નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પેટની ચિકિત્સા માટે હવે આવી ગયા છે ફ્રી મુવીંગ જાપાની કેમેરા

ટોક્યો. હવે પેટની ચિકિત્સા ખૂબ જ સરળ બનશે કારણકે હવે એવા કેમેરા શોધાયા છે જે દેખાવમાં બિલકુલ કોઈ કેપ્સુલ જેવા લાગે છે પરંતુ તેને ગળતા જ તે શરીરનાં અંદરના ભાગમાં જઈ ફોટા પાડીને બીમારી કે સુઝન જેવી માહિતી આપી શકે છે .આ કેમેરા રીમોર્ટ કન્ટ્રોલથી ચાલતા હોવાથી બહારથી તેને ઓપરેટ કરીને જે જગ્યાના ફોટા પાડી જાણકારી મેળવવી હોય તે તરફ શરીરમાં અંદર કેમેરો લઈ જઈ શકાય છે.

જાપાનીઝ સાયન્ટીસ્ટ અને મેડિકલ રીસર્ચસે જણાવ્યુ કે અમે દુનિયાના સૌથી પહેલા કેમેરા બનાવવામાં સફળ રહ્યાં છીએ ,જે કેપ્સુલની સાઈઝનાંછે ,જે ખૂબ આસાનીથી શરીરમાં ઉતરીને તરી શકે છે અને માનવીય પાચનક્રીયામાં પણ અવરોધક નથી તે સહેલાઈથી પચાવી પણ શકાય છે. પશ્ચીમ જાપાનના ઓસાકા મેડીકલ કોલેજનાં એક રીસર્ચર કાઝુહિડે હીંગુચી જણાવે છે કે, આ કેમેરાનો આકાર એવો છે કે
તેને સરળતાથી દવાની જેમ ગળી શકાય અને તે સરળતાથી શરીરમાં ફરી શકે છે. જેનાથી અલગ અલગ ફોટા લઈ શકાય છે. આ પહેલા પણ કેપ્સુલ કેમેરા શોધાયા હતા, પરંતુ તેમાં સરળતાથી શરીરમાં ફરી શકે તેવા કે ડાયજેસ્ટ થઈ શકે તેવાકેમેરાની શોધ નહોતી થઈ.

રાયકોકુ યુનિવર્સિટીએ આ કેપ્સ્ય્લ કેમેરાને રીમોર્ટ કન્ટ્રોલવાળૉ અને મેગ્નેટીક બનાવ્યો જેથી તે શરીરમાં અલગ અલગ જગ્યાએ મોકલીને ફોટા પાડી શકાય. અને તેના દ્વારા ચિકિત્સા થઈ શકે. હીગચુઈ જણાવે છે કે આ કેપ્સુલ કેમેરાથી પરીક્ષણ કરી લીધા બાદ તેને સામાન્ય ખાદ્યપદાર્થની જેમ ડાય્જેસ્ટકરીને શરીરની બહાર કાઢી શકાય છે. હજી આ કેમેરા પર રીસર્ચની પ્રક્રીયા ચાલુ હોવાથી તેને પ્રેક્ટીકલ યુઝમાં લેવામાં થોડાક વર્ષો લાગી જશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી