નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ક્રેડિટ કાર્ટનો જમાનો ગયો, હવે મોબાઇલ-પોકેટ આવી ગયો છે!

નવી દિલ્હી. ગૂગલે હાલમાં એવા ફોનની એપ્લીકેશન લોંચ કરી છે જે ક્રેડિટ કાર્ડની માફક કાર્ય કરશે, એટલે કે ક્રેડિટ કાર્ડની જરૂર નહીં પડે. ગૂગલે એવી એપ્લીકેશન લોંચ કરી છે કે જેમની મદદથી લોકો મોબાઇલ ફોનથી જ કોઇપણ બિલની રકમ ભરી શકે છે.

ભવિષ્યમાં ગ્રાહકોએ સ્માર્ટફોનની આ ફીચરની મદદથી ફોનની સ્ક્રીનને ઘુમાવતા બિલની રકમને ભરી શકશે. ન્યૂ યોર્કમાં આ ફીચર પરથી પડદો ઊઠી ગયો છે. આ ફીચરના કારણે મોબાઇલ ફોનનો ઉપયોગ ક્રેડિટ કાર્ડની માફક બિલની રકમ ભરવામાં કરી શકાશે.

આ પ્રોજેક્ટને માસ્ટરકાર્ડ અને સિટી બેંકના સંયોજનથી બનાવવામાં આવ્યો છે. શરૂઆતમાં આ ફિચર ફકત નેક્સસના 4જી સ્પ્રિંટ મોડ્લમાં જ જોવા મળશે, પરંતુ ભવિષ્યમાં આ ફિચર બધા ફોન માટે સામાન્ય બની જશે.

આ અંગે ગૂગલના એક્ઝિક્યૂટિવ સ્ટેફની ટિલનિસે જણાવ્યુ હતું કે, સ્માર્ટફોન ડિઝિટલ ક્રેડિટ કાર્ડ, કૂપન, રસીદને સંભાળીને રાખશે. મોબાઇલ પોકેટનું સપનું અમે આ દશકા પહેલા વિદેશમાં શોપિંગ દરમિયાન જોયું હતું. મોબાઇલ પોકેટમાં મોબાઇલ લોકની સાથે ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી