નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એંડ્રોઇડ ટેબ્લેટ્સ માટે એવરીનોટે ફ્રી એપ્લિકેશન લોંચ કરી

 
 
એંડ્રોઇડ ટેબ્લેટ્સ માટે એવરીનોટે એક એપ્લિકેશન ડિઝાઇન કરી છે અને તે એંડ્રોઇડ માર્કેટ પરથી મુફ્ત ઉપલબ્ધ છે. જે અન્ય એવરીનોટ ફંક્શનની જેમ સરખી જ નોટ પ્રોવાઇડ કરે છે. તેની સાથે ઓડિયો નોટ રેકોર્ડિંગ અને સામાજિક નોટની વહેચણી આપે છે. પરંતુ તેને નવા ઇન્ટફેસ છે કે જે દ્રશ્ય નોટ બ્રાઉઝિંગ મદદ કરે છે. આ નવા ઇન્ટરફેસમાં, સ્નિપેટ વ્યૂમાં હોમસ્ક્રીન તાજેતરની નોટ રજૂ કરે છે. ડાબી બાજુની પટ્ટી પરથી નોટબુક્સ, ટેગ્સ અને વહેંચાયેલ નોટબુક્સ જોવા વિક્લ્પો મારફતે ટેબ વાપરી શકાય છે. આ એપ્લિકેશનની મદદથી યુઝર્સ પુર્ણ ટેક્સ નોટ્સને બનાવી પણ શક્શે અને એડિટ પણ કરી શકશે. આ ફિચર ફકત એંડ્રોઇડ ટેબ્લેટ માર્કેટને જ નહીં, પરંતુ તમામ એવરીનોટ યુઝર્સને મળી રહેશે. કીબોર્ડ પર ટેક્સ એડિટ કરવા માટે એક નવું બાર આપવામાં આવશે.

એક મોટી એવરીનોટ વિજેટ તમારા હોમસ્ક્રીન પર ઉપલબ્ધ છે, જ્યાં વપરાશકર્તાઓ તેમના તાજેતરમાં બનાવેલ કે એડિટ કરેલી નોટને જોઇ શકે છે.

આ અંગે એવરીનોટના માર્કેટિંગ વાઇસ પ્રેસિડંટ એંડ્રુ સિંકોવે જણાવ્યું હતું કે, "વધુમાં તમે હવે કુદકો મારીને એવરીનોટના ફિચર્સ પર જઇ શકો છો, તમે હવે તમારી તાજેતરની એક્સેસ નોટોની સ્નીપેટ જોઇ શકો છો. એનો મતલબ એ થાય કે તમારે હવે લાંબા સમય સુધી એવરીનોટ લોંચ થાય ત્યાંસુધી તાજેતરની નોટ માટે રાહ જોવી નહીં પડે. વિજેટમાં ફકત નોટ પર ટેપ રાખવાની જરૂર પડશે." આ નવી એવરીનોટ એંડ્રોઇડ માર્કેટમાં એંડ્રોઇડ માટે મફતમાં ઉપલબ્ધ છે. તો પછી રાહ કોની જૂઓ છો તમારા સ્માર્ટ ફોન પર માર્કેટ પર જાઓ અને એવરીનોટને ફ્રીમાં ડાઉનલોડ કરી લો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી