નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ડબલ સિમ વાળા નોકિયાના બે 'સસ્તા' મોબાઇલ લોન્ચ

- નોકિયા સી 0 03 અને નોકિયા સી2 06
- નોકિયા 2 03ની કિંમત 4700 રૂપિયાની આસપાસ
- નોકિયા સી2 06ની કિંમત 5000 રૂપિયાની આસપાસ હોઇ શકે
- એક સિંગલ સિમ વાળા ફોન નોકિયા સી2 02 પણ લોન્ચ કર્યો
- તેની કિંમત રૂ.4800ની આસપાસ


મોબાઇલ હેન્ડસેટ બનાવનાર ફિનલેન્ડની જાણીતી કંપની નોકિયાએ ભારતીય બજારમાં પોતાની ઘટતી શાખને મજબૂત કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. પોતાની આ યોજનાની અંતર્ગત કંપનીએ અહીં એક સાથે ત્રણ મોબાઇલ હેન્ડસેટને લોન્ચ કર્યું છે. તેમાં ડબલ સિમ વાળા બે હેન્ડસેટ પણ સામેલ છે.

કંપનીની તરફથી ડબલ સિમ વાળા જે બે મોડલ્સને લોન્ચ કર્યા છે તે આ છે - નોકિયા સી 0 03 અને નોકિયા સી2 06. તેમાંથી 2 03ની કિંમત 4700 રૂપિયાની આસપાસ રહેવાનો અંદાજો લગાવામાં આવી રહ્યો છે. ત્યારે સી2 06ની કિંમત 5000 રૂપિયાની આસપાસ હોઇ શકે છે.

તેની સાથે જ કંપનીની એક સિંગલ સિમ વાળા ફોન નોકિયા સી2 02 પણ લોન્ચ કર્યો છે. તેની કિંમત અંદાજે 4800 રૂપિયાની આસપાસ હશે. કંપનીની તરફથી કહેવામાં આવ્યું છે કે ભારતમાં આ તમામ હેન્ડસેટ્સનું વેચાણ ટૂંક સમયમાં શરૂ થઇ જશે.

આ સિવાય કંપનીની તરફથી તેમણે નવીનતમ સ્માર્ટફોન નોકિયા એન 9ને પણ શોકેસ કરવામાં આવ્યો છે. તેમાં ઓલ સ્ક્રીન ફીચર હાજર છે. કંપનીના મતે આ ફૂલ સ્ક્રીન ટચ બેસ્ડ સ્માર્ટફોન છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!