નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નવું જાણો, ઘણું માણો ગૂગલ અર્થ પર

 
ગૂગલ અર્થમાં દુનિયા આખીની સફર ખેડી શકાય છે, તેમાં જાણીતાં સ્થળોનાં થ્રીડી મોડેલ્સ જોઇ શકાય છે કે સ્ટ્રીટ વ્યૂ પણ શક્ય છે વગેરે વગેરે વાતો તો આપણે જાણીએ છીએ, પણ વાસ્તવમાં એમાં ડોકિયાં કદાચ ઓછાં કરીએ છીએ.

જો તમને પણ દુનિયામાં ખાંખાંખોળાં કરવાનો શોખ હોય તો પહેલું કામ અર્થ (www.google.com/earth) ડાઉનલોડ કરી લેવાનું કરો. ચાહો તો એનાં જુદાં જુદાં બટન્સ અને લિંકસ જરા ચકાસી લો અથવા સર્ચમાં કોઈ સ્થળ લઈને પછી લેયર્સ, પ્લેસીઝ, ડિરેકશન્સ વગેરે જોઇ લો. પછી તમે પણ અર્થનો રીતસર કસ કાઢી શકો છો.

આંખો બંધ કરો. (વેઇટ! તો આગળ વાંચશો કેમ?) અસર ઓછી થશે, પણ ખુલ્લી આંખે કલ્પના કરો. તમે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે નં. ૨ પર પ્લેનમાં બેઠા છો. પ્લેન રનવે પર સરકવાનું શરૂ કરે છે. પ્લેન બરાબર ગતિ પકડે છે એટલે તમે (યસ, પાઇલટ તમે જ છો!) થ્રોટલને હળવેકથી નીચેની તરફ ખેંચો છો અને પ્લેન હવામાં તરવા લાગે છે. હવે તમારી આંખો સમક્ષ ખુલે છે ચોતરફ વિસ્તરતી હિમાલયની બરફાચ્છાદિત પર્વતમાળા!

આ કોલમની વેબસાઇટ તમે જોઈ હશે તો જોયું હશે કે આપણી આ સફરનો સાર આ સાત શબ્દોમાં સમાયેલો છે, ‘નવું જાણવા, ઘણું માણવા, માઉસને આપો પાંખો!’ આ શબ્દોને સાર્થક કરવા હોય તો ગૂગલ અર્થ સાથે સાચેસાચી દોસ્તી કરી લો. કાકાસાહેબ કાલેલકરે તેમના પુસ્તક ‘હિમાલયના પ્રવાસે’માં નગાધિરાજનું જે વર્ણન કર્યું છે એને ઓલમોસ્ટ નરી આંખે અનુભવવું હોય તો હવે ગૂગલ અર્થ તમારી મદદે છે. માત્ર કાઠમંડુ જ શા માટે, ગૂગલ અર્થમાં તમે લંડન, સિડની, ફ્રેન્કફર્ટ, સાન ફ્રાન્સિસ્કો, ન્યૂ યોર્ક વગેરે વગેરે શહેરોનાં એરપોર્ટસ પરથી પ્લેન ઉડાડવાનો આનંદ લઇ શકો છો.

ગૂગલ અર્થમાં દુનિયા આખીની સફર ખેડી શકાય છે, તેમાં જાણીતાં સ્થળોનાં થ્રીડી મોડેલ્સ જોઇ શકાય છે કે સ્ટ્રીટ વ્યૂ પણ શક્ય છે વગેરે વગેરે વાતો તો આપણે જાણીએ છીએ, પણ વાસ્તવમાં એમાં ડોકિયાં કદાચ ઓછાં કરીએ છીએ. આ સફરના એક ‘વેટરન’ વાચકમિત્ર, દિવ્યેશભાઇ પટેલે એક વાર વાત વાતમાં કહ્યું હતું કે તેઓ ગૂગલ અર્થનો ઉપયોગ કરીને ચાર ધામની યાત્રા કરે છે!

રાજકોટના દિનેશભાઈ ટીલ્વા અર્થ લોન્ચ થયું ત્યારથી એમાં ભારતભરમાં મુલાકાત લીધેલાં સ્થળોનું ટેગિંગ કરે છે. ખેડૂતપુત્ર હોવાના નાતે એમણે કમ્પ્યૂટર અને કૃષિને જોડ્યા છે અને ખેડૂતોને ગૂગલ અર્થની મદદથી તેમનાં ખેતરનાં માપ કાઢી આપે છે. ખેતર ફરતે ફેન્સિંગ કરવી કે પાઇપલાઇન નાખવાની હોય દિનેશભઆઈ ગૂગલ અર્થને કામે લગાડે છે! મતલબ કે હવે ટેક્નોલોજી તો હાથવગી કે માઉસવગી છે, સવાલ ફક્ત દિલમાં ઉત્સાહ રાખવાનો અને દિમાગને થોડી કસરત કરાવવાનો છે.

જો તમને પણ દુનિયામાં ખાંખાંખોળાં કરવાનો શોખ હોય તો પહેલું કામ અર્થ (www.google.com/earth) ડાઉનલોડ કરી લેવાનું કરો. ચાહો તો એનાં જુદાં જુદાં બટન્સ અને લિંકસ જરા ચકાસી લો અથવા સર્ચમાં કોઈ સ્થળ લઈને પછી લેયર્સ, પ્લેસીઝ, ડિરેકશન્સ વગેરે જોઇ લો. પછી તમે પણ અર્થનો રીતસર કસ કાઢી શકો છો. આ રીતે...

શાળાઓમાં કમ્પ્યૂટરના વર્ગ દરમિયાન, શિક્ષણને વર્ગખંડની બહાર અસીમ વિસ્તારવા માટે અર્થ ખૂબ કામ લાગે તેમ છે. શિક્ષકો વિદ્યાર્થીઓને અર્થ પર જુદા જુદા પ્રોજેક્ટ સોંપી શકે છે, જેમ કે હિમાલયનાં ટોચનાં દસ શિખર વિશે માહિતી એકઠી કરવી. વિદ્યાર્થીઓ તેમની ટૂર રેકોર્ડ કરીને મિત્રો સાથે શેર કરી શકે છે. કઈ રીતે? એ જાણવા માટે જાતે જ થોડાં ખાંખાંખોળાં કરી લો!

ઇંગ્લિશ મીડિયમમાં ભણતાં બાળકો ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન ૮૦ ડેઝ’ વાંચીને એમાં આવતાં ૧૯ સ્થળોની મુલાકાત લઈ શકે છે! તમને વર્લ્ડ ટુર કરવાનો ચાન્સ મળે તો ક્યાં ક્યાં જાવ એ પણ તપાસી જુઓ. વાત મીડિયમની નહીં, મજાની છે એટલે ગુજરાતી માધ્યમ હોય તો ગુજરાતનાં પ્રવાસધામોથી શરૂઆત કરો.

અર્થ પર વિકિપીડિયા અને પેનોરેમિયો (એક પ્રકારની ફોટોગ્રાફી) સાથેનું ઇન્ટિગ્રેશન છે. નાયગ્રાના ધોધની મુલાકાત લો ત્યારે તેના વિશે વધુ જાણકારી મેળવો અને મસ્ત ફોટોઝ પણ માણો! અર્થમાં તમે પૃથ્વી ઉપરાંત આકાશ, ચંદ્ર અને મંગળ પર એક્સ્પ્લોર કરી શકો છો! ફ્લાઇટ સિમ્યુલેટરની મદદથી જેમ તમે આકાશમાં સહેલ કરી શકો છો એમ મહાસાગરોમાં ડૂબકી પણ લગાવી શકો છો. થોડી પ્રેક્ટિસ જોઈશે.

જે શિક્ષકોને ગણિતના શિક્ષણને પુસ્તકનાં પાનાંની બહાર વિસ્તારવામાં રસ છે એમના માટે, થોમસ પેટ્રા નામના એક ગૂગલ સર્ટિફાઇડ ટીચરે www.realworldmath.org વેબસાઇટ બનાવી છે, જેમાં શિક્ષકો ગૂગલ અર્થની મદદથી કેવી રીતે ગણિતને રસપ્રદ બનાવી શકે તેના ટ્યુટોરિયલ્સ છે! ઇન્ટરનેટ પર માઉસને થોડી ગતિ આપશો તો આવા અનેક ઇન્ટરેસ્ટિંગ આઇડિયાઝ મળી રહેશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી