નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફક્ત બે વર્ષમાં જ તમારું કોમ્પ્યુટર બની જશે સુપર કોમ્પ્યુટર

 
 
- હવે તે દિવસ દૂર નથી જ્યારે તમારું કોમ્પયુટર આજની સરખામણીમાં 1000 ગણું ઝડપી ચાલશે
- કોમ્પ્યુટર બનાવનાર કંપની આઇબીએમ તેના માટે હાઇટેક ચિપ તૈયાર કરવામાં લાગી ગઇ છે
જી હા, ફક્ત બે વર્ષની અંદર કોમ્પ્યુટર જગતમાં ક્રાંતિ આવવાની છે. હવે તે દિવસ દૂર નથી જ્યારે તમારું કોમ્પયુટર આજની સરખામણીમાં 1000 ગણું ઝડપી ચાલશે. કોમ્પ્યુટર બનાવનાર કંપની આઇબીએમ તેના માટે હાઇટેક ચિપ તૈયાર કરવામાં લાગી ગઇ છે. કંપની તેના માટે એક સ્કાઇસ્ક્રેપર કોમ્પ્યુટરનું નિર્માણ કરી રહી છે. આ કોમ્પ્યુટરમાં સિલિકોન ચિપને એકની ઉપર એક ચિપકાવીને લગાવામાં આવી રહી છે ત્યારબાદ સિલિકોન ચિપને એક નાનકડા સંઘટકમાં હજારો વખત લપેટીને તૈયાર કરવામાં આવી રહ્યું છે.

આ પ્રોજેક્ટમાં કોમ્પ્યુટર ચિપ બનાવનાર કંપની આઇબીએમ 3 એમ નામ કંપનીની મદદ લઇ રહ્યા છે. તેના દ્વારા ચિપ તૈયાર કરવામાં આવી રહી છે. તેનાથી કોમ્પ્યુટરની સ્પીડ 1000 ઘણી વધી જશે. કંપનીના મતે આ કોમ્પ્યુટર 2013ના વર્ષમાં બજારમાં આવી જશે. કંપની હાલ જે ચિપ બનાવે છે તેનો ઉપયોગ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ અને ટેપ બનાવામાં કરાય છે.

હવે જો કંપની ચિપ તૈયાર કરી રહી છે તે આવતી પેઢીના કોમ્પ્યુટરોનું કામ કરવાની પદ્ધતિ બદલી દેશે. હાલમા જે ચિપ તૈયાર કરવામાં આવી છે તે કેટલીય વખત ગરમ થઇને ખરાબ થઇ જાય છે. પરંતુ આ નવી ચિપમાં આવું નહીં થાય, આ ચિપમાં જે ગ્લૂનો ઉપયોગ કરાઇ રહ્યો છે તે ચિપને ગરમ થવા નહીં દે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી