નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

માતા-પિતાએ પાડેલી ટેવ, બાળકો માટે કુટેવ

 
 
નાનકડો આલોક મોબાઇલમાં ગેમ રમતો હતો. એ જોઇને નલિનીને નવાઇ લાગી. એણે પોતાની બહેનપણી સીમાને પૂછ્યું, તો સીમાએ જવાબ આપ્યો, ‘અરે જો ને, ક્યારનો જીદ કરે છે કે બહાર રમવા જવું છે. હવે આવા વરસાદમાં એને રમવા ક્યાં મોકલું? એટલે મોબાઇલ આપી દીધો કે એમાં ગેમ રમ્યા કરે.’ નલિની જ નહીં, ઘણા માતાપિતા આ રીતે બાળક સાથે વર્તતા હોય છે. બાળકો તેમનું કહ્યું ન માને અથવા કંઇ જીદ કરે ત્યારે સામાન્ય રીતે તેમને પોતાનો મોબાઇલ, કોમ્પ્યૂટર અથવા લેપટોપ આપતાં પણ અચકાતા નથી.

તેમના મતે જો બાળક તેમની વાત ન માને, તો તેઓ પરાણે તેમને મનાવી શકતા નથી. આ કારણસર તેમને મનાવવા માટે જાતજાતના પ્રલોભન આપવા પડે છે. આની બાળમાનસ અને તેના વિકાસ પર થતી વિપરીત અસરનો ખ્યાલ જ્યારે બાળકને આવા સાધનોની આદત પડી જાય છે અને તેના વિના ચાલે જ નહીં એવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આવે છે.

મમ્મી બહાર રમવા જવાની ના કહે અથવા પપ્પા કંઇ વસ્તુ ન લાવી આપે ત્યારે બાળકો લેપટોપ અથવા મોબાઇલમાં ગેમ રમીને ચલાવી લે છે. બાળકોની દ્રષ્ટિએ વિચારીએ તો સમય પસાર કરવા માટે કંઇક તો કરવું જ પડે, ત્યારે મોબાઇલ અને લેપટોપ હોય તો વાંધો નહીં. કેટલીક વાર બાળકને બહાર ફરવા લઇ જવાનો માતાપિતા પાસે સમય નથી હોતો.

એવામાં ઘણા માબાપ વિચારે છે કે આ સ્થિતિમાં જો થોડા સમય માટે મોબાઇલ કે લેપટોપ આપીએ તો વાંધો નહીં. ક્યારેક બાળકની જીદ પૂરી ન થાય ત્યારે એ રડારોળ અને કજિયો કરવા લાગે છે, ત્યારે એને શાંત રાખવા માટે માતાપિતા મોબાઇલ આપી દે છે. જેથી તે મોબાઇલમાં ગેમ રમવામાં મશગૂલ થઇ જાય અને સમય વીતી જાય.

મનોચિકિત્સકોના મતે, માતાપિતાને પોતાના બાળકોને સાચવતાં આવડવું જોઇએ. બાળક બહાર જવાની, રમવા જવાની કે કંઇક લઇ આપવાની જીદ કરે. એ જીદ પૂરી ન થઇ શકે એમ હોય ત્યારે તેમને આવા સાધનો આપી દેવાની ટેવ ખોટી છે. આવા સાધનોના ઉપયોગથી તેમને આદત પડી જાય છે અને પછી જો તેમને તે ન આપવામાં આવે તો પણ તેઓ તોફાન અને રડારોળ મચાવી દે છે. વળી, ક્યારેક વડીલોની ગેરહાજરીનો લાભ લઇને બાળકો જુદી જુદી સાઇટ પણ જુએ છે, જે તેમને જોવાલાયક હોતી નથી.

બાળક જ્યારે જીદે ચડે ત્યારે એને પ્રેમથી સમજાવીને પોતાની વાત મનાવવી જોઇએ. વળી, એને એવા કામ કરવા માટે પ્રેરિત કરવા જોઇએ જેનાથી એમનામાં રહેલી પ્રતિભા નિખરે. માતાપિતાએ એ ધ્યાન રાખવું જોઇએ કે બાળકમાં સારી ટેવ વિકસે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!