નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ છે ભારતનું સૌથી નાનું એલઈડી ટીવી!

કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ બનાવનારી જાણીતી કંપની અકાઈએ ભારતીય બજારમાં એલઈડી ટેલીવિઝનનું એક નવુ મૉડલ લૉન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ ભારતીય બજારમાં ઉપલબ્ધ સૌથી નાનું એલઈડી ટેલીવિઝન છે.

- નવી પ્રૉડક્ટ તે લોકો માટે ખાસ્સી ઉપયોગી છે જેઓના મકાનોના રૂમ આકારમાં નાના છે
- તેમાં 'ડાયરેક્ટ યૂએસવી કનેક્ટિવિટી'ની સુવિધા પણ આપવામાં આવી છે


આ ટેલીવિઝનની સ્ક્રિન 19 ઇંચ રાખવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે આ તેની નવી પ્રૉડક્ટ તે લોકો માટે ખાસ્સી ઉપયોગી છે જેઓના મકાનોના રૂમ આકારમાં નાના છે. ભારતીય બજારમાં આ ટીવીની કિંમત રાખવામાં આવી છે, 11 હજાર રૂપિયા.

કંપનીનું કહેવું છે કે આકારમાં નાનું હોવા છતા તેમાં હાઈ ડેફિનેશન પ્લેઆઉટ જેવા આકર્ષક ફીચર્સ આપવામાં આવ્યા છે. સાથે જ કંપનીનું એ પણ કહેવું રહેશે કે આ ટેલીવિઝનની સાઉન્ડ ક્વૉલિટી પણ ખાસ્સી આકર્ષક છે.

આ ઉપરાંત તેમાં 'ડાયરેક્ટ યૂએસવી કનેક્ટિવિટી'ની સુવિધા પણ આપવામાં આવી છે, જેના દ્વારા તમે પેન ડ્રાઇવનો પણ ઉપયોગ કરીને ફિલ્મો જોઈ શકો છો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી