા હિસ્સો હતો. તમને જણાવી દઇએ કે આ મામલાથી અસર પામેલી અન્ય એક કંપની બહેરીન ટેલિકોમે પણ એસ ટેલમાં પોતાનો 42.7 ટકા હિસ્સો વેચીને ભારતમાંથી પોતાનો વેપાર બંધ કરી દીધો છે.

એતિસલાત ડીબી કંપની દેશભરના 15 સર્કલોમાં પોતાની સર્વિસ આપી રહ્યું હતું. તેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, પંજાબ, કર્ણાટક, કેરલ અને મહારાષ્ટ્ર સામેલ છે.


Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !