નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જીવનના દરેક પગલે સબક લેતા જાઓ, હનુમાન પાસેથી

બાળપણની સરળતા આપણે હનુમાનજી પાસેથી શીખીએ છીએ. જવાનીની સક્રિયતા તેમના પરાક્રમની જ કહાની છે. પ્રૌઢતામાં જે સમજ હોવી જોઈએ, તે પણ હનુમાનજી આપણે શીખવશે. અને વૃદ્ધાવસ્થા સફળ બને છે પૂર્ણ સમર્પણથી.

ભારતીય સંસ્કૃતિમાં ચારની સંખ્યાનું ઘણુ મહત્વ છે. ચાર વર્ણ, ચાર યુગ અને ચાર અંતઃકરણને ઘણીવાર યાદ કરવામાં આવે છે. તુસલીદાસજીએ શ્રીહનુમાનચાલીસાની ચાલીસ ચોપાઈઓમાં પણ ચારને આંકડાને એક જગ્યાએ યાદ કર્યો છે. 29મી ચોપાઈમાં લખે છે....

चारों जुग परताप तुम्हारा। है परसिद्ध जगत उजियारा।।

અર્થાત્ જગતને પ્રકાશિત કરનાર તમારા નામનો પ્રતાપ ચારેય યુગો(સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ)માં છે. શ્રીહનુમાન પવનસૂત છે અને પવન ન માત્ર ચારેય યુગમાં છે, પણ પ્રત્યેક સ્થાન ઉપર છે. વિદેશમાં પાણી અલગ મળી શકે, ધરતી અલગ મળી શકે, ત્યાં ભોજન અલગ મળી શકે, પરંતુ હવા આખી દુનિયામાં એક જ જેવી પ્રાપ્ત થાય છે. પાણી, અગ્નિને રોકી શકાય છે. પરંતુ તમે હવાને ક્યારેય કોઈ ભાગોમાં ન વહેંચી શકો. ચારેય યુગનો એક બીજો અર્થ છે...

આપણા જીવનની ચાર અવસ્થાઓ છે-બાળપણ, જવાની, પ્રૌઢતા અને વૃદ્ધાવસ્થા. પ્રતાપનો એક સાધારણ અર્થ હોય છે યોગ્યતા. આ ચાર ઉંમરમાં હનુમાનજી યોગ્યતાની જેમ આપણા જીવનમાં આવી શકે છે. બાળપણની સરળતા આપણે હનુમાનજી પાસેથી શીખી શકીએ છીએ. જવાનીની સક્રિયતા તેમના પરાક્રમની કહાની છે. પૌઢતામાં જે સમજ હોવી જોઈએ, તે પણ હનુમાનજી આપણને શીખવશે અને વૃદ્ધાવસ્થા સફળ થાય છે સંપૂર્ણતાથી.

હનુમાનજી સમર્પણના દેવતા છે. આ ચાર અવસ્થાઓમાં તાલમેળ બેસાડવું હોય તો હાસ્ય સેતુનું કામ કરે છે. એટલા માટે તમે કોઈપણ ઉંમરમાં હોવ પણ જરા હસો...ખુલીને હસો...

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી