નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તમારા રિલેશનમાં આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો

 
 
સાથીદાર સાથે પ્રેમ, લાગણી અને ઉષ્માથી વર્તવાથી ક્યારેક જો એકબીજા માટે મન ઊંચા થયાં હશે, તો પણ આ રીસામણા વધારે સમય નહીં ટકે. તમારી લાગણીને સાથી સમક્ષ વાચા આપો અને એમની લાગણીને સમજવાનો પ્રયત્ન કરો...

સ્મિત એક એવી લાગણી છે જેના લીધે ગમે એવા વણસેલા સંબંધમાં પણ પરિવર્તન આવે છે અને ગમે એટલી તાણ કેમ ન હોય તે દૂર થઇ જાય છે. ભલે કદાચ તમે એકબીજા માટે સમય ન ફાળવી શકતાં હો, તો પણ એકબીજાને સ્મિતની આપ-લે તો કરી જ શકો છો.

દાંપત્યસંબંધ હોય કે પ્રણયસંબંધ -
તેને જાળવી રાખવા માટે કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે. ઘણી વાર આપણે જોઇએ છીએ કે પ્રેમીયુગલો તો ઠીક, પણ દાંપત્યજીવનમાં સારી સંવાદિતા હોવા છતાં પતિ-પત્ની વચ્ચે મતભેદ અને અબોલા થતાં વાર નથી લાગતી. પ્રેમીજનોને તો એકબીજાથી રીસાવા-મનાવાની મજા પણ ક્યારેક આવે છે, પણ દાંપત્યજીવનમાં જો એક વાર સાવ સામાન્ય કારણસર મન ઊંચા થઇ જાય તો પછી મનમેળ થતાં વાર લાગે છે.

આનું કારણ ઘણી વાર દંપતીની અપેક્ષા કે તેમનાં વાણી-વર્તન જવાબદાર હોય છે. કેટલીક વાર પતિ એવું ઇચ્છે છે કે પત્ની પોતાની વાત માને અને પોતાને મનાવે, જ્યારે ઘણી વાર આવી જ આશા પત્ની પતિ પાસેથી રાખતી હોય છે. એકબીજા પાસેથી આવી અપેક્ષા રાખવામાં સંબંધો વધારે ને વધારે ગૂંચવાડાભયાઁ બનતાં જાય છે. ત્યારે શું કરવું કે દાંપત્યસંબંધ હોય કે પ્રણયસંબંધ તેમાં લાગણી અને પ્રેમ જળવાઇ રહે? આજે એ વિશે જાણીએ.

સાથી મારી પ્રશંસા કરે
ઘણી વાર પત્ની કે પતિ સાવ સામાન્ય ગણાય એવી વાતથી નારાજ રહે છે કે સાથીદાર તો મારી પ્રશંસા નથી કરતાં. સાથીદાર પ્રશંસા કરે કે તમારી કોઇ ટેવના વખાણ કરે તેની રાહ જોવાની જરૂર નથી. તમે એમના માટે જે કર્યું હોય તે અંગે તેમને શાંતિથી વાત કરો અને તે વિશે તેમનું શું માનવું છે તે પૂછી લો. આમ કરવાથી સાથીદારને પણ ગમશે. એવી જ રીતે કદાચ તમને સાથીદારની કોઇ બાબત પસંદ ન હોય તો મોં ચડાવીને ફરવાની જરૂર નથી. તે અંગે વાત કરો અને તમને શું નથી ગમતું એ જણાવો, પણ તે કહેવામાં સાથીદાર પ્રત્યે લાગણી અને આત્મીયતા તેમ જ તમે તેમની પાસેથી શી આશા રાખો છો એ શાલીનતાથી જણાવવાનો ભાવ હોવો જોઇએ. આમ કરવાથી તમારી વચ્ચે સંવાદ થવા સાથે આત્મીયતા અને ઉષ્માનો વધારો થશે.

સમય ફાળવો
તમે નોકરી કરતાં હો કે ગૃહિણી હો, સાથીદાર માટે સમય ફાળવો. એ માટે જરૂરી નથી કે તમે આખો દિવસ સાથીદારની સાથે રહો કે એમની પાછળ પાછળ ફર્યા કરો. ઘણી વાર કેટલાક લોકો કલાકો સુધી એકબીજા સાથે રહે છે, પણ જ્યારે પ્રેમાળ વાતચીત કરવાની કે એકબીજાને સમજવાની વાત આવે ત્યારે પરિણામ શૂન્ય આવે છે. આવું ન કરતાં જેટલો સમય સાથીદાર સાથે હો, એટલો સમય માત્ર એમને જ સમર્પિત બનીને રહો. એકબીજાનું માન જાળવો. તમારા સંબંધ એવા હોવા જોઇએ કે જ્યારે તમે બંને સાથે હો ત્યારે હૂંફ અને સલામતી અનુભવો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી