નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બાળપણ અભણ કેમ રહી જાય છે?

 
 
બાળકો માટે મફત શિક્ષણની અનેક યોજના હોવા છતાં યોગ્ય માર્ગદર્શન અને સહાય યોજનાનું અમલીકરણ હજી કેમ થતું નથી?

ભારતીય બંધારણે ૬થી ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકનો સમાવેશ કરેલ છે અને માનવ વેચાણ, ભિક્ષા મંગાવવી કે વેઠ કરાવવી તેના ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. તે છતાં આપણી આસપાસ નજર નાખીશું તો અનેક એવા બાળકો જોવા મળશે જેઓનું કોઇ નથી, જેઓ રસ્તા ઉપર ભટકતાં હોય છે કે ભીખ માગતાં હોય છે કે તેની વયને અનુરૂપ ન હોય તેવી કામગીરી કરતાં હોય છે. આપણા સમાજે આ હકીકત સહજપણે જાણે સ્વીકારી લીધી છે. એક બાજુ આપણે એક પ્રગતિશીલ દેશની વાત કરીએ છીએ અને બીજી બાજુ આ કડવી વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરીએ છીએ.

બાળકને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળે તે અંગેનો કાયદો આપણે ત્યાં સને ૧૯૬૧થી છે અને આ કાયદા નીચે ‘બાળક’ માટે ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઇ કરવાની દરેક સ્થાનિક સત્તાધિકારીની ફરજ રહેશે તેવી પણ જોગવાઇ કરવામાં આવેલ છે. બાળકને શાળામાં મોકલવાની માતા-પિતાની જવાબદારી હોવાનું પણ ઠરાવેલ છે અને જો માતા-પિતા બાળકને શાળામાં મોકલવાના હુકમનો ભંગ કરે તો તેમને દંડ કરવાની જોગવાઇ પણ કરેલ છે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકાર વિભાગે, શિક્ષણ વિભાગે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ઘણીબધી યોજનાઓ બાળકો માટે બનાવી છે, તેનું યોગ્ય અમલીકરણ જોવા મળતું નથી.

બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ અંગેના મૂળભૂત અધિકાર તથા રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુલક્ષીને ભારત સરકારે સને ૨૦૦૯માં ‘બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર’ અધિનિયમ કરેલ છે. સદરહુ કાયદા મુજબ ‘બાળક એટલે ૬થી ૧૪ વર્ષનો છોકરો અથવા છોકરી’ આ કાયદામાં ‘વંચિત જૂથના બાળક’ અને ‘નબળા વર્ગના બાળક’ અંગે પણ વિશિષ્ટ જોગવાઇઓ કરવામાં આવેલી છે. સદરહુ કાયદાની જોગવાઇ મુજબ આવા બાળકોને તેની નજીકની પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક રહેશે.

‘પ્રાથમિક શિક્ષણ’ના સંબંધમાં એવું ઠરાવેલ છે કે પ્રાથમિક શિક્ષણ એટલે ‘પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીનું શિક્ષણ.’ આ કાયદામાં એવી પણ જોગવાઇ કરવામાં આવેલ છે કે પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ અપાયેલ બાળક ૧૪ વર્ષ પછી પણ પ્રાથમિક શિક્ષણ પૂરું કરતા સુધી મફત શિક્ષણ મેળવવાને પાત્ર રહેશે. વળી, બાળકને બીજી શાળામાં બદલી મેળવવાનો હક પણ આ કાયદા તળે મળે છે.

શિક્ષણ વિભાગની અમુક યોજનાઓનો શાળાઓએ પણ અમલ કરવાનો હોય છે. જેમ કે, વિદ્યાદીપ વીમા યોજના, વિદ્યાલક્ષી કન્યા કેળવણી યોજના અને મધ્યાહ્ન ભોજન યોજના. વિદ્યાદીપ વીમા યોજના પ્રમાણે પ્રાથમિક શાળા અને આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળે છે જ્યારે વિદ્યાલક્ષી કન્યા કેળવણી યોજના મુજબ રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને રૂપિયા હજારની સહાય આપવામાં આવે છે અને મધ્યાહ્ન ભોજન યોજના પ્રમાણે સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાળકોને બપોરે રાંધેલું, તાજું ભોજન આપવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો માટે વિના મૂલ્યે નંબરવાળા ચશ્માની વહેંચણીની યોજના બનાવેલ છે.

ધોરણ-૧થી ૧૦માં ભણતા અતિ પછાત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ખાસ શિષ્યવૃત્તિ સમાજ કલ્યાણ અધિકારીની ઓફિસમાંથી મળી શકે છે. વિદ્યાસાધના યોજના નીચે પોતાના રહેઠાણથી શાળા સુધી અવરજવર કરવા માટે કન્યાઓને સાઇકલ ખરીદવા માટેની પણ સહાય યોજના છે. સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ માટે, લઘુમતી અને વિચરતી વિમુક્ત જાતિના વર્ગનાં બાળકો માટે ગણવેશ સહાય યોજના પણ છે. વિકલાંગ બાળકો માટે પણ સહાય યોજના છે.

રાજ્યમાં પાલક માતા યોજના અમલમાં છે. જેમાં ૧૨ વર્ષની નીચેના અનાથ બાળકને જો પાલક માતા-પિતા રાખતાં હોય તો તેના માટે પણ ખાસ આર્થિક સહાય છે. આ બધી જ યોજનાઓ અંગેની માહિતી જે તે જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી અથવા તો સમાજ સુરક્ષા અધિકારી પાસેથી મેળવી શકાય છે.

એક વાત ખરી કે જે લોકો માટે યોજનાઓ છે, તેમના સુધી માહિતી પહોંચતી નથી એટલે જે વ્યક્તિઓ જાગૃત છે, જેમને આ યોજનાઓની ખબર છે, તેમણે દેશના બાળકો માટે આ યોજનાઓનું અમલીકરણ કરાવવામાં મદદ કરવી જોઇએ. જેથી આપણા સમાજને સાચા અર્થમાં પ્રગતિશીલ સમાજ કહી શકીએ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી