નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હાલ ધૂમ મચાવી રહેલી ફિલ્મ 'બોડીગાર્ડ'માં એવું તો શું છે?

 
એક્શન સ્ટંટ કરવા દરેકની ક્ષમતાની વાત નથી. ગમે તે વ્યક્તિ રમૂજ પેદા ન કરી શકે. તેવી જ રીતે કોઈ પણ વ્યક્તિ પ્રભાવશાળી ડાન્સ કરીને લોકોના દિલ નથી જીતી શકતાં.

સલમાન પોતાના દરેક ચાહકને કંઈક એવું આપે છે જે તેઓ યાદ રાખી શકે. તે છે ડાયલોગ્સ. એક્શન, કોમેડી, રોમાન્સ કે ડાન્સ ન કરી શકતા ચાહકો તેના સંવાદો જરૂર બોલી શકે છે. સલમાનની મોટાભાગની ફિલ્મોમાં એક્શન, કોમેડી અને ડાન્સ અને સંવાદો એક જેટલું જ મહત્વ ધરાવે છે.'બોડીગાર્ડ'માં પણ અમુક સંવાદો છે જેને તેના ચાહકો યાદ રાખશે, અને થોડા જ સમયમાં તેના નામના એસએમએસ પણ ફરતા થઈ જશે.

નીચે વાંચો 'બોડીગાર્ડ' ફિલ્મના અમુક સુપર ડાયલોગ્સ.

'મુઝ પર એક અહેસાન કરના કે મુઝ પર કોઈ અહેસાન ન કરના'

'મેં એક બોડીગાર્ડ હું, મેરી ડ્યૂટી કે અલાવા ના મુઝે કુછ દિખાઈ દેતા હૈ, ના મુઝે કુછ સુનાઈ દેતા હૈ.'

'મેરી એક ખાસિયત હૈ કે મેં મારતા કમ હું ઔર ઘસીટતા જ્યાદા હું. '

'બોડીગાર્ડ કભી દોસ્ત નહીં હોતે મેડમ.'

'સર, યે બોડીગાર્ડ અપને કામ કી વોરન્ટી દેતા હૈ ફિર ભલે આપ રહે ના રહે'

'બોડીગાર્ડ' લવલી સિંહના એક્શન સ્ટંટ્સ

ફિલ્મમાં સલમાન હંમેશા સનગ્લાસિસ પહેરી રાખે છે. કારણ જણાવતા તે કહે છે કે એક બોડીગાર્ડની આંખો ક્યારેય કોઈને ન દેખાવી જોઈએ.

ફિલ્મના ક્લાઈમેક્સમાં સલમાનની આંખોમાં માટી ઉડતા તે જોઈ નથી શકતો. તેમ છતાં પાણી ભરેલી જગ્યામાં દુશ્મના ચાલવાના અવાજ પર જ તેમનો ખાત્મો કરે છે.

શરૂઆતમાં જ એક એક્શન સિકવન્સ દરમિયાન સલમાન એવા એવા સ્ટંટ કરે છે જે સામાન્ય વ્યક્તિને માનવામાં ન આવે પણ સલમાન આ સ્ટંટ કરતો હોઈ બધા તેની ભરપૂર મજા માણે છે. આ જ સલમાનનો જાદુ.

એક્શન સ્ટંટ કરતો હોવા છતાં પણ સલમાન તેના પાત્ર બોડીગાર્ડ લવલીસિંહની માસૂમિયત નથી ખોતો. મેડમજીના નામે જ કરિનાને સંબોધતો સલમાન બહુ જ સોહામણો લાગે છે.

ટ્યાઉં ટ્યાઉં ટ્યાઉં ટ્યાઉં

આ બીજુ કંઈ નહીં પણ સલમાનની ફિલ્મનું એક ગીત છે જેના પર સલમાન પોતાનો મસલ ડાન્સ કરે છે. હા, પોતાના બાવળાંના સ્નાયુઓને ફૂલાવે છે અને ગીતની ટ્યૂન પર લોકોને મનોરંજન પૂરુ પાડે છે.

માત્ર 20 સેકન્ડ માટે કેટરિના અને 5-7 સેકન્ડ માટે પોતાના પર્સનલ બોડીગાર્ડ શેરાને પોતાની સાથે નચાવીને સલમાને દર્શકો પાસેથી કરી ફૂલ કમાણી.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!