નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જીવનને કંઇક આ દ્રષ્ટિથી જુઓ, દુનિયા જ બદલાઇ જશે!




જીવનમાં સફળ થવા માટે દરેક જણને પોતાનો અલગ દ્રષ્ટિકોણ હોય છે અને આ જ દ્રષ્ટિકોણ તેમનાં જીવનનાં વિકાસને આગળ ધપાવે છે.

જો સકારાત્મક દ્રષ્ટિથી સમગ્ર દુનિયાને જોઇએ તો તે દરેક વસ્તુમાં રહેલી શક્તિને પિછાણી શકશો.

આવો જાણીએ આ વાતને એક કથા દ્વારા..

મેળામાં એક વૃદ્ધ માણસ જાતજાતના ફુગ્ગા વેચતો હતો. હિલિયમ ગેસ ભરેલા એ ફુગ્ગા આકાશમાં ઊડતા હતા. સ્વાભાવિક છે કે બાળકોને તેનું જબરું આકર્ષણ હોય, તેને ઘેરી વળેલા એક હબસી બાળકે ફુગ્ગાવાળાને પૂછ્યું ‘દાદા, આ જુદા જુદા રંગના બધા ફુગ્ગા આકાશમાં ઊંચે ઊડે છે પણ તેમાં કાળા રંગનો ફુગ્ગો કેમ નથી? કાળા રંગનો ફુગ્ગો ઊડી ન શકે? વૃદ્ધે જીવનની લીલીસૂકી જોઈ હતી, તે હબસી બાળકનો ભાવ સમજી ગયો અને તેને કહ્યું’ બધા જ રંગના ફુગ્ગા ઊડી શકે, કાળા રંગનો ફુગ્ગો પણ ઊડી શકે. પણ દીકરા, ફુગ્ગા તેના રંગના કારણે નહીં, પણ તે ફુગ્ગામાં જે શક્તિ અને વિશ્વાસ ભર્યા છે તેના કારણે ઊડે છે.

વૃદ્ધનું તત્વજ્ઞાન બાળક કેટલું સમજયો હશે તે કોને ખબર પણ તેને સંતોષ થયો કે કાળા રંગનો ફુગ્ગો પણ ઊડી શકે છે. વૃદ્ધે નાનીશી કહેલી વાત કેટલી સારગર્ભિત છે! સાચું પૂછો તો મનુષ્યની તેની પ્રગતિની ઉડાનમાં એનો કાળો કે ગોરો કે અન્ય કોઈ રંગ ન તો સહાયક બને છે, ન તો બાધક બને છે. મનુષ્યનો વિકાસ તેની ગુણવત્તા, તેનામાં રહેલા વિશ્વાસ અને ભરી પડેલી શક્તિ પર, આધાર રાખે છે. તે માટે જીવનમાં સકારાત્મક દ્રષ્ટિ કેળવવાની જરૂર છે.

વિત્ત, સત્તા, કીર્તિ કે મોટાઈની ફૂંકો મારીને તે ફુગ્ગો ઊડવાનો નથી, વખતે ઊડતો દેખાશે તો ક્યારે તેની હવા નીકળી જશે તેનો ભરોસો નથી. જેણે પોતાની જીવન દ્રષ્ટિ સકારાત્મક બનાવી છે, ઉદાત્ત બનાવી છે તે વ્યક્તિ કેવળ મહાન નથી. પણ વિશ્વના ઉપવનમાં ખીલેલું મઘમઘતું ફૂલ છે કે જે બીજાને તેવા બનવાની પ્રેરણા આપે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી