નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હરતીફરતી ઓફીસ જેવી ઓડી A-૬નું સૌપ્રથમ સુરતથી લોન્ચિંગ

 
- સુરતમાં ૪ મહિનામાં ૧૦૦ કારના વેચાણનો લક્ષ્યાંક
- લક્ઝુરિયસ સેગમેન્ટમાં લીડર બનવાની મહેચ્છા


શહેરમાં ગુરુવારે ઓડી કારનો શો રૂમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતમાં પહેલીવાર ઓડીની એ- ૬ કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. એ-૬ કારની કિંમત ૩૭.૭ લાખ (એક્સ શો-રૂમ) રાખવામાં આવી છે.

જર્મન લકઝરી કાર ઉત્પાદક ઓડીએ સુરતમાં વિશ્વ કક્ષાનો શો રૂમનું ઓડી ઇન્ડિયાના હેડ માઇકલ પર્શકના હસ્તે કરવામાં આવ્યું હતું. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ મુલાકાતમાં માઇકલે કહ્યું હતું કે, અમદાવાદમાં ઓડીનો શો રૂમ છે, જ્યાં ૨૨ ટકા કાર તો સુરતથી ખરીદાતી હતી. સુરત એવું શહેર છે જ્યાં લકઝુરિયસ વસ્તુ ખરીદનારા અને સમજનારા લોકો છે. એટલે અમે શો રૂમ શરૂ કર્યો છે. ડિસેમ્બર-૨૦૧૧ સુધીમાં સુરતમાં ૧૦૦ કાર વેચવાનો અમારો અંદાજ છે. ઓડીની એ-૬ આમ તો ૪૩ વર્ષથી છે પણ જનરેશન પ્રમાણે તેમાં વારંવાર ફેરફાર કરાયા છે.

માઇકલે કહ્યું હતું કે ભારતમાં અત્યારે લકઝુરિયસ કારનું માર્કેટ ૦.૭ ટકા જેટલું છે, જે આ વર્ષે ૧ ટકા પર પહોંચવાની શક્યતા છે. ઓડી યુરોપ અને ચીનમાં લકઝુરિયસ કારના સેગમેન્ટમાં લીડર છે પણ ભારતમાં અમે આ સ્થાને ૨૦૧પમાં પહોંચીશું.

એ-૬ની વિશેષતા શું છે...

ઓડી એ-૬ એટલે કે જાણે હરતીફરતી ઓફિસ. નવી એ-૬ એ એ-૮ની આધુનિક ટેક્નોલોજી અને નવી ઓડી એ-૭ સ્પોર્ટબેકની ડિઝાઈનનું મિશ્રણ છે. હળવા વજનની ટેક્નોલોજી,એડેપિ્ટવ એર સસ્પેન્શન, એલઇડી હેડ લેમ્પસની સુવિધા રાખવામાં આવી છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી