નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આવી રહ્યું છે દુનિયાનું સૌથી પાતળું અને હલકું લેપટોપ

 
 
- હવે બજારમાં એક એવું લેપટોપ આવી રહ્યું છે જે ખૂબ જ હલકું અને પાતળું છે
- તેનું વજન અંદાજે 3 કિલો 130 ગ્રામ છે
- તેની વધુ એક ખાસિયત છે કે તેમાં ઓએલઇડી બટન લાગેલું છે તથા તેમાં ટચપેડ છે

પોતાના વજનના લીધે લેપટોપ મોટાભાગે પસંદ કરવામાં આવતા નથી. તેનું વજન વધારે હોવાથી ક્યારેક લોકોને પસંદ આવતું નથી, કારણ કે તેને ખભે ભરાવીને ફરવું પડે છે. જો તમે પણ આ લોકોમાંથી છો અથવા તો જેમણે આ પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે તો તેમના માટે સારા સમાચાર છે. કારણ કે હવે બજારમાં એક એવું લેપટોપ આવી રહ્યું છે જે ખૂબ જ હલકું અને પાતળું છે. તેનું વજન અંદાજે 3 કિલો 130 ગ્રામ છે. તેની વધુ એક ખાસિયત છે કે તેમાં ઓએલઇડી બટન લાગેલું છે તથા તેમાં ટચપેડ છે.

આ લેપટોપનું નામ રેજર બ્લેડ છે અને તે બિલકુલ બ્લેડની જેમ જ શાર્પ અને ઝડપી છે. 17 ઇંચ સ્ક્રીનનું આ લેપટોપ 2.8 ગીગા હર્ટ્ઝ સેકન્ડ જનરેશન કોર આઇ7 2640 પ્રોસેસર અને 8 ગિગ્સ રેમની સાથે લેસ છે. તેનું કીબોર્ડ પણ ખાસ પ્રકારનું છે, આથી તેના પર ટાઇપ કરવાનું ઘણું સરળ છે.

આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ લેપટોપ આવતા મહિને બજારમાં આવી જશે. તેની કિંમત અમેરિકામાં 2800 ડોલર (અંદાજે 1લાખ 28હજાર રૂપિયા) થશે. આ કિંમત કંઇક વધારે જ દેખાઇ રહી છે કારણ કે એપ્પલના 'મૈક-પ્રો' તેનાથી સસ્તું છે. સંભવત: પાતળું અને હલકું હોવાના લીધે તેની કિંમત વધુ છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી