નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સારા ભણતર અને સ્કોલરશીપ માટે જાપાન બેસ્ટ ઓપ્શન

 
 
જો આપ બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે પછી ન્યૂઝીલેન્ડ અને કેનેડા કરતા જાપાન જઈને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં રસ ધરાવતા હો તો આપના માટે જાપાનની કેટલીક યુનિવર્સિટીઓ શિક્ષણની અનેક સુવિધા ઉપરાંત સારામાં સારી સ્કોલરશીપ પણ ઓફર કરે છે. વળી, આપ જાપાની ભાષાના અભ્યાસથી લઈને ટેકનિકલ કોર્સીસમાં પણ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન ઉપરાંત રિસર્ચમાં પણ સ્કોલરશીપ મેળવી શકો છો.

જાપાનની સરકાર ઉપરાંત અનેક યુનિવર્સિટીઓ, ખ્યાતનામ ફાઉન્ડેશન્સ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ઓફર કરે છે. અહીં આ પ્રકારની કેટલીક સ્કોલરશીપની યાદી આપી છે જેમાં આપના રસના અથવા આપ જેનું બેકગ્રાઉન્ડ ધરાવતા હો તે વિષયમાં અપાતી સ્કોલરશીપની આપ માહિતી મેળવી શકો છો.

1. આઈચી પ્રેફેક્ચ્યુરલ ગવર્નમેન્ટ- આઈચી સ્કોલરશીપ પ્રોગ્રામ

આ સ્કોલરશીપ શિક્ષણને લગતા વિષય પર અપાય છે જેમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ પણ સામેલ છે વધુ માહિતી આપ http://www.pref.aichi.jp/kokusai/ પર મેળવી શકો છો.

2. ઓકિનાવા પ્રિફેક્ચર ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ પ્રોગ્રામ

જાપાન સિવાયના એશિયન દેશોના વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપ ઉપલબ્ધ છે. જોકે, આ સ્કોલરશીપ એવા વિદ્યાર્થીઓને અપાય છે જેમની ભલામણ જેતે દેશની સરકારોએ કરી હોય. વધુ માહિતી માટે લોગઓન કરો www.oihf.or.jp

3. ફાઉન્ડેશન સ્કોલરશીપ, ક્યોરિત્સુ મેઈન્ટેનન્સ સ્કોલરશીપ

આ સ્કોલરશીપ ક્યોરિત્સુ કંપની દ્વારા જાપાનમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોય છે. જાપાન સાથે જે-તે દેશના સંબંધોને વધુ મજબુત બનાવવાના હેતુથી જાપાન આવતા વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ માટે પસંદ કરાય છે.

4. જાપાન ફાઉન્ડેશન જાપાનીઝ સ્ટડિઝ ફેલોશિપ પ્રોગ્રામ (પીએચડી માટે)

જાપાનમાં એક વર્ષથી ઓછો સમય રહ્યા હોય અથવા જાપાનના નાગરિક ન હોય તેવા પીએચડીમાં એડમિશન મેળવવામાં સફળ રહેલા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળે છે. વધુ માહિતી www.jpf.go.jp/e/intel/study/fellowship/ પર ઉપલબ્ધ.

5. ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ નાગોયા યુનિવર્સિટી

નાગોયા યુનિવર્સિટી દ્વારા અપાતી આ સ્કોલરશીપ એશિયન ડેવલપમેન્ટ બેંકના સભ્ય હોય તેવા દેશના વિદ્યાર્થીઓને અપાય છે. આ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીએ 2 વર્ષના ફૂલટાઈમ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ. વધુ માહિતી http://www.gsid.nagoya-u.ac.jp/global/ પર ઉપલબ્ધ.

6. સ્ટૂડન્ટ એક્સ્ચેન્જ સપોર્ટ પ્રોગ્રામ

જાપાનની યુનિવર્સિટી અને ગ્રેજ્યુએટ સ્કૂલ દ્વારા સ્ટૂડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 3 મહિનાથી 1 વર્ષના સમયગાળા માટે પસંદ કરવામાં આવેલા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળે છે. અરજકર્તાની અરજી તેની શાળા કે યુનિવર્સિટી દ્વારા મોકલાવી જરૂરી છે. વધુ માહિતી http://www.jasso.go.jp/study_j/scholarships_e.html પર.

7. ડોકોમો ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ સ્કોલરશીપ

એન્જિનિયરિંગ ક્ષેત્રે જાપાનમાં એડમિશન મેળવવામાં સફળ રહેલા ફિલિપાઈન્સ, બાંગ્લાદેશ અને ભારતના વિદ્યાર્થીઓને ડોકોમો દ્વારા આ સ્કોલરશીપ આપવામાં આવે છે.

8. પાનાસોનિક કોર્પોરેશન, પાનાસોનિક સ્કોલરશીપ

ચીન, તાઈવાન, મલેશિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, વિએતનામ, ભારત જેવા દેશોના જાપાનમાં સાયન્સ, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ મેળવવાને પાત્ર છે. વધુ માહિતી http://www.panasonic.net/scholarship/ પર.

9. યોશિદા સ્કોલરશીપ ફાઉન્ડેશન

એશિયન દેશોના જાપાનમાં રહીને નેચરલ સાયન્સ અથવા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ મેળવવાને પાત્ર છે. વધુ માહિતી http://www.ysf.or.jp/ પર.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!