નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઓહો...! કુદરતની શી કરામત છે!

પારાવાર કુદરતી સોંદર્યસભર પાણીના ધોધ જોઈને મન આહ્લાદક શાંતિ સાથે વિસ્મયકારક્તા પણ અનુભવે છે, દુનિયાભરમાં એવા કેટલાય ધોધ છે, જે જોઈને એમ જ થાય કે ઓહો...! કુદરતની શી કરામત છે!


કુદરતનાં સાંનિધ્યની વચ્ચે ઊંચાઇથી પડતું પાણી અદભૂત સંગીત ઉત્પન્ન કરે છે. આ મધુર સંગીત કર્ણપ્રિય તો લાગે જ છે પણ મનને જાણે મંત્રમુગ્ધ કરતું હોય એમ આપણને કોઇ બીજી જ દુનિયામાં પહોંચાડી દે છે. ખરેખર કુદરતની કરામતની વચ્ચે માણસ ખોવાઇ જવા માગે છે. તો આવો આજે તમને આશ્ચર્યમાં મૂકી દે એવા ધોધની સફર કરાવીએ.......




વિશેષ, નવ્યવેશ નવરાહી
 

ટ્રિબર્ગ ધોધ, બર્લિન: મનને મોહી લે તેવો ધોધ બર્લિનની ગુટચ નદી પર છે. ટ્રિબર્ગ ધોધ આ દેશનો બીજો અને દુનિયાનો સૌથી લાંબો ધોધ કહેવામાં આવે છે. એનું પાણી લગભગ ૪૯૬ ફૂટ ઉપરથી નીચે પડે છે. આટલી ઊંચાઇથી પડતાં પાણીને જોઇને દિલ ખુશ થઇ જાય છે. આ ર્દશ્યને શબ્દમાં વ્યક્ત કરવું અશક્ય છે. પ્રવાસીઓ માટે આ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. કોઇ બર્લિન જાય અને આ ધોધ ન જુએ એ શક્ય નથી.
 

નાયાગ્રા ધોધ, યુએસએ: નાયાગ્રા ધોધ ઉત્તર અમેરિકામાં આવેલ છે અને દુનિયાના પ્રખ્યાત ધોધમાંનો એક છે. કદાજ તમે નાયાગ્રા ધોધનું નામ સાંભળ્યું જ હશે. આ ધોધ કેનેડા અને ન્યુયોર્કની બોર્ડર પર આવેલ છે તથા ગોટ ટાપુની વચ્ચોવચ ફેલાયેલ છે. બંને દેશની સરહદ ઉપર હોવાને લીધે કેનેડાની તરફ પડતા ધોધને હોર્સશૂ ધોધ અને ન્યુયોર્ક તરફ પડતા ભાગને અમેરિકન ધોધ કહેવામાં આવે છે.
 

ચોશી ઓહટકી ધોધ, જાપાન: જાપાનમાં ટોવાડા લેકથી આગળ વધશો તો તમને એક અદભૂત ધોધ દેખાશે. દૂરથી અસ્પષ્ટ દેખાતા આ ધોધની જેમ જેમ પાસે જશો, તેમ તેમ તેની સુંદરતા તમને આશ્ચર્યમાં મૂકી દેશે. અહીં લગભગ સાત મીટર ઉપરથી પડતું પાણી તમને કુદરતમાં ખોવાઇ જવા માટે મજબૂર કરશે. જાપાનમાં પ્રવાસ માટે આ સ્થળ પ્રખ્યાત છે. પ્રેમી યુગલ માટે તો આ સ્થળ આશીર્વાદ સમાન છે.
 

સ્કોગા રિવર ધોધ, આઇસલેન્ડ: સૌથી પહેલા તમને અચરજ પમાડે એવી એક વાત જણાવી દઉ કે, સ્કોગા નદી પર બે ડઝનથી પણ વધારે અદભૂત ધોધ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે, એનાં કોઇ નામ નથી. આ તમામ ધોધ નદીના નામથી જ ઓળખાય છે. જેમ જેમ આગળ વધતાં જઇએ તેમ તેમ સુંદર ધોધ તમારું સ્વાગત કરતો જાણે ઊભો હોય એવું લાગશે. એમાંના ઘણા ધોધનું પાણી તો ત્રીસ મીટર ઉપરથી પડતું જોવા મળે છે. જે એક અદભૂત અનુભવ છે.
 

પ્લિટવીસ ધોધ, ક્રોએટિયા: ક્રોએટિયા જઇને તમે પ્લિટવીસ નેશનલ પાર્કના ધોધનું ગ્રુપ ના જોયું તો સમજી લો તમે કંઇ જોયું જ નથી. આ પાર્કમાં ૧૬ તળાવો આવેલાં છે. જેમાં અલગ અલગ જગ્યા ઉપર હૃદયને હરી લે એવા અદભૂત ધોધ છે. નવાઇની વાત તો એ છે કે, એમાં વાદળી રંગનું પાણી વહે છે. ધરતી ઉપર તેને કુદરતની કરામત માનવામાં આવે છે. સુંદર પર્વતો અને લીલોતરીથી ઘેરાયેલા ધોધ જાણે બીજી દુનિયામાં આવી ગયા હોય એવો અહેસાસ કરાવે છે.
 

કાઉન્સ સી ધોધ, લોસ: શહેરથી દૂર કોઇ શાંત જગ્યા ઉપર કુદરતનો નજારો જોવા માગતા હો, તો કાઉન્સ સી ધોધ ઉત્તમ છે. અહીં પાણી અને પક્ષીઓના અવાજ સિવાય કોઇપણ પ્રકારનો ઘોંઘાટ સાંભળવા મળતો નથી. જેમને શાંત અને કુદરતી પસંદ છે તે લોકો આ અદભૂત જગ્યાની મજા મન ભરીને માણી શકે છે.
 

શોશોન ધોધ, લડાહો: તમે માનો કે ન માનો, લડાહોની સ્નેક નદી ઉપર આવેલ આ ધોધ નાયાગ્રા ધોધથી પણ મોટો છે. ખાસ વાત તો એ છે કે, ૨૧૨ ફૂટ લાંબો આ ધોધ આખું વર્ષ પ્રવાસીઓથી ઊભરાતો જોવા મળે છે. સ્નો થયા પછી તો એની સુંદરતા ઓર ખીલી ઊઠે છે. આ ધોધની આસપાસ અનેક હોટલો આવેલી છે જેમાં રોકાઇને ઇચ્છા પડે ત્યારે શોશોન ધોધનો આનંદ લૂંટી શકો છો.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!