નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એક પગ ગુમાવ્યો તેમ છતાં બે પગે ચાલે છે મોટાલા, જુઓ તસવીરો!

આ 50 વર્ષીય હાથણીએ એક દુર્ઘટનામાં પોતાનો પગ ગુમાવી દીધો હતો

આ દુર્ઘટના પછી તેના માલિકે તેનો પગ બચાવવાની કોશિશ કરી હતી


અમુક વર્ષો પહેલા પોતાનો અક પગ ગુમાવી ચૂકેલી હાથણીને હવે નકલી પગ સાથે ચાલી જોઈ શકાય છે. થાઈલેન્ડની આ 50 વર્ષીય હાથણીએ એક દુર્ઘટનામાં પોતાનો પગ ગુમાવી દીધો હતો.

આ હાથણીનું નામ મોટાલા છે. મોટાલાએ ઈ.સ. 1999માં થાઈલેન્ડ મ્યાનમાર બોર્ડર પર એક લેન્ડમાઇન પર પગ મૂકી દીધો હતો, જેના કારણે થયેલા ધડાકામાં તેનો પગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.

આ દુર્ઘટના પછી તેના માલિકે તેનો પગ બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે સફળ ન થઈ શક્યા. ઈ.સ. 2006માં અસ્થાયી રીતે મોટાલાને નકલી પગ લગાવ્યો હતો, જેનાથી તે ચાલતી ફરતી થઈ હતી. આ પછી મોટાલાના વજન અને પગના માપ પ્રમાણે તેનો ખાસ નકલી પગ લગાવવામાં આવ્યો છે, જેનાથી મોટાલા ખુશ છે.
 
 
 
 
 
 
 
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી