નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આવી રહ્યું છે ગૂગલનુ ધમાકેદાર લેપટૉપ

ઇન્ટરનેટ સર્ચ એન્જીન કંપની ગૂગલ નિર્મિત લેપટૉપ આવતા મહીનાથી બઝારમાં ઉપલબ્ધ કરી દેવાશે.

સમગ્ર રીતે ગૂગલના સૉફ્ટવેર ઉપર ચાલતુ આ લેપટૉપ સૌથી પહેલા અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ઇટાલી, અને સ્પેનના બજારમાં ઉતારવામાં આવસે. કંપનીએ કહ્યું છે કે લેપટૉપ ટૂંક સમયમાં બીજા બજારોમાં પણ ઉતારી દેવામાં આવશે.

- ગૂગલે લગભગ બે વર્ષ પહેલા તેની જાહેરાત કરી હતી કે બજારમાં તે પોતાનુ લેપટૉપ ઉતારશે
- આ દરમિયાન એપ્પલના આઈપેડ બજારમાં ખાસ્સા પ્રચલિત થઈ ગયા છે
- ક્લાઉડ કમ્પ્યૂટિંગ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ વર્ચુઅલ સર્વિસ હોય
- ગૂગલનુ લેપટૉપ કંપની અને માઇક્રોસૉફ્ટ વચ્ચેની સ્પર્ધાને પ્રોત્સાહન આપશે


ગૂગલે લગભગ બે વર્ષ પહેલા તેની જાહેરાત કરી હતી કે બજારમાં તે પોતાનુ લેપટૉપ ઉતારશે.

આ દરમિયાન એપ્પલના આઈપેડ બજારમાં ખાસ્સા પ્રચલિત થઈ ગયા છે અને ભારે પ્રમાણમાં વેચાઈ પણ રહ્યાં છે. આઈ પેડ્સ જેવા ટેબલેટ્સ પીસીના જબરદસ્ત વેચાણ હવે એ પ્રશ્ન ઊભો કરી દીધો છે કે શું ગૂગલનુ લેપટૉપ ખરીદવા માટે લોકો રસ લેશે કે કેમ?

ગૂગલના લેપટૉપ, જેને 'ક્રોમબુક' કહેવામાં આવે છે કે, તેમાં સૉફ્ટવેર ઇન્સ્ટૉલેશન, એન્ટી વાઇરસ અને ડેટા બેક-અપ જેવા કામ ગૂગલની ઑન-ક્લાઉડ સેવાના માધ્યમથી કરવામાં આવશે.

ક્લાઉડ કમ્પ્યૂટિંગ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ વર્ચુઅલ સર્વિસ હોય છે. ગૂગલ પોતાની પ્રૉડક્ટને પ્રચલિત કરવા માટે વેપાર સમૂહો અને સ્કૂલોને વિશેષ આર્થિક છૂટ-છાટ પણ આપી રહીં છે, જેના સ્વરૂપે 20થી 28 ડૉલર પ્રતિ મહીનાના ખર્ચે ટેક્નોલોજી સહાય અને વૉરન્ટી પણ આપવામાં આવે છે.

ગૂગલનુ લેપટૉપ કંપની અને માઇક્રોસૉફ્ટ વચ્ચેની સ્પર્ધાને પ્રોત્સાહન આપશે. અત્યાર સુધી માઇક્રોસૉફ્ટનું વિન્ડોઝ સિસ્ટમ વધારે પ્રમાણમાં કમ્પ્યૂટરમાં ઉપયોગ થાતુ આવ્યું છે. એપ્પલ સાથે ગૂગલનો મુકાબલો સ્માર્ટફોનના ક્ષેત્રમાં અગાઉથી જ ચાલે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી