નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ 7ને ઊંઘમાંથી જગાડવા એટલે ખતરાની ઘંટડી વગાડવી

જીવનને સુખી અને શાંત બનાવી રાખવા માટે શાસ્ત્રોમાં અનેક અચૂક નિયમ અને ઉપાય બતાવવામાં આવે છે. આ ઉપાય અને નિયમોનું પાલન કરનાર માણસને ક્યારેય પણ દુઃખોનો સામનો કરવો પડતો નથી. તે લોકો દરેક વખતે સુખી અને ચિંતાઓથી મુક્ત રહે છે.

જીવનમાં સફળતાઓ પ્રાપ્ત કરવા માટે અનેક વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. આ બાબતે આચાર્ય ચાણક્ય દ્વારા અનેક સટીક સૂત્ર બતાવવામાં આવ્યા છે. આ સૂત્રમાંથી જ એક સૂત્ર છે ...
સાંપ,
નૃપ(રાજા),
સિંહ
ડંખ માનરનાર જીવ,
નાના બાળકો,
બીજાના કૂતરા અને
મૂર્ખ

આ સાતોને ઊંઘમાંથી ક્યારેય જગાડવા ન જોઈએ. આ સાતેય જ્યારે સૂઈ રહ્યા હોય તો આ અવસ્થામાં રહેવા દેવા તે જ લાભદાયક રહે છે.

જો કોઈ સૂતેલા સાંપને જગાડવામાં આવે તો તે આપણને ચોક્કસપણે ડંખ મારશે. કોઈ રાજાને જગાડવાથી રાજાનો ક્રોધ સહન કરવો પડી શકે છે. જો કોઈ સિંહને જગાડવામાં આવે તો તે તમને ચોક્કસ મૃત્યુના મુખમાં જ લઈ લે છે. કોઈ ડંખ મારનાર જીવનને જગાડવાથી પણ મૃત્યુનું સંકટ ઊભું થઈ શકે છે. જો કોઈ નાનુ બાળક સૂઈ રહ્યું હોય તો તેને જગાડવાથી પણ તેને સંભાળવું મુશ્કેલ બની જાય છે. બીજાના કૂતરાને જગાડવામાં આવે તો તે ભસવાનું શરૂ કરી દેશે, અને કરડશે જ. જો કોઈ મૂર્ખ માણસ સૂઈ રહ્યો હોય તો તેને સૂતેલો જ રહેવા દેવો જોઈએ કારણકે મૂર્ખ વ્યક્તિને સમજાવવો ખૂબ જ મુશ્કેલ કામ છે તેને મોટા-મોટા વિદ્વાનો પણ સમજાવી નથી શકતા.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!