નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સફળતાનો કોઇ શોર્ટ કટ નથી..!

 
 
આત્મસન્માન અને આત્મવિશ્વાસ આ બંને જીવનમાં સફળતા માટે જરૂરી છે. જો તમે પોતાને માનપૂર્વક નહીં જુઓ તો બીજાઓ ક્યારેય માન નહીં આપે. પોતાના સન્માનની કદર ન કરનાર લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે.

જીવન પ્રત્યેનો આપણો અભિગમ અથવા આપણી વર્તણૂંક બાળપણના અનુભવો પર આધારિત છે. કોઇ બાળક નિરાશાવાદી પેદા થતું નથી પણ એના બાળપણના અનુભવો એને નેગેટિવ બનાવે છે. આમાં વડીલો દ્વારા થયેલો ઉછેર મહત્વની ભૂમિકા ભજવે છે.

જીવનમાં ધ્યેયની પસંદગી મહત્વની છે. ધ્યેયનું લિસ્ટ લાંબું હશે તો પસંદગી મુશ્કેલ થઇ જશે. આ સૂચિને સિમિત રાખી ધ્યેય નક્કી કરી લો. સફળતા એકાએક નથી મળતી. મુખ્ય ધ્યેયની દિશામાં નાનાં નાનાં ધ્યેય જરૂરી છે. સફળતાનો કોઇ શોર્ટ કટ નથી.

‘લર્ન ટુ લવ યોર સેલ્ફ ઇનફ’ પુસ્તકના લેખક એન્ડ´ માર્શલ એક જાણીતા કાઉન્સેલર છે અને એમના અનુભવનું અહીં સંકલન કરાયું છે. લેખકના મંતવ્ય પ્રમાણે આત્મસન્માન અને આત્મવિશ્વાસ આ બંને જીવનમાં સફળતા માટે જરૂરી છે. જો તમે પોતાને માનપૂર્વક નહીં જુઓ તો બીજાઓ ક્યારેય માન નહીં આપે. પોતાના સન્માનની કદર ન કરનાર લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે.

જીવન પ્રત્યેનો આપણો અભિગમ અથવા આપણી વર્તણૂંક બાળપણના અનુભવો પર આધારિત છે. કોઇ બાળક નિરાશાવાદી પેદા થતું નથી પણ એના બાળપણના અનુભવો એને નેગેટિવ બનાવે છે. આમાં વડીલો દ્વારા થયેલો ઉછેર મહત્વની ભૂમિકા ભજવે છે. દરેક વાતમાં ગાઇડ કરવાથી બાળકનું વ્યક્તિત્વ વિકસતું નથી. આવું બાળક મોટું થયા પછી પણ સ્વતંત્ર નિર્ણય લઇ નથી શકતું અને બીજાઓના અભિપ્રાય પ્રમાણે વર્તે છે. વધારે પડતી ટીકા અથવા પોતાના વિચારો થોપવાથી બાળકનો વિકાસ રુંધાઇ જાય છે.

જીવનમાં પ્રગતિ માટે ભૂતકાળની આ યાદોને ભુલાવી દઇ હકારાત્મક વલણ અપનાવવું પડે છે. નેગેટિવ અનુભવો ક્યારેય લાભદાયક નથી હોતા. માટે ભૂતકાળની પકડમાંથી વર્તમાનને છોડાવવો પડે છે. વડીલો કદાચ એમની રીતે સાચા પણ હોય કારણ કે એમનો ઉછેર જુદી રીતે થયો છે. આ પેઢીઓનો વિચારભેદ છે. આજે જે વ્યક્તિ સ્વતંત્ર નિર્ણય લઇ શકે છે એ વધુ સફળ થાય છે.

કોઇના વખાણની આપણે બહુ પરવા કરતા નથી પણ બીજાઓની ટીકાને સત્ય માની લઇએ છીએ. જીવનમાં દરેકને ખુશ કરવા શક્ય નથી. જે લોકો પોતે નેગેટિવ છે તે હંમેશાં બીજાની ટીકા કરતાં રહે છે. બને ત્યાં સુધી એવા લોકો સાથે સંબંધ રાખવો જરૂરી છે જેમનો અભિગમ હકારાત્મક હોય. આપણા મનમાં રહેલી દરેક માન્યતા સાચી હોય એ જરૂરી નથી. નિરાશાવાદી દરેક ટીકાને કાયમી સમજે છે, જ્યારે આશાવાદી એને હંગામી સમજી આગળ વધે છે. પોતાની ભાષા પર કાબૂ રાખવો જરૂરી છે. નેગેટિવ લોકો અશક્ય, મુશ્કેલ જેવા શબ્દો વાપરે છે જ્યારે પોઝિટિવ માટે કોઇ કામ અશક્ય લાગતું નથી.

જીવનમાં ધ્યેયની પસંદગી મહત્વની છે. ધ્યેયનું લિસ્ટ લાંબું હશે તો પસંદગી મુશ્કેલ થઇ જશે. આ સૂચિને સિમિત રાખી ધ્યેય નક્કી કરી લો. સફળતા એકાએક નથી મળતી. મુખ્ય ધ્યેયની દિશામાં નાનાં નાનાં ધ્યેય જરૂરી છે. સફળતાનો કોઇ શોર્ટ કટ નથી. કોઇ પણ નવું કામ કરતાં પહેલાં ભય લાગે તે સ્વાભાવિક છે. આ ભય કેટલો સાચો છે તે ચકાસવું જરૂરી છે. ભૂલો જીવનનું એ સત્ય છે જે કંઇક શીખવી જાય છે. જીવનમાં સારી ઘટનાઓની એક યાદી રાખો. બીજાઓના અભિપ્રાય પ્રમાણે વર્તવા કરતાં પોતે જ પોતાના શ્રેષ્ઠ મિત્ર બની અંતરનો અવાજ સાંભળો.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!