નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઘટાડેલા વજનનું કેવી રીતે કરશો જતન...!

 
 
ઘણા લોકોને આપણે વાતો કરતાં સાંભળીએ છીએ કે મેં ૧૦ કિલો વજન ઘટાડ્યું હતું, પરંતુ પછી ૪-૬ મહિનામાં ૧૨ કિલો વજન વધી ગયું. વારે-વારે વજન વધારવું-ઘટાડવું શરીર માટે હિતાવહ નથી. તે છેવટે શરીરને નુકસાન કરે છે. વજન ઘટાડતી વખતે એટલું ધ્યાન રાખો કે ઘટાડેલું વજન ગમે તે થાય પણ વધવું જોઇએ નહીં. તમે ભલે આખા વર્ષમાં ૫-૬ કિલો વજન ઊતારો, પણ જે વજન ઘટાડો તે પાછું વધશે નહીં તેવો દ્રઢ સંકલ્પ કરો.

ઘટેલું વજન ફરીથી વધી જવાના મોટા ભાગના દાખલામાં વ્યક્તિની ઇચ્છાશક્તિનો અભાવ જોવા મળે છે. જ્યારે વજન ઘટાડવાનો પ્રોગ્રામ હાથમાં લઇએ ત્યારે ખૂબ જ ઉત્સાહ હોય છે, પરંતુ થોડા જ સમયમાં ઉત્સાહ ઓસરી જાય છે. આહારનિયંત્રણના નિયમો બાજુએ હડસેલાઇ જાય છે પરિણામે ફરીથી વજન વધવાનું શરૂ થઇ જાય છે. હજી પણ લોકોને શું ખાવું અને શું નહીં એનું જ્ઞાન જ નથી. આજનો દિવસ ખાઇ લઇએ અને કાલથી નહીં ખાઇએ એવું કહીને કાલ ક્યારેય આવે નહીં અને શરીરનું ધ્યાન રખાય નહીં એવી સ્થિતિ થાય છે. ઘટેલા વજનને જાળવવા આટલું કરો.

૧-ડાયટ કરીને જે વજન ઘટાડો પછી પાછું ધીમે ધીમે થોડું ખાવાનું શરૂ કરો. ખાંડ લેવાની બિલકુલ બંધ કરી હોય તો દિવસની બે ચમચી જેટલી ખાંડ શરૂ કરો. અઠવાડિયામાં એકાદ વખત તળેલું, ગળ્યું વગેરે માપસર ખાવ. જેથી કરીને એકદમ વજન વધી ન જાય અને ઊતરેલું વજન જળવાયેલું રહે.

૨- વજન ઘટ્યા પછી વજન જળવાઇ રહે છે તેની ખાતરી કરવા અઠવાડિયામાં એક વખત વજન કરવું અનિવાર્ય છે. દરેક વખતે દિવસના એક જ સમયે (સવારે કશુંયે ખાધા-પીધા વગર) એક જ પ્રકારના કપડાં પહેરીને વજન કરો. વજનનો કાંટો એક જ હોય તે જરૂરી છે. બને તો આગલી રાતે એક જ પ્રકારનો હળવો ખોરાક લેવો જરૂરી છે. દિવસ દરમિયાન વજનમાં બે-ત્રણ પાઉન્ડ વધઘટ થઇ શકે છે તેથી દરેક વખતે એક જ સમયે વજન કરવું અને તે નોંધવું.

૩- મનને સંતુલિત રાખવાનો પ્રયત્ન કરવો. દરરોજ ૨૦ મિનિટનું ધ્યાન કરી મન મકકમ કરો કે ઊતારેલું વજન વધારવું નથી.

૪- ગમે તેટલા ગુસ્સે થાવ, ડિપ્રેશન આવે, મૂંઝવણ હોય પરંતુ ભાવનાઓનો ઉકેલ ખોરાકથી લાવવા પ્રયત્ન કરવો નહીં.

૫- અઠવાડિયામાં એક વખત એક ટાઇમ સંપૂર્ણ સમતોલ ખોરાક અને સાંજે ફળ અને દૂધ લઇને ઉતારેલું વજન જાળવી રાખો.

૬- કોરા નાસ્તા જેવા કે ખાખરા, મમરા, બિસ્કિટ બને ત્યાં સુધી લેવા નહીં. તેનાથી પેટ ભરાતું નથી.

૭- ખોરાકમાં ફળફળાદિનો ઉપયોગ ખૂબ રાખો. પાણી ખૂબ પીઓ જેથી ખોટી ભૂખ નહીં લાગે.

૮- ઘટાડેલા વજનને જાળવવા કસરત કરો. એથી ચયાપચયની ક્રિયા સુધરે છે અને વજન વધતું નથી.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!