નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભારતમાં લૉન્ચ થયો R 40900નો આઈફોન-4

જો તમે પણ મોંઘા અને અત્યાધૂનિક ફીચર્સ ધરાવતા મોબાઇલના શોખીન છો તો હવે આવી ગયો છે એપ્પલનો આઈફોન-4. ભારતમાં મોબાઇલ સર્વિસ આપનારી સૌથી મોટી કંપની એરટેલે ભારતમાં તેને લૉન્ચ કરી દીધો છે.

- આઈફોન-4ના 16 જીબી વાળા મૉડલની કિંમત છે R 34500, 32 જીબી વાળા મોડલની કિંમત છે 40,900
- આ આકર્ષક હેન્ડ સેટ દ્વારા ભારતના લોકો વાસ્તવિક રીતે 3જી સેવાઓની મજા માણી શકશે


આઈફોન-4ના 16 જીબી વાળા મૉડલની કિંમત છે R 34500. ત્યાંજ તેના 32 જીબી વાળા મોડલની કિંમત છે 40,900. કંપની તરફથી જણાવામાં આવ્યું છે કે આજથી આઈફોન-4 ભારતના 34 શહેરોમાં ભારતી એરટેલના આઉટલેટ્સમાં ઉપલબ્ધ રહેશે.

તમને જણાવી દઈએ વાચકમિત્રો કે આઈફોન-4 લૉન્ચિંગની અગાઉ એરટેલ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ ભારત ભરમાં પોતાના 13 સર્કલોમાં 3જી સેવાની શરૂઆત કરી ચુકી છે. આ રીતે આ આકર્ષક હેન્ડ સેટ દ્વારા ભારતના લોકો વાસ્તવિક રીતે 3જી સેવાઓની મજા માણી શકશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી