નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કુદરતની આ સ્તબ્ધ કરી દે તેવી કમાલ જોઈ સૌ કોઈ ચોંકી ગયા છે!

 
 
કુદરતની આ ચોંકાવી દે તેવી કમાલ જોઇને તમે શું કહેશો?

યુપીના અલાહાબાદમાં એક એવુ ગામ છે, જ્યાં મોટા ભાગે જોડિયા બાળકો જ જન્મે છે. આશરે અઢીસો ઘરવાળા આ ગામમાં મોચા ભાગના બાળકો જોડિયા જ પેદા થાયછે. આ ગામમાં પાછલા 50 વર્ષમાં 108 જોડિયા બાળકોએ જન્મ લીધો છે.

અલાહાબાદ જિલ્લાના ઘૂમનગંજ વિસ્તારના ઉમરી ગામમાં એક જોડિયા પિંટુનું કહેવુ છે કે અત્યારે તો આ ગામમાં જાનવરોના પણ જોડિયા બાળકો પેદા થવા લાગ્યા છે. તેમણે જણાવ્યું છે કે આ ગામની ખૂબીની તપાસ માટે હૈદરાબાદ, દિલ્હી, કલકત્તા, ચેન્નાઈ અને મુંબઈ સુધીના વિશેષજ્ઞો આવી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ તારણ સામે આવી શક્યું નથી. બધા આને ઈશ્વરનો ચમત્કાર જ માને છે.

લોહીના નમૂના વગેરે દ્વારા કરવામાં આવેલા પરિણામો પણ નિષ્ફળ ગયા છે. માનવામાં આવે છે કે 80 વર્ષ પહેલા આખુ આ ગામ જોડિયુ હતું. તે સમયે ગામમાં 16 જોડિયા હતા. આ પછી સતત 20 જોડિયા સંતાનો જન્મ્યા હતા. જેમાંથી બેના મોત થઈ ગયા હતા.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી