નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભલભલાના પરસેવા છૂટી જાય છે આને કાબુમાં કરતા...!

આ પતંગ ‘મંતા રે’ (એક પ્રકારની માછલી)ના આકારમાં હતો રેકોર્ડ માટે એ જરૂરી હતું કે તે 20 મિનિટ સુધી ઉડતો રહે
બ્રિસ્ટલ ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ દરમિયાન દુનિયાનો સૌથી મોટો પતંગ ઉડાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તે સફળ થઈ શકી નહોતી. કુવૈતના અલ ફારસી પરિવારનો આ પતંગ ‘મંતા રે’ (એક પ્રકારની માછલી)ના આકારમાં હતો.

આ પતંગની લંબાઈ 130 ફૂટ, પાંખોની પહોળાઈ 180 ફૂટ અને પૂંછડી 260 ફૂટની હતી. 12,916 સ્ક્વેર ફૂટ એરિયા કવર કરનારો આ પતંગના બે વાહનોમાં રાખીને અહીંયા લાવવામાં આવ્યો હતો. તેમ છતાં આ પતંગ રેકોર્ડ બનાવી શક્યો નહીં, કારણ કે રેકોર્ડ માટે એ જરૂરી હતું કે તે 20 મિનિટ સુધી ઉડતો રહે.

કાઇટ ફેસ્ટિવલના આયોજન લિન ગિબ્સન જણાવે છે કે આ દરમિયાન હવા તો સારી ચાલી રહી હતી, તેમ છતાં આ ટીમ બીજી વખત પ્રયત્ન કરશે. જૂનો રેકોર્ડ 10970 સ્ક્વેર ફૂટનો છે. અલ ફારસી પરિવારે 2005માં થ્રીડી પતંગ બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. આ પતંગ કુવેતના ઝંડાના શેપમાં હતો. એક અન્ય આયોજક એવરિલ બેકર જણાવે છે કે તેમણે આ વર્ષે એપ્રિલ મહિનામાં આ પતંગને ફ્રાંસમાં ઉડતો જોયો હતો.

આ કામ સરળ નથી, તેમાં ભલભલાના પરસેવા છૂટી જાય છે. આ કાઇટ ફેસ્ટિવલની 25મી વર્ષગાંઠ છે, તેમાં જો એક વાર ફરી ફારસી પરિવારની કોશિશ સફળ રહેશે તો આ તેમના માટે સૌથી મોટુ ઈનામ હશે.
 
 
 
 
 
 

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!