દરેક દંપતી એકબીજામાં કંઇક પરિવર્તન ઇચ્છે છે. સામાન્ય પરિવર્તનથી પણ સંબંધના પુષ્પ સોળે કળાએ ખીલી ઊઠે છે
તમે સ્વયંને પોતાના માટે નહીં, પણ સાથીદાર માટે નિખારો છો, આકર્ષક અને સુંદર બનાવો છો. પત્ની પતિમાં, તેના દેખાવમાં પરિવર્તન ઇચ્છતી હોય, તે માટે વારંવાર ટોકતી હોય તો પતિએ એની અપેક્ષા સંતોષવી જોઇએ.
ચાંદનીને દરશના સફેદ વાળ નહોતા ગમતા. દરશને એની પરવા નહોતી, પણ હેરકલર કરાવવાથી એ વધારે આકર્ષાઇ ત્યારે દરશને ભાન થયું કે પત્નીનો પ્રેમ મેળવવા માટે સારો અને અલગ દેખાવ કેટલો જરૂરી છે. આવા દંપતી જ ‘મેડ ફોર ઇચઅધર’ બની શકે છે.
ચાંદની બેડરૂમમાં પ્રવેશતાં જ હસવા લાગી. પતિ દરશે પૂછ્યું, ‘સ્વીટી, કેમ હસે છે? કંઇ ખાસ કારણ?’ ‘હું નહીં કહું, તું જ વિચાર...’ કહીને એ ડ્રેસિંગ ટેબલ સામે ઊભી રહી. દરશે ચાંદનીને જકડી લેતાં કહ્યું, ‘જ્યાં સુધી તું કારણ નહીં કહે ત્યાં સુધી હું તને છોડીશ નહીં.’ ‘દરશ... છોડ ને મને... હું કહું છું.’ ચાંદની બોલી. ‘ના... પહેલાં કહે...’ કહેતાં દરશે તેને બેડ ઉપર ખેંચી. ચાંદની બોલી, ‘દરશ, તું આ હેર કલરથી તારો લુક એકદમ અલગ લાગે છે. તારો આ યંગ લુક જોઇને હું હસતી હતી.’
‘ખરેખર?’ ચાંદની બોલી, ‘દરશ ડાર્લિંગ, વાળ સફેદ થઇ જવાથી તું વધારે મોટો લાગતો હતો. તું મૂંછને પણ કલર કરાવી લે. પછી તારો લુક બિલકુલ ડિફરન્ટ લાગશે.’ કહેતાં ચાંદની શરમાઇ. ‘હની, તું આમ શરમાય છે એ જોઇને મને કંઇક થાય છે. હું તને આ જ રીતે ગમતો રહું અને તું આમ જ શરમાતી રહે. દાંપત્યનું આ જ સુખ છે. સુખ એટલે જ આ...’ કહેતાં દરશે એને ચૂમી લીધી. આવું સુખી દાંપત્યજીવન શક્ય છે. સમાગમ માણતાં પહેલાં પતિ-પત્ની વચ્ચે જે સંવાદ સર્જાય એનું ઘણું મહત્વ છે.
સંબંધ બાંધતાં પહેલાં પતિ-પત્ની વાતચીત, એકબીજાને જે ગમે તેના વિશે ચર્ચા, ગમા-અણગમા વ્યક્ત કરે છે. આ બધી બાબતો પર જ જાતીય જીવન આધાર રાખે છે. સફળ અને શ્રેષ્ઠ સેક્સ લાઇફ માટે મજબૂત આધાર ઊભો કરવો જોઇએ. જે રીતે તંદુરસ્ત રહેવા માટે પૌષ્ટિક આહાર જરૂરી છે તેવી જ રીતે મધુર દાંપત્યજીવન માટે પતિ-પત્નીનો ડિફરન્ટ લુક પણ જરૂરી છે.
સામાન્ય રીતે પતિ-પત્નીમાં કંઇ પરિવર્તન ઝંખે છે, તો પત્નીને પણ પતિના નિતનવા લુક ગમે છે. સમજદાર પાર્ટનર હોંશે હોંશે પોતાની જાતને બદલી નાખે છે. પણ જે પાર્ટનરને અહમ્ હોય છે તેઓ ખુદને બદલી શકતા નથી. એક વાત યાદ રાખો. અહમ્ સેક્સનો શત્રુ છે માટે તેને બાય બાય કરી જાતને બદલવાની કોશિશ કરો. તમે સ્વયંને પોતાના માટે નહીં, પણ સાથીદાર માટે નિખારો છો, આકર્ષક અને સુંદર બનાવો છો. પત્ની પતિમાં, તેના દેખાવમાં પરિવર્તન ઇચ્છતી હોય, તે માટે વારંવાર ટોકતી હોય તો પતિએ એની અપેક્ષા સંતોષવી જોઇએ.
લગ્નને અમુક વર્ષ થઇ ગયાં તો શું થયું? આકર્ષણ યથાવત રહે એ બાબત જરૂરી છે. ‘હવે મને કોણ જોવાનું છે!’ કે ‘મારે કોને બતાવવાનું છે’ આવી નકારાત્મક બાબતો મનમાંથી હડસેલી દેવી જોઇએ. પરિવર્તનથી દાંપત્યનું પુષ્પ સદાય ખીલેલું રહે છે. ચાંદનીને દરશના સફેદ વાળ નહોતા ગમતા. દરશને એની પરવા નહોતી, પણ હેરકલર કરાવવાથી એ વધારે આકર્ષાઇ ત્યારે દરશને ભાન થયું કે પત્નીનો પ્રેમ મેળવવા માટે સારો અને અલગ દેખાવ કેટલો જરૂરી છે. આવા દંપતી જ ‘મેડ ફોર ઇચઅધર’ બની શકે છે.
Comments
Post a Comment