નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કેદારનાથની યાત્રાએ જતાં પહેલા આટલુ જરૂર વાંચી લેજો!

 
ભગવાન શિવના પવિત્ર યાત્રા ધામ કેદારનાથ વિશેની ખાસ વાતો
હિમાલયની પર્વતમાળામાં આવેલું ઉત્તરાંચલ રાજ્યમાં ભગવાન શિવનું અદભૂત મંદિર. હિન્દુઓ માટેનું પવિત્ર યાત્રા સ્થળ કેદારનાથ શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે.

હિમાલયની પર્વતમાળાઓમાં 3,613 ફીટની ઉચાઈએ આ વિશાળ શિવ મંદિર આવેલું છે. આટલી ઉંચાઈ પર આ શિવ મંદિર કેવી રીતે બનાવવામાં આવ્યું તે વિશે આજે પણ કોઈ સત્ય જાણી શક્યું નથી.

જોકે એક વાયકા પ્રમાણે, સતયુગમાં શાસન કરનારા રાજા કેદાર શિવના મોટા ભક્ત હતાં તેમને આ મંદિર બનાવ્યું હતું તેથી તેમના નામે જ આ મંદિરનું નામ કેદારનાથ પળ્યું હતું. તેમની પુત્રી વૃંદા હતી જેને દેવી લક્ષ્મિનો અવતાર માનવામાં આવતો હતો. કહેવાય છે કે દેવી વૃંદાએ 30,000 વર્ષો સુધી એક જગ્યાએ તપ કર્યું હતું અને આજે એ સ્થળ વૃંદાવનના નામે ઓળખાય છે.

*જોવા જેવી જગ્યાઓ?

-રુદ્રપ્રયાગ : રુદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિનીનો સંગમ થાય છે. શહેર પર્વતની ખીણમાં વસેલું છે. ત્યાં પોસ્ટઑફિસ, દવાખાનું, ધર્મશાળા, હાઈસ્કૂલ, સંસ્કૃત કન્યાપાઠશાળા તેમજ ડાકબંગલો છે. અલકનંદા પરનો પૂલ પાર કરીને મંદાકિનીને કિનારે કિનારે જતા માર્ગે કેદારનાથના યાત્રીઓ આગળ વધે છે.

-અગસ્ત્યમુનિ : અગસ્ત્યમુનિ સુંદર પર્વતીય સ્થાન છે. ત્યાં ખેતીને અનુકૂળ સારી જમીન પણ છે. કહે છે કે ત્યાં પ્રાચીનકાળમાં અગસ્ત્ય મુનિએ નિવાસ કરીને કઠોર તપશ્ચર્યા કરેલી. એમની અને એમણે કરેલી તપશ્ચર્યાની સ્મૃતિરૂપે એ સ્થાનનું નામ અગસ્ત્યમુનિ પડ્યું છે. ત્યાં એમનું મંદિર છે અને એ મંદિરની સામે ધર્મશાળા પણ છે. અગસ્ત્યમુનિમાં પોસ્ટઑફિસ, ઈન્ટરમિડિયેટ કૉલેજ, ડાકબંગલો, દવાખાનું તથા પોલીસચોકી પણ છે. જુદીજુદી દુકાનોએ ભોજન પણ મળી શકે છે.

-કુંડ : કેદારનાથના માર્ગમાં અગસ્ત્યમુનિથી આગળ વધતી મોટર કુંડ જઈને અટકે છે. અહીં ઘોડા અને ટટ્ટુ પર બેસીને માર્ગ પસાર કરી શકાય છે. એટલું જ નહીં આ જગ્યા ઘણી જ મુશ્કેલ ભરેલી છે. અહીંના રસ્તા ચઢાણ-ઉતરાણવાળા પર્વતીય માર્ગવાળા હોવાથી સામાન્ય વ્યક્તિ માટે ઘણાં જ અઘરા છે. જે ચાલી શકે તેમને માટે તો બદરી-કેદાર જેવી યાત્રા પગે ચાલીને કરવાનો આનંદ અને લાભ ખાસ લેવા જેવો છે. તેથી સ્વાસ્થ્યલાભ પણ સહેલાઈથી મળે છે. કેટલાય યાત્રીઓ આનંદપૂર્વક પદયાત્રા કરે છે.

પગપાળા જનાર યાત્રીઓએ ધર્મશાળા કે ચટ્ટી પરથી વહેલી સવારે નીકળી જવું જોઈએ. રસ્તામાં આવતી બીજી ચટ્ટી પર ચા કે દૂધ પી શકાય છે. સવારે શક્તિ પ્રમાણે જેટલું બને તેટલું વધારે ચાલીને રસ્તામાં આવતી ચટ્ટીમાં મુકામ કરવો જોઈએ. બપોર પછી હંમેશાં થોડું ચાલવાનું અને સાંજ પડતાં પહેલાં ચટ્ટીમાં જગ્યા લઈને વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જવાનું ધ્યાન રાખવું જોઈએ. કેટલાક યાત્રીઓ અંધારું થતાં સુધી ચાલ્યા જ કરે છે. પરિણામે ચટ્ટી કે ધર્મશાળામાં મુકામ કરવા જાય છે ત્યારે ચટ્ટી યાત્રાઓથી ભરાઈ ગઈ હોય છે, એટલે ઈચ્છાનુસાર સારો ઉતારો મળતો નથી. બદરી, કેદાર, ગંગોત્રી તથા જમનોત્રીની યાત્રા કરનારે આ વાત ખાસ લક્ષમાં રાખવી જોઈએ.

-ગુપ્તકાશી : કુંડથી આગળ ચાલતાં ગુપ્તકાશી આવે છે. આ જગ્યા મંદાકિનીના તટ પર વસેલું છે. અહીંનું કુદરતી સૌદર્ય અનેરું છે. પર્વતીય પ્રદેશમાંથી આવતી, આગળ વધતી, ને શિલાઓ પર ઊછળતી મંદાકિની કેદારનાથના દર્શનના આનંદને પ્રકટ કરતી હોય એવી ઉલ્લાસમયી લાગે છે. મંદાકિનીની સામી પાર ઊખીમઠ નામે સ્થાનમાં બાણાસુરની પુત્રી ઉષા રહેતી. એની સખી અનિરુદ્ધને દ્વારિકાથી ત્યાં લાવેલી. બાણાસુરની રાજધાની ગયા પટણાના મધ્યમાં બિહાર પ્રાંતમાં બરાબર પર્વત પર હતી. શિયાળામાં કેદારનાથનું મંદિર બંધ થાય છે ત્યારે કેદારનાથની પૂજા ગુપ્તકાશીમાં કરવામાં આવતી હોવાથી ગુપ્તકાશીની મહત્તા વધારે છે. ત્યાં યાત્રીને કેદારનાથના પંડાઓનો મેળાપ થાય છે.

ગુપ્તકાશીમાં ચંદ્રશેખર મહાદેવનું અને અર્ધનારીશ્વરનું એમ બે સુંદર મંદિરો છે. ત્યાં એક કુંડ પણ છે. એમાં ગંગા-જમના નામની બે ધારા પડે છે. કેટલાય યાત્રીઓ એ કુંડને પવિત્ર માનીને એમાં સ્નાન કરે છે.

-નાલાચટ્ટી : ગુપ્તકાશીથી દોઢેક માઈલ દૂર નાલાચટ્ટી છે. ત્યાંથી ઊખીમઠ જઈ શકાય છે. કેદારનાથથી પાછા આવીને બદરીનાથ જનારા યાત્રીઓ એ માર્ગે ઊખીમઠ થઈને આગળ વધે છે.

-ત્રિયુગીનારાયણ : ત્રિયુગીનારાયણચટ્ટી પ્રાચીન સ્થાન છે. ત્યાં શિવપાર્વતીનું લગ્ન થયેલું એમ કહેવાય છે. એની સ્મૃતિમાં અખંડ અગ્નિજ્વાળા સળગે છે. યાત્રીઓ એમાં લાકડાં નાખે છે. શિવપાર્વતીનું લગ્ન ભગવાન નારાયણની સાક્ષીમાં થયેલું. એની સ્મૃતિ કરાવતી, હવનકુંડની સામે ભગવાનની મૂર્તિ જોવા મળે છે. મંદિરમાં ભગવાન નારાયણ ભૂદેવી ને લક્ષ્મીદેવી સાથે વિરાજે છે. ત્યાં ગંગાની એક ધારા સરસ્વતી પણ છે. તેના ચાર કુંડ છે. બ્રહ્મકુંડમાં આચમન, રુદ્રકુંડમાં સ્નાન, વિષ્ણુકુંડમાં માર્જન અને સરસ્વતીકુંડમાં તર્પણ કરવામાં આવે છે.

-સોમદ્વારા : સોમદ્વારા અથવા સોમપ્રયાગ ત્રિયુગીનારાયણથી ત્રણ માઈલ છે. ત્યાં મંદાકિની ને સોમ નદીનો સંગમ થાય છે. સંગમનું દૃશ્ય ઘણું સુંદર છે. ત્યાંથી પૂલ પાર કરીને ગૌરીકુંડ થઈને કેદારનાથ પહોંચવા આગળ વધાય છે. આ સ્થળથી શરૂ થતું ચઢાણ કાચાપોચા યાત્રીની કસોટી કરનારું છે.

-ગૌરીકુંડ : ગૌરીકુંડમાં કાલી કમલીવાલાની ધર્મશાળા ને ગૌરીનું મંદિર તો છે જ, પરંતુ એના નામ પરથી સૂચિત થાય છે તેમ, કુંડ પણ છે. એક કુંડ ગરમ પાણીનો ને બીજો ઠંડા પાણીનો છે. કહે છે કે પાર્વતીએ એ કુંડમાં સૌથી પ્રથમ સ્નાન કરેલું. ગૌરીકુંડમાં સ્નાન કરીને યાત્રી પોતાની રહીસહી અશુદ્ધિને દૂર કરે છે, અને ભગવાન શંકરના દર્શન માટે શ્રદ્ધાભક્તિપૂર્વક આગળ વધે છે.

*અહીં ક્યારે આવશો?જી હાં કેદારનાથ વિશે જાણીને અહીં ભગવાન શિવના દર્શને આવવાની દરેકને ઈચ્છા થાય તે તો સામાન્ય વાત છે. પણ આપને જણાવી દઈએ કે આ મંદિર વર્ષના ફક્ત 6 મહિના માટે જ ખૂલ્લુ હોય છે તે દિવાળી બાદ બંધ થઈ જાય છે. તેથી જો આપ આ વર્ષે પ્રભુ દર્શને જવા માંગતા હોવ તો આપની પાસે આ છેલ્લો મહિનો છે. બાદમાં આવતા વર્ષના એપ્રિલ મહિનામાં મંદિરના દ્વાર ફરીથી ખુલશે ત્યાં સુધી અહીં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી મંદિર બંધ રહે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી