નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બાળકને લંચબોક્સમાં શું આપશો?

 
 
બાળકને લંચબોક્સમાં ભાવતો નાસ્તો ભરી આપશો, તો તે ચોક્કસ રિસેસમાં નાસ્તો ખાશે. લંચબોક્સ ભરો ત્યારે બાળકને સાથે રાખો જેથી તેને ખ્યાલ રહે.

સ્કૂલ શરૂ થઇ ગઇ છે અને મમ્મી સવારે ઊઠીને પહેલી તૈયારી બાળકને સ્કૂલે લઇ જવા માટે લંચબોક્સમાં નાસ્તો ભરવાની કરે છે. જ્યારે બાળકોનું લંચબોક્સ ભરવાનું કામ રૂટિન બની જાય છે, ત્યારે ઘણી વાર એવું બને છે કે તેમાંથી બાળકોને ગમતી વાનગીઓ ગાયબ થવા લાગે છે. આના લીધે બાળક સ્કૂલે લંચબોક્સ લઇ જાય છે ખરાં, પણ તેમાં ભરેલો નાસ્તો ખાતાં નથી. આવું ન બને તે માટે લંચબોક્સ તૈયાર કરતી વખતે બાળકોની પસંદગીનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

ઘણી વાર મમ્મી ફરિયાદ કરે છે કે મારું બાળક બ્રેડ-બટર, જેમ, જેલી, ચોકલેટ બિસ્કિટ, ઉપમા, બટાકાપૌંઆ, પરોંઠા, રોટલી-શાક વગેરે તો ખાતું જ નથી. મોટા ભાગના માતાપિતાની આ જ ફરિયાદ હોય છે કે લંચબોક્સમાં સાદો નાસ્તો ભરો, તો બાળક નાસ્તો ખાતું નથી. એ ખાવા-પીવામાં ખાસ રસ દાખવતું નથી. તેઓ ફરિયાદ કરે છે, પણ બાળક લંચબોક્સનો નાસ્તો કેમ ખાતું નથી તેની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન નથી કરતાં. પોતાની પસંદગીની સાથોસાથ લંચબોક્સમાં ભરેલો નાસ્તો ન ખાવા બદલ બાળકોનું મનોવિજ્ઞાન પણ કામ કરે છે.

બાળકને લંચબોક્સમાં એવો નાસ્તો ભરીને આપો જે ખાવા માટે એ હોંશે હોંશે તૈયાર થઇ જાય. તે માટે બાળકોને પૂછો કે તેમને સૌથી વધારે શું ભાવે છે અને તેમની પ્રિય વસ્તુ કઇ છે? લંચબોક્સ ભરતી વખતે બાળકની પસંદગીનો ખ્યાલ રાખો.

આ ઉપરાંત અહીં આપેલી કેટલીક ટિપ્સ પણ બાળકને લંચબોક્સમાં આપેલો નાસ્તો ખાવા માટે લલચાવશે.

- સૌપ્રથમ તો બાળક માટે સુંદર મજાનું આકર્ષક લંચબોક્સ લાવો. એ સુંદર લંચબોક્સ બાળકને રિસેસ દરમિયાન નાસ્તો ખાવા માટે પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે.

- બાળક માટે નાસ્તો બનાવો અને તે લંચબોક્સમાં ભરો ત્યારે તેને તમારી સાથે રાખો. લંચબોક્સમાં એને રોજ એકનો એક જ નાસ્તો ન આપતાં રોજ જુદો જુદો નાસ્તો આપવાનું રાખો.

- નિષ્ણાતોના કહેવા પ્રમાણે, દરેક બાળકની ખાવાની ટેવ જુદી જુદી હોય છે. બાળકના લંચબોક્સમાં નાસ્તો કંઇક અલગ રીતે ભરવાથી પણ એ નાસ્તો ખાશે.

- દરરોજ નાસ્તામાં કંઇ નવી વસ્તુ બનાવો. તેને લંચબોક્સ સાથે જયૂસ, ચોકલેટ, ટોફી, કેડબરી, મિફન વગેરે પણ આપો. એથી પણ બાળકને લંચબોક્સમાં ભરેલો નાસ્તો ખાવાની ઇચ્છા થશે

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!