નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

છેતરવું એટલે જ છેતરાવું!

 
It is better to suffer wrong than to do it, and happier to be sometimes cheated than not to trust. - Samual Johnson (ખોટું કરવા કરતાં તેને વેઠી લેવું વધુ સારું છે, ને ભરોસો ન કરવો તે કરતાં છેતરાઇ જવું સુખદ હોય છે.)

અંગ્રેજી ભાષાના કવિ, વિવેચક અને અંગ્રેજી શબ્દકોશ માટે કામ કરનાર સેમ્યુઅલ જહોનસનના આ વિધાનમાં નિષ્ઠાવાન અને મૂલ્યનિષ્ઠ વ્યક્તિની મન:સ્થિતિનો પડઘો સંભળાય છે.‘સાચ કો આચ નહી’ એ ઉક્તિ પર ભરોસો ન બેસે એવા દૂષિત વાતાવરણથી ઘેરાયેલા સત્યપ્રિય માણસને પોતાનો રથ એકાદ વેંત નીચો ન ઊતરી જાય તે માટે, મૂલ્યોના ભોગે સમાધાન ન કરવા માટે પોતાની જાત સાથે લડવું પડે છે.

આપણી વિડંબના એ છે કે સાચો અને મૂલ્યનિષ્ઠ માણસ સાવ હાંસિયામાં ધકેલાઇ જાય એવા પ્રપંચો ચોમેર ચાલી રહ્યા છે. ભ્રષ્ટ અને જુઠ્ઠા લોકોની ભીડ વચ્ચે સત્યને ચાહનાર માણસ ખોવાઇ ગયો છે. સચ્ચાઇ પરથી શ્રદ્ધા ડગી જાય એવા કડવા અનુભવો મૂલ્યનિષ્ઠ વ્યક્તિને વારંવાર થતા રહે એવો યુગ ચાલી રહ્યો છે.

ભ્રષ્ટાચારના મજબૂત-રાક્ષસી હાથો વડે ભરોસાનું ગળું ઘોંટી દેવાતું હોય એવા અનેક કિસ્સા એ નિ:સહાય થઇ જોયા કરે છે. કોઇના વિશ્વાસની હત્યા થતી હોય છે ત્યારે જે સત્યનું સમર્થન કરે છે અને એમાં લોહી દેખાય છે અને મરણચીસો પણ સંભળાય છે. ધારે તો એ ટોળામાં ભળી જઇ પોતાને બચાવી શકે પણ એ એને ક્યારેય કબૂલ હોતું નથી. કોઇને છેતરી પોતાને ફાયદો થાય એવું ગણિત એને ફાવતું નથી, આવડતું પણ નથી.

હકીકત એ છે કે કોઇને નુકસાન કરી કોઇ ફાયદામાં રહી શકતું નથી. પ્રથમ દ્રષ્ટિએ એ ફાયદાકારક જણાય તો પણ સરવાળે એ નુકસાનકારક જ બની રહેતું હોય છે, કારણ કે છેતરીને ફાયદો મેળવવા હવાતિયાં મારતો માણસ વાસ્તવમાં પોતાની જાતને જ છેતરતો હોય છે. આત્મવિશ્વાસ ન હોય એ પોતાની સલામતીને લઇને ભયભીત રહે છે. આત્મવિશ્વાસ ન હોય તે નાિસ્તક પણ હોય છે.

નિયમિત મંદિરમાં જતો હોય તો પણ. આવી વ્યક્તિ પોતાના ‘ફાયદા’ માટે બીજાને નુકસાન કરતાં, વિશ્વાસઘાત કરતાં સહેજ પણ અચકાતી નથી. સતત ભ્રષ્ટ આચરણ કરતાં એ ધીમે ધીમે મરતો જાય છે. એનામાં માણસાઇનો હ્રાસ થતો જાય છે. જીવતી લાશ બની જાય છે એ. બીજું કોઇ નહીં તો એ પોતે તો જાણે જ છે કે પોતે છેતરિંપડી કરે છે. પોતાની જાત સામે એ પોતે નીચો ઊતરી જતો જણાય એવી ક્ષણો એના જીવનમાં અચૂક આવે જ છે.

વર્ષો પહેલાં ગૂજરાત વિદ્યાપીઠની વાચનમાળાની ત્રીજી ચોપડીમાં એક વાર્તા ભણવામાં આવતી હતી તે આજે પણ ક્યારેક યાદ આવે છે. નાના ભીખુને એના પિતા કોઇ જુએ નહીં એવા સમયે કેરીઓ ચોરવા માટે એક જણના આંબાવાડિયામાં લઇ જાય છે. પિતા આંબા પર ચડે છે ને ભીખુને કોઇ આવતું કે જોતું હોય એવું જણાય તો ચેતવવા માટે ઝાડ નીચે ઊભા રહેવા માટે કહે છે. આંબા પર ચડ્યા પછી થોડીવારે પિતા પૂછે છે, ‘કોઇ જોતું નથી ને?’

‘હા,જુએ છે...’ પિતા ઝાડ પરથી નીચે ઊતરી જાય છે. આસપાસ જોઇ પૂછે છે: ‘અહીં તો કોઇ નથી. કોણ જુએ છે?’ ‘બાપુ, ભગવાન બધું જુએ છે...’ ભીખુ જવાબ આપે છે. એણે કોઇ પાસેથી સાંભળ્યું હતું કે માણસ જે કૈં સારું-નરસું કરે છે તે બધું જ ભગવાન જોતો હોય છે. ભીખુના શબ્દો એના પિતાને મર્મસ્થાન પર ચોટ કરી જાય છે. બધી જ કેરીઓ ત્યાં જ રહેવા દઇ બંને ચૂપચાપ ચાલ્યા જાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી