નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આવા ચમકતા ડાયનાસોર તમે ક્યાંય જોયા છે?

આ તસવીરો આજના સમયમાં ડાયનાસોરને જીવંત બનાવી દે છે

ડાયનાસોર ભલે સાડા 6 કરોડ વર્ષ પહેલા ખતમ થઈ ગયા હોય, તેમ છતાં એક કલાકારે માત્ર ટોર્ચ અને લોન્ગ એક્સપોઝર ફોટોગ્રાફીના આધારે તેમને ફરી વખત જીવતા કરી બતાવ્યા છે, અમેરિકાના લોસ એન્જલસમાં રહેતા ડેરેન પીઅર્સને આ સુંદર સ્કેલેટન બનાવ્યા છે.

એક સિંગલ તસવીરમાં તેઓ આટલુ બધુ કઈ રીતે સમાવી દે છે, તે ખરેખર આશ્ચર્યની વાત છે. 2007માં ડેરેનને ફોટોગ્રાફીનો શોખ લાગ્યો હતો અને 2008થી તેઓ લાઇટ ફોટોગ્રાફી કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે જોન મિલી નામના કલાકારની એક આવી જ તસવીર પિકાસો ડ્રોઝ અ સેન્ટર જોયા પછી તેમને આ ચસ્કો લાગ્યો હતો.

ડેરેન જણાવે છે તે આ કળા માટેનું સૌથી અઘરૂ કામ જગ્યા શોધવાનું છે. તેને અંધારાવાળી જગ્યા શોધવાની હોય છે. લોસ એન્જલસમાં તેના માટે ખાસ્સુ દૂર જવુ પડે છે. ડેરેન અને તેમની કળા વિશે વધારે જાણકારી તેમની વેબસાઇટ પર મળે છે.
 
 
 
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી