નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એડવેન્ચરના શોખીન છો તો આવો આ સ્થળની મુલાકાતે...!

 
  એડવેન્ચર હોલિડે ન ફક્ત આપની ફિટનેસને ટ્રેક પર લાવે છે પણ આ ફન, થ્રિલ અને રોમાંચ આપના જીવનમાં ભરી દે છે. ભારતમાં પણ એવા ઘણાં ડેસ્ટિનેશન જે આપને રિચાર્જ કરી દેશે.

લદ્દાખ
હિમાલય અને કારાકોરમ પર્વતમાળા વચ્ચે વસેલું છે લદ્દાખ અહીંની પર્વતમાળાઓ બરફથી ઢંકાયેલી છે અને અહીંની પારદર્શી ઝિલ લોકોને ખૂબ જ આકર્ષે છે. અહીં ટ્રેકિંગ માટે લોકો ચહીને આવે છે. અહીં ટ્રેકિંગ કરવાના અલગ અલગ રસ્તાઓ છે જે રોમાંચથી ભરપૂર છે. તે સિવાય વન્ય જીવન ઘણું આકર્ષણ જગાવે છે.

હિમાચલ
હિમાચલની અદ્ભુત પર્વતમાળા બાઈકિંગનાં શોખિન માટે સૌથી સારી જગ્યા છે અહીં બાઈક રાઈડર્સ પોતાના ગ્રુપમાં આવે છે અને શિમલા,થંડર,સંગલા ઘાટીઓ, પૂહ, ટોબો, કાઝા, ગ્રામફૂ અને મનાલીમાં બાઈકિંગનો આનંદ ઉઠાવે છે. અહીંની દરેક જગ્યા કુદરતી સૌદર્યથી ભરપુર છે. જો આપ એક મઝાની રજાનો આનંદ ઉઠાવવા માંગો છો તો હિમાચલ આપ માટે સૌથી સુંદર જગ્યા બનીને રહેશે.

ભાગીરથી નદી
ભગીરથી નદી તેના સ્વચ્છ પાણીને કારણે બધી જ નદીઓમાં ખાસ મહત્વ રાખે છે. અહીંનું રાફ્ટિંગ સૌથી ખતરનાખ વોટર સ્પોર્ટ માનવામાં આવે છે. ઉત્તરકાશી, દેવપ્રયાગ, ગઢવાલ, ફેનિલ પર્વતની ખૂબસૂરતી જોઈ આપ આનંદી જશો. આ જગ્યા જેટલી ખૂબસૂરત છે એટલી રોમાંચથી ભરપુર પણ છે.

પશ્ચિમી ઘાટ
જો આપ એક પ્રોફેશનલ ટ્રેકિંગના શોખિન છો તો પશ્ચિમ ઘાટની ઘણી બધી જગ્યાઓ એવી છે જે આપને પર્વતારોહણ (ટ્રેકિંગ)નો શોખ પૂરો કરી શકે છે. દેશના અન્ય ભાગની સરખામણીએ અહીંની આબોહવા ખુબ જ અલગ છે. પશ્ચિમી તટ કર્નાટક, મુંબ્રા, દુધા અને મનોરીના પર્વતો પર પણ આની મઝા માણી શકો છો. ગુજરાતના પાવાગઢમાં ચામુંડી હિલ્સ, રાજસ્થાનમાં માઉન્ટ આબુ અને સરિસ્કા પણ એવી જ જગ્યાઓ છે. અહીં આપ ટ્રેકિંગની મઝા માણી શકો છો

અંડમાન
અહીં આપ પાણીની ખૂબસુરતી જોઈ તેના દિવાના થઈ જશો. અંડમાનના કિનારાની માટી આપને કંઈક અલગ જ અનુભવ કરાવે છે. આપને આવો અનુભવ દ્દશયબ પોર્ટ બ્લેયર અને હેવલોક ટાપુ પર અને તેની આસપાસના દ્વીપો પર પણ મળે છે. આ એવી જગ્યા છે જેની તમે કલ્પના કરતાં હોવ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી