નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમુક લોકોને કેમ વારંવાર નિષ્ફળતા મળે છે?

 
 
જહોન મેકસવેલ એક જાણીતા ચિંતક છે અને એમનું પુસ્તક ‘ફેઇલિંગ ફોરવર્ડ’ નિષ્ફળતાના વિષય પર લખાયું છે. અમુક લોકોને કેમ વારંવાર નિષ્ફળતા મળે છે તેનો પણ અભ્યાસ કરાયો છે. જો કે લેખકનું માનવું છે કે નિષ્ફળતા વિના સફળતા મળતી નથી. કોઇ પણ કામમાં રુકાવટ આવે કે નિષ્ફળતા મળે ત્યારે આપણી પ્રતિક્રિયા મહત્વની છે. હતાશ થયા વિના આગળ વધતાં રહે તે અંતે સફળ થતા હોય છે.

આપણી શિક્ષણ પદ્ધતિ એ પ્રકારની છે જેમાં નિષ્ફળતાને સૌથી ખરાબ ગણવામાં આવે છે. નિષ્ફળતાનો કેવી રીતે સામનો કરવો તેવા શિક્ષણની ખરેખર જરૂરત છે કારણકે જીવનમાં ઘણીવાર આવો અનુભવ થતો હોય છે. નિષ્ફળતા કે પીછેહઠ કાયમી નથી હોતી માટે એને ભૂલી જઇ પોતાના ધ્યેય તરફ આગળ વધતા રહેનાર સફળ થાય છે.

એવી કોઇ સફળ વ્યક્તિ નથી જે જીવનમાં ક્યારેય નિષ્ફળ ન ગઇ હોય. પોતાના પ્રયાસમાં નિષ્ફળતા મળે તો એમાં કંઇ બદનામી નથી અને બીજાઓ શું કહે છે તેની ચિંતા છોડી પોતાનું કાર્ય કરતા રહો. એક નિયમ યાદ રાખો- નિષ્ફળતાને મન પર ન લો અને સફળતાને મગજમાં ન પેસવા દો. જીવનમાં તટસ્થ રહી શકનાર સફળ થાય છે.

એક કામમાં નિષ્ફળતાનો અર્થ એ નથી કે આપણે વ્યક્તિ તરીકે નિષ્ફળ ગયા છીએ. આ એક પડાવ છે જેમાંથી કંઇક શીખીને આગળ વધતા રહો. આજે જે પ્રખ્યાત છે તેવી વ્યક્તિઓના જીવનમાં પણ મોટી રુકાવટો આવી છે છતાંય વિચલિત થયા વિના તેઓ કાર્યશીલ રહ્યા અને સફળતા મેળવી છે. સફળ વ્યક્તિ શું નહીં કરી શકાય તેના કરતાં શું કરી શકાય તેના પર વધારે ધ્યાન આપે છે. કોઇ કામમાં નિષ્ફળતા મળે ત્યારે સામાન્ય પ્રતિભાવ છે ગુસ્સો અથવા બીજા પર દોષારોપણ. ઘણા ખરા લોકો હાર્યા વિના પણ હાર માની લેતા હોય છે. આ સ્પર્ધા બીજાઓ સાથે નહીં પણ પોતાની સાથે છે.

હાર કે જીત આપણા પોતાના વિચારો પર આધારિત છે. માનસિક મજબૂતાઇ શારીરિક વિકલાંગતાને પણ વળોટી જાય છે. સારામાં સારો ખેલાડી ક્યારેક તદ્દન નિષ્ફળ જાય છે પણ એ અનુભવને ભૂલી જઇ બીજા દિવસે પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે એ એક નિષ્ફળતાને સામાન્ય અડચણ સમજી પોતાના ધ્યેય તરફ આગળ વધતો રહે છે.

ઘણીવાર આશાવાદી વ્યક્તિ માટે નિષ્ફળતા નવી પ્રેરણાનું માધ્યમ બની જાય છે. પોતાની જ નહીં બીજાઓની ભૂલોમાંથી પણ એ શીખે છે. સફળતા માટે હકારાત્મક થવું જરૂરી છે. સ્પષ્ટ ધ્યેય અને લોકો સાથે સારા સંબંધો આમાં મદદરૂપ થતા હોય છે. સફળતાનો કોઇ શોર્ટ કટ નથી અને માર્ગમાં આવતી રુકાવટો આ પ્રક્રિયાનું એક અંગ છે.‘

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી