નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સંકોચ વિના આ મેસેજ વધુને વધુ સ્ત્રીઓને ફોરવર્ડ કરો

 
એ સંદેશ મોકલનારી યંગ, એજ્યુકેટેડ, ઇન્ટેલજિન્ટ સ્ત્રીનો ઇરાદો શુભ હતો, એમાં કોઇ શક નહોતો. ગાંઠના ખર્ચે એણે મારા જેવી કોણ જાણે કેટલી સ્ત્રીઓને એ ચેતવણી મોકલી હશે!

‘સાવધાન, એક જ દિવસમાં ૫૬ છોકરીઓ મરી ગઇ. એ પોતાના મન્થલી પિરિયડ્સ દરમિયાન સ્ટેફ્રી, વિસ્પર જેવાં સેનિટરી પેડ્સ વાપરતી હતી. એમાં જે કેમિકલ્સ વપરાય છે. એનાથી ગભૉશયનું કેન્સર થાય છે...’

હમણાં સેલફોન પર એક ડરામણી, પણ ‘હેલ્પફુલ’ ગણાય એવી ચેતવણી આપતો મેસેજ મળ્યો, ‘સાવધાન, એક જ દિવસમાં ૫૬ છોકરીઓ મરી ગઇ. એ પોતાના મન્થલી પિરિયડ્સ દરમિયાન સ્ટેફ્રી, વિસ્પર જેવાં સેનિટરી પેડ્સ વાપરતી હતી. એમાં જે કેમિકલ્સ વપરાય છે. એનાથી ગભૉશયનું કેન્સર થાય છે...’

આટલું વાંચીને ધારી લીધું કે લુચ્ચી, નફાખોર ફાર્માસ્યુટિકલ કંપનીઓનો વિરોધ કરતા કોઇ સંગઠન તરફથી આ સંદેશ વહેતો મૂકાયો હશે, પણ પછી આગળ વાંચ્યું તો જ્ઞાન મળ્યું કે છોકરીઓ કેન્સરથી મરી ગઇ કારણ કે એ આખો દિવસ એક જ પેડથી કામ ચલાવતી હતી. સલામત રહેવા માટે, પિરિયડ્સ દરમિયાન દર ચાર-પાંચ કલાકે પેડ બદલતા રહો. કોઇ સંકોચ વિના આ મેસેજ વધુને વધુ સ્ત્રીઓને ફોરવર્ડ કરો...

આ સંદેશ મોકલનારી યંગ, એજ્યુકેટેડ, ઇન્ટેલજિન્ટ સ્ત્રીનો ઇરાદો શુભ હતો, એમાં કોઇ શક નહોતો. ગાંઠના ખર્ચે એણે મારા જેવી કોણ જાણે કેટલી સ્ત્રીઓને આ ચેતવણી મોકલી હશે!

પણ દુનિયાને બચાવવાની આટલી હોંશ કે ઉતાવળ મને નહોતી એટલે એ મેસેજ ફોરવર્ડ કરતાં પહેલાં થોડો વિચાર કર્યો. પહેલાં ગણતરી કરી કે અમારે ત્યાં દુકાનમાં નંગ દીઠ ચારથી માંડીને બાર રૂપિયાની કિંમત ધરાવતા સેનિટરી પેડ્સ મળે છે. દર ચાર-પાંચ કલાકે પેડ ચેન્જ કરીએ તો ચાર દિવસમાં કેટલાં વપરાય? કેન્સરમુક્ત રહેવા માટે દર મહિને કેટલું બજેટ ફાળવવું પડે?

આ ગણતરીની સાથે વર્ષો પહેલાંની વાત યાદ આવી ગઇ. મોટી મલ્ટિનેશનલ કંપનીના સિનિયર એક્ઝિકયુટિવે મારી સામે ફરિયાદ કરેલી કે ઇન્ડિયામાં સ્ત્રીઓની આટલી મોટી સંખ્યા છે પણ સેનિટરી નેપકિન્સનું માર્કેટ હજીયે જોઇએ એટલું વિસ્તર્યું નથી.

આપણે ત્યાં મોટાભાગની સ્ત્રીઓ હજીયે વારંવાર ધોઇને વાપરી શકાય એવા કોટનના કાપડના ટુકડા વાપરે છે. અને શહેરી સ્ત્રીઓ પણ ઓછી નથી! ડિસ્પોઝેબલ સેનિટરી નેપકિન્સ ખરીદે ખરી પણ આખા દિવસમાં એક અને વધુમાં વધુ બે પેડ વાપરે. સમજાતું નથી કે ઇન્ડિયન સ્ત્રીઓની આદત કઇ રીતે બદલવી..?

પણ હમણાં જે એસએમએસ મળ્યો, એ વાંચીને લાગે છે કે ભારતીય નારીને ‘સમજાવવાનો’ એને મોંઘા સેનિટરી નેપકિન્સનું વધુ શોપિંગ કરાવવા માટેનો પેંતરો કોઇ કંપનીને સૂઝી ગયો છે. જુઓ, એક ધડાકે છપ્પન છોકરીઓ કેન્સરનો ભોગ બનીને એક જ દિવસમાં મરી ગઇ, તમારે પણ મરવું છે? કેન્સર ફ્રી જીવન જોઇતું હોય તો વધુને વધુ સેનિટરી નેપકિન્સ ખરીદો!

ભલીભોળી (મૂરખ કહીને મિત્ર નથી ગુમાવવી) સ્ત્રીઓ આવા સંદેશ ચારેબાજુ મોકલીને કંપનીઓ માટે મફત પબ્લિસિટી અને માર્કેટિંગ કરે છે. એમાંથી કોઇએ પૂછ્યું નથી કે ક્યાં, ક્યારે આટલી કેન્સર પીડિત છોકરીઓ મરી ગઇ? અને મરી ગઇ હોય તો સેનિટરી નેપકિન્સ બનાવતી કંપનીઓ પર કેસ કરવો જોઇએ કે એ લોકો એમની પ્રોડકટ્સમાં ભારતીય સ્ત્રીઓને કેન્સર થાય એવા ભયાનક કેમિકલ્સ વાપરે છે.

હવે જોવાની વાત એ કે પશ્ચિમની સ્ત્રીઓ પાસેથી આપણી બહેનો ભલે ડસ્પિોઝેબલ સેનિટરી પેડ્સ વાપરતા શીખી, પણ ત્યાં હવે ‘પર્યાવરણ બચાવો’ની ઝુંબેશ ચલાવનારાઓ સ્ત્રીઓને રિયુઝેબલ નેપકિન્સ વાપરવાનો આગ્રહ કરતા થયા છે. તમિલનાડુમાં દેશી-વિદેશીઓનું એક નાનું પણ ડેડિકેટેડ ગ્રૂપ રિફોરેસ્ટેશન અને કમ્યુનિટી ડેવલપમેન્ટ માટે કામ કરે છે.

એમની સાથે થોડા દિવસ, મહિના કે વરસ કામ કરવા માટે દુનિયાના દરેક ખૂણેથી લોકો આવતા રહે છે. ત્યાં જતી વખતે સામાનમાં શું લઇ જવું, એની સૂચનાવાળો ઇ-મેઇલ આજે સવારે જ મને મળ્યો. એમાં લખ્યું છે કે શક્ય હોય તો રિયુઝેબલ સેનિટરી પેડ્સ વાપરવા અને નાનાં બાળકો સાથે હોય તો ડિસ્પોઝેબલ નેપીઝને બદલે ધોઇને વારંવાર વાપરી શકાય એવા કોટનના બાળોતિયાં સાથે રાખવા.

આપણી દાદી કે નાનીમાને કદાચ આવું વાંચીને રમૂજ થાય. ન્યૂ જનરેશન અમેરિકન કે યુરોપિયન સ્ત્રીઓમાં આજે પર્યાવરણ (એન્ડ અફ કોર્સ, પૈસા) બચાવવા અંગે જે જાગૃતિ આવી છે. એની આપણે ત્યાં ક્યાં નવાઇ હતી? પરંતુ ફરક એટલો કે ભારતમાં કમસે કમ શહેરી મધ્યમવર્ગમાં કોઇ સ્ત્રી આજે પણ એના મન્થલી પિરિયડ્સ દરમિયાન, માર્કેટમાં મળતા સેનિટરી પેડ્સને બદલે મમ્મીનો જુનો સાડલો ફાડીને એના ટુકડા વાપરતી હોય, ધોઇ ધોઇને મહિનાઓ સુધી ચલાવતી હોય તો આપણે નાકનું ટીચકું ચઢાવીએ, પરંતુ મારી અમેરિકન સહેલી કોટન એન્ડ બામ્બૂ ફાઇબર્સમાંથી બનાવેલા રિયુઝેબલ સેનિટરી પેડ્સ વાપરે તો એ ટ્રેન્ડી ગણાય.

જો કે આપણે ત્યાં પણ જે દિવસે કાપડના આ ટુકડાનું માર્કેટિંગ, જાહેરખબરો ફેન્સી, ન્યૂ એજ સેનિટરી પ્રોડકટ્સ તરીકે શરૂ થશે ત્યારે શહેરોની સુપરમાર્કેટમાં ગ્રાહકો મળી રહેશે. મહિનાઓ સુધી વાપરી શકાય એવા રિયુઝેબલ સેનિટરી પેડ્સની ખપત વધારવા માટે ઉત્પાદકો એ વખતે કેવા એસએમએસ કે ઇ-મેઇલ વહેતા મૂકશે?‘

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!