નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે ફ્કત ટાઈપિંગથી કરો તમારું લેપટોપ ચાર્જ!

 
 -આગામી 3 વર્ષમાં એવો સમય આવશે કે ટાઈપિંગથી જ લેપટોપ ચાર્જ થશે
ભારતિય મૂળના એક સંશોધક ડૉ. મધુ ભાસ્કરન અને તેની ટીમે મળીને લેપટોપ યુઝર્સને ખુશ કરી દેતો દાવો કર્યો છે. તેણે જણાવ્યું છે કે આગામી 3 વર્ષમાં એવો સમય આવશે કે ટાઈપિંગ કરીને લેપટોપ ચાર્જ કરી શકાશે.

દબાણ હેઠળ આવે ત્યારે વીજળી ઉત્પન્ન કરતાં પાએઝોઈલેક્ટ્રિક મટિરિયલ્સ 1880ના દાયકામાં પિઅર ક્યુરી દ્વારા તેની શોધ કરાઈ હતી.

ઈનસ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સંશોધકો પાથળી પાએઝોઈલેક્ટ્રિક ફિલ્મ્સ ધ્વારા ઉત્પન્ન થતી વીજળીનું ચોક્કસ માપ મેળવવામાં સક્ષમ રહેલા સૌપ્રથમ સંશોધકો બન્યાં છે. તેમને આશા છે કે આ પાએઝોઈલેક્ટ્રિક ફિલ્મ્સ લેપટોપ, મોબાઈલ ફોન ચાર્જર્સ અને પેસમેક્ર્સ જેવી ઈલેક્ટ્રેનિક ડિવાઈસ સાથે જોડી દેવાનું વધુ સરળ બની રહેશે.

રોયલ મેલબોર્ન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સંશોધકોએ 'ઈન્ટિગ્રેટેડ માઈક્રોસ્કેલ એનર્જી સ્કેવેન્જિગ સિસ્ટમ્સ' વિક્સાવવાની આશાએ સંશોધન હાથ ધર્યું છે. જે સિસ્ટમ બેટરીમાં કોઈ સુધારા વધારા કર્યા વગર બેટરીની કાર્યક્ષમતા અને તેનું આયુષ્ય વધારશે.

રિસર્ચ એકસપર્ટના કહેવા પ્રમાણે, હાલમાં આપણે જ એનર્જી લેવલ્સ ઉપ્તન્ન કરવામાં સક્ષમ છીએ તે જરૂરી લેવલ્સથી 10 ગણા ઓછા છે. તેથી હવે પછીનું પગલું એનર્જી લેવલ્સ હાલની ક્ષમતાથી 10 ગણા વિસ્તારનું છે. જેથી આપણે હમેશા ચાલે તેવી બેટરી તૈયાર કરી શકીએ.

આશા છે કે એનર્જી લેવલ્સ 10 ગણા વિસ્તારવામાં અમને 3 એક વર્ષનો સમય લાગશે અને ત્યાર બાદ આ સેવા તમારા લેપટોપમાં સરળતાથી મળી રહેશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી