નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે એક ક્લિક કરો ને જાણો, કઇ કોલેજ છે બેસ્ટ!!

 
 
બોર્ડની પરીક્ષા બાદ મોટા ભાગના વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને એક જ ટેન્શન હોય છે કઇ કોલેજમાં એડમશિન લેવું? જો બહારગામ એડમશિન લેવાનું હોય તો ત્યાં કઇ કોલેજ સારી છે? રહેવાનું કઇ જગ્યાએ? આવા અનેક પ્રકારના ટેન્શન હવે માત્ર એક ક્લિક દ્વારા દૂર થઇ જશે. કારણ કે ચાંદખેડામાં આવેલી વિશ્વકમૉ એન્જિનિયરિંગ કોલેજના પાંચ વિદ્યાર્થીઓએ www.mapsite.in નામની વેબસાઇટ તૈયાર કરી છે. જેમાં ગુજરાતની ૫૦૦ જેટલી કોલેજના ડેટા આપેલા છે.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની (જીટીયુ) અન્ડરમાં આવતી 500 જેટલી કોલેજની તમામ પ્રકારની જાણકારી આ વેબસાઇટ પર મૂકવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ શહેર અને તેમાં આવેલી કોલેજને ગુગલ મેપ દ્વારા હાઇલાઇટ કરવામાં આવી છે. આ સાથે કોલેજના સેગમેન્ટ પ્રમાણે ઓપ્શન પણ વેબસાઇટમાં આપવામાં આવ્યા છે. આ વેબસાઇટ ઇન્ફર્મેશન ટ્ેકનોલોજીના વિદ્યાર્થી શાહ પ્રતિક, પાલા પ્રકાશ, પ્રજાપતિ ચેતન, વિજયવર્ગી મયૂર અને દવે ચિંતન દ્વારા તૈયાર કરવામાં આવી છે.

- ગુજરાતની 500 જેટલી કોલેજની માહિતી હવે માત્ર એક વેબસાઇ પરથી મેળવી શકાશે
- વિશ્વકમૉ એન્જિનિયરિંગ કોલેજના પાંચ વિદ્યાર્થીઓએ નામની વેબસાઇટ તૈયાર કરી
- 10મા અને 12મા ધોરણ પછી વિદ્યાર્થીઓએ ક્યા કોર્સ માટે કઇ કોલેજ સિલેકટ કરવી તે આ વેબસાઇટ દ્વારા સરળતાથી નક્કી કરી શકશે

આ અંગે ચિંતન દવે જણાવે છે કે, ‘વિવિધ કોલેજની જાણકારી માટે જીટીયુ દ્વારા બુકલેટ આપવામાં આવે છે પરંતુ તેમાં દરેક પ્રકારની માહિતી હોતી નથી. આ વેબસાઇટ દ્વારા દરેક કોલેજનું એજયુકેશન, અધર એક્ટિવિટી, ફેસેલિટી તથા કોલેજની નજીક ક્યા વિસ્તારો છે જયાં વિદ્યાર્થી પેઈંગગેસ્ટ તરીકે રહી શકે તે દરેક માહિતી આપવામાં આવી છે. આ સાથે દરેક કોલેજના નામ નંબર સાથે તે કોલેજની વેબસાઇટ લીંક પણ અમે અમારી વેબસાઇટ પર મૂકી છે. જેથી જે તે કોલેજની જાણકારી ઊંડાણપૂર્વક મેળવી શકાય.’

- કોલેજનો રૂટ પણ વેબસાઇટમાં જોવા મળશે

મયૂર જણાવે છે કે, ‘બીજા શહેરની કોલેજમાં એડમશિન લઇએ ત્યારે તે કોલેજનો રૂટ ખબર હોતી નથી. આ માટે બીજા શહેરના વિદ્યાર્થીઓ માટે અમે સ્પેશિયલ રૂટ પણ આપ્યા છે. જેમાં કોલેજનું નામ અને તમારું ડેસ્ટિનેશન નાંખવામાં આવે તો તેની વચ્ચેનો આખો રૂટ આવી જશે. આ ઉપરાંત એ રૂટના કિ.મી. પણ બતાવશે.

- અઢી મહિનાની મહેનત પછી તૈયાર થઇ વેબસાઇટ

આ વેબસાઇટ બનાવવા માટે વિદ્યાર્થીઓ છેલ્લાં અઢી મહિનાથી તનતોડ મહેનત કરી રહ્યા હતા. તેમણે બધી કોલેજના નંબર અને વેબસાઇટ મેળવવા માટે કોલેજનો સંપર્ક કર્યો સાથે સાથે ઇન્ટરનેટ દ્વારા પણ કેટલીક માહિતી એકઠી કરી હતી. વિદ્યાર્થીઓએ આ વેબસાઇટ પોતાની જાતે ડિઝાઈન કરી છે. જેમાં ધોરણ બાર સાયન્સ પછીની કોલેજ અને ધોરણ દસ પછી ડિપ્લોમાં કોર્સ માટે કઇ કોલેજો સારી છે તેની વધુ વિગતો આપવામાં આવી છે.

- શા માટે બની વેબસાઇટ?

આ વેબસાઇટ બનાવવા પાછળનું કારણ પુછતા વિદ્યાર્થીઓનું ગ્રૂપ જણાવે છે કે, ‘અમે બધા બીજા શહેરમાંથી અમદાવાદ ભણવા માટે આવ્યા છીએ. જ્યારે અમારે એડમશિન લેવાનું હતું ત્યારે અમને ઘણી તકલીફ પડી હતી. કઇ કોલેજમાં જવું? કઇ કોલેજનું એજયુકેશન સારું ? ત્યાં લેબ ફેસેલિટી કેવી છે? જેવી તમામ માહિતી આવનાર વિદ્યાર્થીઓને મળી રહે તે માટે અમે ખાસ આ વેબસાઇટ તૈયાર કરી છે.
 

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!